________________
[૧૧૮] રામનું નિર્વાણ--ગમન
: ૪૮૧ :
અતિ અલ્પ સંખ્યા પ્રમાણ પત્નીઓથી કેવી રીતે તૃપ્તિ પામે ? જે વિષયસુખમાં આસક્ત તેમજ તપ, નિયમ, સંયમથી રહિત પુરુષે છે, તેઓ મૂઢ થઈને રત્નને ત્યાગ કરે છે અને કાકિણી કાચ ગ્રહણ કરે છે. આ વેરના નિમિત્તભૂત પરનારીને સંસર્ગ પરલોકના હિતની ઈચ્છાવાળાએ ત્યાગ કરવો અને પારકી સ્ત્રીને હંમેશાં વર્જવી. મનુષ્ય સુકૃત કરવાના ફળરૂપે સંપત્તિઓના નિધાનપૂર્ણ સ્થાન મેળવે છે અને પાપ કરવાના ફલરૂપે દુર્ગતિ મેળવે છે. લોકમાં આ સનાતન સ્વભાવ પ્રસિદ્ધ છે.
આ જગતમાં કઈ કઈને આરોગ્ય, ધન કે મોટું આયુષ્ય આપતા નથી, કદાચ લેકમાં દેવે તે આપતા હોય તે લોકમાં ઘણા દુઃખી કેમ છે? આ પુરાણમાં કામ, અર્થ, ધર્મ અને મોક્ષ સર્વે વર્ણવેલા છે, તેમાંથી તમે અવગુણોને ત્યાગ કરીને માત્ર હિત ઉત્પન્ન કરનાર ગુણેને ગ્રહણ કરે આ લેકમાં બહુ કહેવાથી શો ફાયદો? આ જિનવરના શાસનમાં એક પદ માત્રથી તમે પ્રતિબોધ પામે અને હંમેશાં તેમાં રમણતા કરો. જિનશાસનના અનુરાગી બની તમે ઉત્તમ ધર્મનું સેવન કરો, જેથી નિવિદને જ્યાં બલદેવાદિકે ગયા છે, એવું શાશ્વત સિદ્ધિસ્થાન પામો. હે સર્વે -શ્રુતદેવતાઓ ! આ રાઘવ–રામના ચરિતને તમે હંમેશા પ્રશંસે કે, જેથી લોકે તેને વિષે ભક્તિવાળા બને. હે સૂર્યાદિક સમગ્ર ગ્રહે !'તમે ભવિક લોકેનું રક્ષણ કરે અને અંતિપ્રસન્ન સૌમ્યમનવાળા તેમ જ જિનવર ધર્મમાં ઉદ્યત મતિવાળા બનો. આ ચરિત્રમાં કંઈ પણ ન્યૂન કે વધારે પ્રમાદ દોષથી લખાયું હોય, તે તેમાં તમો પૂર્તિ કરજે. હે પંડિતજનો ! આ વિષયમાં જે કંઈ પણ ત્રુટિ રહેવા પામી હોય, તે સર્વ તમો ક્ષતય ગણશે. જેણે સ્વસમય અને પરસમયના સદ્દભાવ ગ્રહણ કરેલા છે, એવા રાહુ નામના આચાર્યના નાગિલકુલ વંશને આનન્દ કરાવનાર એવા તેને વિજય નામના શિષ્ય હતા, તેના વિમલ આચાર્ય નામના શિષ્ય પૂર્વમાંથી સાંભળીને લમણ અને રામના ચરિત્રવાળું રાઘવચરિત્ર રચ્યું. તેની ભક્તિથી ભાવિત મનવાળા અભિમાનમત્સરરહિત જે મનુષ્ય આ ચરિત્ર સાંભળે, તે સુપુરુષને આ વિમલ ચરિત્ર બોધિ કરનાર થાઓ. (૧૧૮) પવચરિત વિષે “રામ-નિર્વાણુગમન” નામના એક અઢારમા પર્વને આગમ દ્ધારક આચાર્ય શ્રી આનન્દસાગરસૂરિના શિષ્ય આ. શ્રી હેમસાગર–
સુરિએ ગૂજનુવાદ પૂર્ણ કર્યો [ સં. ૨૦૨૫ શ્રાવણ શુક્લ ૧ ગુરુવાર–તા. ૧૪-૮-૬૯ શ્રીગેડીજી પાર્શ્વનાથ
જૈન ઉપાશ્રય પાયધુની, મુંબઈના ચાતુર્માસ દરમ્યાન ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org