________________
* ૪૮૦ :
પઉમચરિય-પદ્યચરિત્ર
કરો. આ રામ બલદેવનું ચરિત જેઓ નિરન્તર શુદ્ધભાવથી પઠન, શ્રવણ, શ્રાવણુ કરે કે, કરાવે છે, તેઓ અતિ પરમ ધિલાભ, બુદ્ધિ, બલ અને આયુષ્ય મેળવે છે. વળી આ ચરિતનું પઠન કરનારને શત્રુ શસ્ત્ર ઉગામી મારવા આવ્યો હોય તે, તત્કાલ તેને ઉપસગ શાન્ત થાય છે. તદુપરાન્ત તેને સ્વાધ્યાય કરનાર નિર્મળ યશ સમાન ઉજજવલ પુણ્ય ઉપાર્જન કરે છે. તેમાં સદેહ નથી.
રાજ્યરહિતને રાજ્ય, ધનના અથને વિપુલ મહાધન, વ્યાધિ થયો હોય તો તે તત્કાલ શાન્ત થાય છે અને ગ્રહો સૌમ્ય બની જાય છે. સ્ત્રીની અભિલાષાવાળાને ઉત્તમ કન્યા, પુત્રાથને ગોત્રમાં આનન્દ આપનાર પુત્ર-પ્રાપ્તિ થાય છે અને પરદેશ-ગમન કરનારને ફરી બધુઓને સમાગમ થાય છે. દુર્ભાષિત વચન, દુષ્ટ ચિન્તન અને દુષ્ટવતને અનેકાનેક પ્રમાણ કર્યા હોય તે, તે સમગ્ર પાપ પચરિતનું કીતન કરવાથી નાશ પામે છે. જે કઈ મુનિના હૃદયમાં અતિમહાન એવું કેઈ કાર્ય કરવા માટે મને રથ કર્યા હોય તો તેને અવશ્ય સહેલાઈથી તે કાર્યની સિદ્ધિ આ ચરિતનું પઠન કરવાથી થાય છે, હે મહાયશ શ્રેણિક! આ પ્રમાણે અનન્તજ્ઞાનાદિક ઉત્તમ ગુણ ધારણ કરનાર તીર્થકર ભગવતેએ આ ચરિત્ર સાથે તપ, નિયમ, શીલ, સંયમ આદિ ધર્મના ઉપાય જણાવ્યા. માટે તેવા જિનેશ્વર ભગવન્તોની મન, વચન અને કાયા એમ ત્રિકરણગની એકાગ્રતા સહિત નિયમિત ભક્તિ કરો, જેથી આઠે કર્મથી રહિત થઈ સારી રીતે સ્વસ્થ થએલા તમ સિદ્ધિસુખને પ્રાપ્ત કરી શકે.
જેમાં અનેક વિવિધ પ્રકારનાં આખ્યાનકે, દષ્ટાન્ત, કથાઓ કહેલી છે, તેવા વિશુદ્ધ લલિત અક્ષરેથી યુક્ત હેતુ અને યુક્તિવાળું ગંભીરાર્થથી ગુંથેલ રામ અને લક્ષમણનું સમગ્ર ચરિત શ્રવણ કરવામાં આવે છે, નક્કી તે દુર્ગતિના માર્ગને નાશ કરનાર થાય છે. ગ્રન્થકાર–પ્રશસ્તિ
આ મહા અર્થપૂર્ણ રામચરિત પહેલાં શ્રીવીરજિનેશ્વર ભગવતે કહ્યું, ત્યાર પછી ઈન્દ્રભૂતિ ગણધર મહારાજાએ ધર્મોપદેશરૂપે પોતાના શિષ્યોને કહ્યું. ફરી સાધુઓની પરંપરાથી લોકમાં સામાન્યરૂપે આ ચરિત આજ સુધી ટકી રહ્યું, વર્તમાનમાં વિમલ નામના આચાર્યે સુન્દર ઉકિતઓ સહિત ગાથાઓની ગુંથણ કરવા પૂર્વક આ રામચરિતની રચના કરી. શ્રીવીર ભગવન્ત સિદ્ધિ પામ્યા પછી દુષમકાળનાં પાંચ અને ત્રીશ વર્ષ વીત્યા પછી આ ચરિતની રચના કરી. બલદેવ અને વાસુદેવની સાથે લંકાધિપ રાવણને જે કંઈ પણ યુદ્ધ કરવાનું કારણ બન્યું, તે વિષયરૂપ માંસના અભિલાવી તુચ્છ સત્તને સ્ત્રી-નિમિત્ત પરમરણ થયું. તે વિદ્યાધર રાજા હજારે યુવતીઓથી શાન્તિ ન પામ્યું અને કામ પરવશ બનેલે આત્મા અન્ને નરકે ગયે. અનેક પ્રીતિપાત્ર પત્નીએથી લાલન-પાલન કરાતું હોવા છતાં પણ જે તૃપ્તિ ન પામે, તે પછી બીજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org