________________
[૧૧૨] શેકાતુર રામને બિભીષણે કહેલ આશ્વાસન-વચને
હવે સર્વે ખેચર નેતાઓ લક્ષમણનું મૃત્યુ જાણને પિતાની પત્નીઓ સાથે તરત સાકેતપુરી આવી પહોંચ્યા. લંકાધિપતિ બિભીષણ, પુત્રો સહિત સુગ્રીવ, ચંદ્રોદરને પુત્ર, તથા શશિવર્ણન સુભટ, અશ્રુજળપૂર્ણ બીજા પણ ઘણું ખેચ લક્ષમણના ભવનમાં રામને પ્રણામ કરીને પ્રવેશ કરવા લાગ્યા. વિષાદ પામેલા વદનવાળા ઉચિત વિધિ કરીને ભૂમિતલ પર બેઠા, ત્યાર પછી રામના પગમાં પડીને કહ્યું કે, “હે મહાયશ ! આ દુર્ભાગી શકે છે કે મુશ્કેલીથી છેડી શકાય છે, તો પણ તમારે અમારા વચનથી વગર ઈચ્છાએ પણ તેને ત્યાગ કરે. આ પ્રમાણે કહીને સર્વે ખેચરો ત્યાર પછી મૌન કરી બેસી ગયા. આશ્વાસન આપવાની મતિમાં કુશલ એવા બિભીષણ રામને આ પ્રમાણે વચન કહેવા લાગ્યા કે,–“હે રાઘવ! સર્વ જીવોના દેહ પાણીના પરપોટા સમાન છે, તેથી વિવિધ ચેનિઓ પ્રાપ્ત કરીને ઉત્પન્ન થાય છે અને મૃત્યુ પામે છે. લોકપાલો સહિત ઈન્દ્રો ઉત્તમ પ્રકારનાં સુખો ભેગવતા ભોગવતા પુણ્યને ક્ષય થાય, ત્યારે તેઓ પણ ચ્યવી જાય છે અને દુઃખને અનુભવ કરે છે. તેવા દેવતાઓ ઉત્તમ દેહને ત્યાગ કરીને તૃણ ઉપર રહેલા ચંચળ બિન્દુ સરખા અસ્થિર, અતિદુર્ગધી મનુષ્યના દેહમાં ઉત્પન્ન થાય છે, તો હે મહાયશ! સામાન્ય લેકની તો વાત જ શી કરવી?
આપણે અજ્ઞાન-મૂઢભાવથી બીજાના મૃત્યુને અધિક શેક કરીએ છીએ, પરંતુ મૃત્યુ-મુખમાં પ્રવેશ કરેલા આપણું આત્માને શેચતા નથી. ભયંકર વદનવાળો સિંહ જેમ મૃગલાને પકડે છે, તે જ પ્રમાણે જ્યારથી માંડીને જીવ જમ્યો છે, ત્યારથી માંડીને જીવને મૃત્યુએ પકડેલે છે. હે પ્રભુ ! મહાસાહસ કરનારા આ લોકોને તો જુઓ કે-“ઉગ્રદંડવાળે યમરાજા આગળ ખડો છે, છતાં લોકે તેનાથી નિભય છે. આ જીવલેમાં તલના તરાને ત્રીજો ભાગ થાય, તેટલું નાનું સ્થાન પણ બાકી નથી કે,
જ્યાં આ જીવ જન્મે કે મૃત્યુ પામ્યો નહિં હોય. હે પ્રભુ ! દેવ અને અસુરે સહિત ત્રણે લોકમાં એક જિન ભગવત સિવાય સર્વે ને દિવસે ઉગેલા ઘાસને જેમ બળદ દ્વારા તેમ મૃત્યુ દ્વારા નાશ પમાડાય છે. સંસારમાં ભ્રમણ કરતો જીવ કેઈ પ્રકારે મુશ્કેલીથી મનુષ્યપણું પામ્યો, પરંતુ બધુ વગેરેના સ્નેહમાં અટવાએલો જીવ હથેલીમાંથી ગળી જતા જળની જેમ ગળી જતા પિતાના આયુષ્ય તરફ બેદરકાર થયો છે. માતાએ ગ્રહણ કરેલ હોય, હજારો ઔષધ અને આયુધથી તેનું રક્ષણ કરવામાં આવે, તે પણ હે નરાધિપ ! અકૃતાર્થ મનુષ્યને મૃત્યુ હરણ કરી જાય છે. તે સ્વામી!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org