Book Title: Paumchariya
Author(s): Hemsagarsuri
Publisher: Vallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai

View full book text
Previous | Next

Page 511
________________ : ૪૭૬ : પઉમચરિય-પચરિત્ર પાલે વડે મારના દુઃખને અનુભવ કરતા લક્ષમણને જોયા. તેની આગળ કરવત, અસિપત્ર, યંત્રો આદિ પીડા કરનાર હથિયારે દેખીને ભયથી વિહલ અને ધ્રુજતા શરીરવાળો તે સેંકડો પ્રાર્થના કરવા લાગ્યો કે, “મને ત્રાસ ન આપશે, દુઃખ ન આપશે, કાપશે નહિં. ત્યાં તે સુરેન્દ્ર રાવણને જે, વળી શબૂકને કહ્યું કે-હે પાપી! પહેલાં ઉપાજન કરેલા કેપનો આજે પણ હજુ તું ત્યાગ કરતો નથી? તીવ્રકષાયાધીન થએલા, ઈન્દ્રિયના વિષયવેગને ન રોકનારા, કૃપા વગરના તે આત્માઓ અહિં નરકમાં અનેક મહાદુઃખોને અનુભવ કરે છે. નારકીનાં દુઃખે સાંભળીને પણ ભવસમુદ્રમાં રહેલા જીવને દુઃખ ઉત્પન્ન થાય છે, તે પછી અહિં આટલાં દુખ સહન કરવા છતાં હજુ તને દુઃખને ભય કેમ ઉત્પન્ન થતું નથી ?' સીતેન્દ્રનું આ વચન સાંભળીને શબૂકને ધ શાન્ત થયો. ત્યાર પછી દેવ લક્ષમણ અને રાવણને કહેવા લાગ્યા કે, મારા તરફનો ભય અને ઉદ્વેગ છેડીને શાન્તિથી મારું વચન સાંભળો. પૂર્વભવમાં વિરતિ ન પામવાના કારણે આવું ભયંકર દુઃખ તમે પામ્યા છે. દિવ્યવિમાનમાં આરૂઢ થએલા દેવને દેખીને રાવણુ અને લક્ષમણ તેને પૂછવા લાગ્યા કે, “અમોને સાચી હકીકત કહે કે, તમે અહિં ક્યાંથી આવ્યા છે, તેમ જ તમે કોણ છે ?” ત્યારે સીતેન્દ્ર દેવે તેઓને કહ્યું કે, “પૂર્વભવમાં હું લમણના ભાઈ અને રામની પત્ની સીતા હતી ઈત્યાદિક યથાર્થ વૃત્તાન્ત જણાવ્યું અને તમને પ્રતિબંધ કરવાના કારણે હું અહિં આવેલ છું. પિતાને વૃત્તાન્ત સાંભળીને તે બંને પ્રતિબંધ પામ્યા અને લજજાયુક્ત બુદ્ધિવાળા તે બંને દીનવદન કરીને ભવ હારી ગયાને શોક કરવા લાગ્યા. આપણને ધિક્કાર થાઓ કે, તે સમયે મનુષ્ય જન્મમાં આપણે ધર્મ ન કર્યો, તે કારણે અહિં અત્યારે નરકની અંદર આપણું ભયંકર અવસ્થા થઈ છે. તે ઉત્તમ દેવ ! ખરેખર તમે ધન્ય છે કે, જેઓ વિષયસુખોનો ત્યાગ કરીને, જિનવરના ધર્મમાં અનુરાગ કરીને દેવની સમૃદ્ધિ પામ્યા. કરુણુવાળા દેવે તે બંનેને કહ્યું કે, “તમે ભય ન પામે. તમને અહિં નરકમાંથી ઉચકીને હું દેવલોકમાં લઈ જઈશ.” કેડનું બંધન મજબૂત બાંધીને તે દેવ તેઓને ઉચકવા લાગે, પરન્તુ અમિથી તપાવેલ માખણ પીગળી જાય, તેમ તેમના શરીર પકડી શકાતાં નથી, તરત પીગળી જતાં હતાં. ઈન્ટે લઈ જવાના સર્વ પ્રકારના ઉપાયે કર્યા, પરંતુ તેમાં નિષ્ફળ થયા, ત્યાં નારકીમાં રહેલા લક્ષમણે અને રાવણે કહ્યું કે, “હે દેવ ! અમારું વચન સાંભળો. હે સુરાધિપ ! તમે હવે જલદી આરણ-અર્ચ્યુત ક૯૫માં પધારો. પાપથી ઉપાર્જન કરેલ મહાદુઃખ અમારે ભોગવવું જ પડશે. વિષયરૂપી માંસના ટુકડામાં લુબ્ધ બનેલા નરકમાં રહેલા અતિદુઃખ પામેલાઓ નિરન્તર પરવશ થએલા જીવને દેવે પણ બચાવી શકતા નથી.” હે દેવ! અમને આ દુઃખથી મુક્ત કરવા માટે તમે અસમર્થ છે. હવે તેનું કરે છે, જેથી કરીને ફરી નરકગતિમાં ગમન કરવાની બુદ્ધિ ન થાય. ત્યારે દેવે પ્રગટ શ્રેષ્ઠ ઉત્તમ સુખદાયક શુદ્ધ એવા સમ્યફ-દર્શન-રત્નને પરમ આદરપૂર્વક ગ્રહણ કર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 509 510 511 512 513 514 515 516 517 518 519 520