________________
અનુવાદક-પ્રશસ્તિ
સુંદર વૌરાષ્ટ્રશે શોભાયમાન સિદ્ધગિરિ-સાંનિધ્યે શત્રુંજી નદીતીરે જીરાગામ (છારોડનિવાસી દેશી દેવચંદ પુરુત્તમ અને સદમ-શીલશાલિની ઝમકબેન દેવચંદના અનુક્રમે હીરાચંદ, ધનજીભાઈ તથા અમરચંદ નામના ત્રણ સુપૂત્ર અને વિજકાર, સમરત, હીરાબેન અને પ્રભાવતી નામની ચાર પુત્રીઓ હતી. પોતાનાં બાળકોને શહેરમાં વ્યાવહારિક સાથે ધાર્મિક શિક્ષણ મળે અને દેવ-ગુરુનો સમાગમ શહેરમાં સહેલાઈથી મળી શકે તેમ ધારી પિતાજીએ સંવત ૧૯૬૯ના વૈશાખ મહિને સર્વ કુટુંબને સુરતમાં લાવ્યું અને બાળકને વ્યાવહારિક અને ધાર્મિક શિક્ષણ આપવા સાથે ધાર્મિક સંસ્કાર આપ્યા. ૫૦ પૂ આગમોદ્ધારક આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના સમાગમથી આખું કુટુંબ વિશેષ ધર્માનુરાગી બની ગયું. દરમ્યાન દેવચંદભાઈ અને ઝમકબેન ઉપધાન તપ, નવપદાળ, નિરંતર ગુરુભક્તિ, સુપાત્રદાન, વ્યાખ્યાન-શ્રવણ, પૌષધ, પ્રતિક્રમણાદિ શ્રાવકૅચિત સર્વ ધર્મકરણીમાં તત્પર રહેતા હતા. દરમ્યાન સં. ૧૯૮૧ ની સાલમાં દેવચંદભાઈને ક્ષાના મનોરથ થવાથી ૫૦ પૂ આગમોહારક સૂરીશ્વરજી પાસે સહકુટુંબ અજીમગંજ, મુર્શીદાબાદ જઈ તેમના શુભ હસ્તે ઘણા જ આડંબર અને ત્યાંના ધનપતિ, ધમિધો, સાધર્મિક ભક્તિ-પરાયણ, ધર્માનુરાગી બાબુ-શ્રાવકેના પૂર્ણ ઉત્સાહ સાથે દીક્ષા અંગીકાર કરી અને મુનિ શ્રીદેવસાગરજી મહારાજ એવું નામ સ્થાપન કર્યું. તે સમયે માતાજીએ અને મેં કેટલાક વ્રત-નિયમો અંગીકાર કર્યા અને સમેતશિખરજી તીર્થ અને નગરીઓની યાત્રાએ કરી. ડાં વર્ષ પછી સદ્દગુરુ-સમાગમ યોગે કાયમી બ્રહ્મચર્યવ્રત અંગીકાર કર્યું. મુંબઇમાં રહી મોતીને વ્યવસાય કરવા સાથે નિરંતર સામાયિક, ધાર્મિક-વાંચન, પૂજા, પ્રતિક્રમણ, વર્ધમાન તપની આરાધના ઇત્યાદિકમાં સમય પસાર થતો હતો. કુટુંબની જવાબદારી મારી હોવાથી કુટુંબને ભાર ઉઠાવનાર ના ભાઈ તૈયાર ન થાય ત્યાં સુધી માતાજી ક્ષિાની રજા ન આપતાં હેવાથી છેડે સમય રોકાવું પડયું. પરંતુ આયુષ્યની ચંચળતા લાગવાથી કોઈ પ્રકારે માતાજીને અને સ્વજનોને સમજાવી સંવત ૧૯૮૪ના વૈશાખ શુકલ એકાદશી-શાસનસ્થાપનાના શુભ દિવસે અમદાવાદમાં હઠીભાઈ શેઠની વાડીના દેરાસરજીના ચોકમાં ચતુવિધ શ્રીસંધ, સ્વજન-કુટુંબિવર્ગની પૂર્ણ હાજરીમાં ૫૦ પૂ આગમહાર આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના શુભહસ્તે મેં (હીરાચંદ) અને લઘુબંધુ અમરચદે દીક્ષા અંગીકાર કરી અને મુનિ શાહમસાગરજી મ. અને મુનિ શ્રીઅમરેન્દ્રસાગરજી મ. નામ સ્થાપન કર્યા. કેટલાક સમય પછી વિજ કેરબેને અને હીરાબેને પણ દીક્ષા અંગીકાર કરી, જેમનાં સાધી શ્રીદિનેન્દ્રીજી અને હર્ષલતાશ્રીજી નામ સ્થાપન કરવામાં આવ્યાં.
સતત ગુસ્કુલવાસમાં રહી અનુક્રમે રહણ-આસેવન-શિક્ષા, વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, ન્યાય, આગમાદિ શાસ્ત્રનું યથાશક્તિ અધ્યયન કર્યું. સં. ૧૯૯૯ કપડવંજના ચાતુર્માસમાં પપૂ આગમેદ્વારકત્રીના શુભતે તેમના દબાણથી શ્રીભગવતીસૂત્રના ગોદહન કર્યા. આ વદિ ૨ અને ૩ ના દિવસે આગમ દ્વારકત્રીજીના શુભહસ્તે અનામે ગણી અને પંન્યાસ-પદવીઓ થઈ. સં. ૨૦૦૭ ની સાલમાં સૂરત નગરે ૫૦ પૂ૦ ગચ્છાધિપતિ આચાર્ય મહારાજ શ્રીમાણિજ્યસાગરસૂરિજીના વરદ હસ્તે અનિચ્છાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org