Book Title: Paumchariya
Author(s): Hemsagarsuri
Publisher: Vallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai

View full book text
Previous | Next

Page 514
________________ [૧૧૮] રામનું નિર્વાણ-ગમન : ૪૭૯ : ભગો અને સ્થિતિવાળા ઉત્તમ ગુણને ધારણ કરનાર થશે. હે સીતેન્દ્ર! તું પણ અશ્રુતકલ્પમાંથી ચ્યવને આ ભરતક્ષેત્ર વિષે નક્કી ચઉદ રત્નોને અધિપતિ એ ચક્રવત થઈશ. તે બંને દે ઐવીને તારા જ પુત્ર થશે, અમરકુમારની શોભા સરખી શભાવાળા તેમનાં અનુક્રમે ઈન્દુરથ અને ભેગરથ એવાં નામ સ્થાપન કરાશે. પરનારી વર્જવાનો રાવણે જે એક નિયમ ગ્રહણ કર્યો હતો, તેના પ્રભાવથી તે ઈન્દુરથ સમ્યકુત્વ-પરાયણ અને ધીરપુરુષ થશે. તે જ ઈન્દુરથ સુર વગેરે ભ મેળવીને ત્યાર પછી સમગ્ર ત્રણે લોકથી પૂજિત એવા અરિહન્ત તીર્થકર થશે. રત્નપુર સ્થલમાં તે ચક્રવતી રાજ્ય ભોગવીને દીક્ષા લઈ તપસ્યા કરી પછી વિજયન્તમાં અહમિન્દ્ર દેવ થશે. તે જ તું વળી તે સ્વર્ગમાંથી ચ્યવને આ જ અરિહંતના મેટા ગણધરપણે થશે. ત્યાર પછી ત્રણે લેકના અગ્રસ્થાને રહેલા સિદ્ધિસુખને પ્રાપ્ત કરીશ.” ' હે સીતેન્દ્ર! આ પ્રમાણે તારો અને રાવણને ભાવી સંબન્ધ જણાવ્યું, હવે ફરી પણ લક્ષમણને ભાવી સંબંધ કહું છું, તે સાંભળે. જે ચક્રવર્તીને પુત્ર ભોગરથ હતો, તે તપના પ્રભાવથી દઢધર્મના પ્રભાવથી કેઈ ઉત્તમ ભોમાં ભ્રમણ કરીને પુષ્કરવર દ્વીપના વિદેહમાં પદ્મપુરમાં લક્ષ્મણ ચક્રવર્તી થશે, વળી તે જ ભવમાં ત્યાં જ દેવને પૂજ્ય તીર્થકર થશે. સમગ્ર કર્મષનો વિનાશ કરીને સાત વર્ષ પછી જિન થશે, દે અને અસુરેથી નમન કરાએલા ચરણવાળા અનુત્તર એવું મોક્ષનું શાશ્વત સ્થાન મેળવશે. આ પ્રમાણે કેવલી રામમુનિવરે કહેલા ભાવી વૃત્તાતે સાંભળીને ભાવનાવાળા સીતેન્દ્ર નિઃસંદેહ થયા. રામદેવને પ્રણામ કરીને ત્યાર પછી ફરી પણ તે ઈન્દ્ર સર્વાદરથી વિવિધ જિનમન્દિરને વન્દન કર્યું. નન્દીશ્વરમાં અને બીજા દ્વિીપમાં રહેલાં ચિત્યને વન્દન કરીને કુરુવમાં પહોંચે જ્યાં દેવે ભામંડલને જે. આદરપૂર્વક સ્નેહથી ભાઈને બોલાવી પ્રતિબંધ કરીને ક્ષણવારમાં તે સીતેન્દ્ર અમ્યુકલ્પમાં પહોંચી ગયા. આરણ-અર્ચ્યુત ક૯૫માં ઘણા મોટા-લાંબા કાળ સુધી અનેક હજાર દેવાંગનાઓ સાથે પરિવરેલ સીતેન્દ્ર દેવલોકનાં ઉત્તમ સુખ ભોગવતા હતા. રામનું આયુષ્ય સત્તર હજાર વર્ષનું અને શરીરની ઉંચાઈ સોળ ધનુષ–પ્રમાણ હતી. ધીર સત્ત્વવાળા બલદેવ રામે જિનેન્દ્ર-શાસન વિષે કૃતિ રાખીને જન્મ, જરા, મરણ આદિ શત્રુઓને પરાસ્ત કર્યા. તે તમે જુવે. સમગ્ર દેષ-રહિત વિવિધ પ્રકારની વિભૂતિથી યુક્ત કેવલજ્ઞાનનાં કિરણોથી પ્રકાશિત શરદકાળના સૂર્યની જેમ શોભા પામતા હતા. ધીર રામે પચ્ચીસ વર્ષ જિનશાસનની આરાધના કરી અને આયુષ્યનો ક્ષય થયે, ત્યારે શાશ્વત શિવસુખ પ્રાપ્ત કર્યું. નિર્ભય હેતુના કારણભૂત શુદ્ધ-શીલ અને સમ્યકુત્વયુક્ત દુઃખને ક્ષય કરવાના કારણભૂત એવા રામ અનગારને સર્વાદરથી પ્રણામ કરો. તે સમયે પૂર્વના નેહવાળા સીતેન્દ્ર જેની પૂજા કરી, એવા મહાદ્ધિ પામેલા મનહર રામમુનિવરને પ્રણામ કરે. ઈફવાકુવંશના તિલક આ ભરતના આઠમાં બલદેવ અનેક લાખો ભવના પાપથી મુક્ત થએલા મોક્ષસ્થાનમાં વિરાજમાન તે રામમુનિને નમસ્કાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 512 513 514 515 516 517 518 519 520