Book Title: Paumchariya
Author(s): Hemsagarsuri
Publisher: Vallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai

View full book text
Previous | Next

Page 509
________________ : ૪૭૪ : પઉમરિય-પદ્મચરિત્ર રિકાઓએ કણને મનહર લાગે તેવાં મધુર ગીતો ગાયાં, તેમ જ કટાક્ષવાળી અને વિકાર ઉત્પન્ન કરનારી દષ્ટિ ફેંકીને નૃત્યારંભ કર્યો. ચન્દન, કસ્તૂરી, કેસરથી ચક્રાકારે ચીતરેલા સ્તને બતાવતી કેટલીક નાચ કરવા લાગી કે જે કઈ સામાન્ય ધર્યા વગરના પુરુષ હોય તે તેનાં મનને ક્ષોભ થયા સિવાય રહે નહિ. વળી બીજી કઈ કામિની કહેવા લાગી કે, “હે સ્વામી! આ યુવતીઓએ અમોને અતિગાઢ ઉદ્વેગ કરાવ્યું છે, તેથી શીઘ અમે તમારે શરણે આવેલી છીએ. કેઈક યુવતી વિવાદ કરતી કરતી ત્યાં આવીને પૂછવા લાગી કે, “હે રાઘવ! આ નજીકમાં મહમહતી સુગન્ધવાળી કઈ વનસ્પતિ છે? કઈક દેવયુવતિ બાહુ ઉંચે લંબાવીને દૂર રહેલી અશકલતિકા ઉપર પુના ગુચ્છા તોડતી અને તે બાને સ્તનયુગલ બતાવતી હતી. આ અને તેને સરખા મન શોભાવનાર ઘણું શૃંગારિક હાવભાવવાળાં કરણ અને ચેષ્ટાઓ કરી. પરંતુ ધીરમનવાળા રામદેવ મુનિવર ક્ષેભાયમાન ન થતાં વિશેષ પ્રકારે ધ્યાનમાં મગ્ન થયા. જ્યારે સીતેન્દ્રદેવે વિમુર્વણાઓ કરી ક્ષેભ પમાડવા પ્રયત્ન કર્યો, તો તેમાં અડોલ રહ્યા ત્યારે રામનું સમગ્ર કર્મ-શત્રુબલ પલાયન થવા લાગ્યું. માઘ મહિનાના શુક્લ બારશના રાત્રિના પાછલા પહોરમાં રામને સર્વ આવરણ–રહિત કેવલજ્ઞાન પ્રગટ થયું. આ બાજુ રામને કેવલજ્ઞાન પ્રગટ થયું-એમ જાણીને તેમની પાસે તમામ દેવપરિવારે આવવા લાગ્યા. હાથી, ઘોડા, બળદ, કેસરીસિંહ, યાન-વિમાન વગેરે ઉપર આરૂઢ થઈને આવેલા દેવોએ રામની નજીક આવતાં પિતાનાં વાહનો ત્યાગ કરીને ત્રણ પ્રદક્ષિણા ફરીને વન્દના કરી. ત્યાર પછી સીતા-ઈજે પણ ત્યાં કેવળને મહોત્સવ કરીને સેંકડો સ્તુતિ-સ્તોત્રે રચના-જના કરવા પૂર્વક રામને પ્રણામ કર્યા. “ઘણા દુઃખરૂપ જળથી પૂર્ણ, કષાયારૂપી ભયંકર મત્સ્યોથી ભરપૂર, ભયના આવવાળા સંસારરૂપી મહાસમુદ્રથી સંયમરૂપ નાવમાં આરૂઢ થએલા તમે તરી ગયા. ધ્યાનરૂપી પવનને રોગ પામેલા, વિવિધ તાપરૂપ મહાઈધનવડે સળગાવેલ, જ્ઞાનરૂપ અગ્નિવડે હે રાઘવ ! તમે જન્મરૂપી અટવીને બાળીને ખાખ કરી નાખી. વિરાગ્યરૂપી મોગરવડે હે નાથ ! તમે મોહ-પાંજરાને ભૂકો કરી નાખે, વળી ધીર એવા તમે ઉપશમરૂપ શૂલથી મોહશત્રુને વીંધી નાખ્યો છે. વળી દેવ સ્તુતિ કરતાં કહેવા લાગ્યો કે, “હે મુનિવૃષભ ! સંસારરૂપી મહા અટવીમાં ભ્રમણ કરતા કેવલજ્ઞાનાતિશયને પ્રાપ્ત કરનાર તેમ જ ભવનો વિનાશ કરનાર એવા આપનું મને શરણ હેજે. હે રાઘવ ! ઘણું દુઃખાવર્ત અને અરતિકલેલયુક્ત એવી આ સંસાર-નદીમાં ડૂબી રહેલ જ્ઞાનરૂપી હાથના અવલંબનથી મને પાર ઉતારે.” ત્યારે મુનિવૃષભ રામે કહ્યું કે, “આ દોષાશયવાળા રાગને તું ત્યાગ કર, કારણ કે, “રાગ-રહિત થાય, તે મોક્ષ મેળવે છે અને રાગ કરનાર સંસારમાં પરિભ્રમણ કરે છે. હે સુરાધિપ! જેમ બે ભુજાથી સમુદ્ર પાર કરી શકાતે નથી, તેવી રીતે આ ભવસમુદ્ર શીલ-સંયમ–રહિત હોય, તેનાથી પાર કરી શકાતો નથી. જ્ઞાનરૂપી કાકના પાટીયાથી બનાવેલા તપ, નિયમ, પરિષહ-સહનરૂપ કઠિન બાંધેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520