Book Title: Paumchariya
Author(s): Hemsagarsuri
Publisher: Vallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai

View full book text
Previous | Next

Page 510
________________ [૧૧૮] રામનું નિર્વાણુ-ગમન ૧ ૪૭૫ : ધર્મરૂપ નાવથી સંસાર-સમુદ્રને પાર પામી શકાય છે. રાગ-દ્વેષથી સર્વથા મુક્ત થએલ તપ, નિયમ અને સંયમથી યુક્ત અડોલતાવાળા ધ્યાનમાં રહેલે પુરુષ નકકી સિદ્ધિ પ્રાપ્ત કરે છે-તેમાં સન્દ નથી. આ વચને સાંભળીને સીતાદેવ અતિશય તુષ્ટ થયે અને રામમુનિને નમસ્કાર કરીને તરત પોતાના વિમાનમાં પહોંચી ગયે. એ પ્રમાણે દેવે અને અસુરે કેવલજ્ઞાની રામમુનિવરને સ્તવને કામ કરીને પોતાના સ્થાને ગયા, ચન્દ્રના કિરણસમૂહ-સમાન વિમલ કાન્તિયુક્ત શરીરવાળા રામમુનિ પૃથ્વીમાં વિચરવા લાગ્યા. (૪૬) પાચરિત વિષે “રામને કેવલજ્ઞાન–ઉત્પત્તિ' નામના એક સત્તરમાં પવને ગૂર્જરાનુવાદ પૂર્ણ થયે [૧૧૭] |[૧૧૮] રામનું નિર્વાણ-ગમન હવે તે સીતેન્દ્ર નરકમાં રહેલા લક્ષ્મણના જીવનું સ્મરણ કરીને મન સરખા ત્વરિત વેગથી નીચે ઉતરીને તેને પ્રતિબંધ કરવા માટે પ્રયત્ન કરવા લાગ્યા. સીતેન્દ્ર પ્રથમ નારકીનું ઉલ્લંઘન કરીને ત્યાર પછી બીજી શર્કરા પ્રભા નામની નારકપૃથ્વીમાં, પછી ત્રીજી વાલુકાપ્રભા નામની નરકમૃથ્વીમાં, પછી ચેથી પંકપ્રભા નામની નારક–પૃથ્વીમાં પહોંચીને દુઃખ ભોગવી રહેલા નારકને જોવા લાગ્યા. પ્રથમ સીતેન્દ્ર ગાઢ કષાયના પરિણામવાળા રાવણના ભાણેજ શખૂકને ભયંકર અગ્નિ વગેરેના તીવ્ર દુઃખને અનુભવતે જે. બીજા પણ ત્યાં અગ્નિમાં ફેંકેલા દાઝતા, બૂમ પાડતા, વિવિધ ચેષ્ટા કરતા, દીન મુખવાળા નારકના જીવને જોયા. અહિં કેટલાક શાલ્મલી નામના કાંટાની પ્રચુરતાવાળા વૃક્ષને બાથ ભીડાવી ઉપર ચડાવે, વળી તેને નીચે ઉતરાવે એવા અનેક દુઃખી નારકીઓને દેખ્યા. પહેલાં કરેલા પાપવાળા એવા કેટલાક નારકીઓને ઘાણી – યંત્રમાં તલ પીલે, તેમ યંત્રમાં નાખી પીલાતા નારકીઓને જોયા. વળી બીજા નારકીઓને કુંભીભાજનમાં મસ્તક નીચે અને પગ ઉપર હોય તેમ રાખી અગ્નિની વેદના પમાડતા હતા. વળી કેટલાકને પરમાધામીઓ તલવાર, ચક્ર, મુદ્દગર આદિ આયુધથી હને કર્કશભૂમિ પર ગબડાવતા હતા, જેને ચીસ પડાવીને ચિત્તાએ, વાઘ અને સિંહ ફાડી ફાડીને ખાતા હતા. વળી કેટલાકને નરકપાલે અતિશય ઉકાળેલા સીસાતાંબાના રસ સરખા રુધિરને બળાત્કારથી પાતા હતા, વળી તલવારની ધાર સરખા તીક્ષણપત્રવાળા વનમાં ગએલાને શસ્ત્રોથી શરીર છોલતા હતા. નરકવાસીઓનાં આવા પ્રકારનાં દુઃખો દેખીને હૃદયમાં ઉત્પન્ન થએલા કારુણ્યવાળા સીતેન્દ્ર અતિશય શેક કરવા લાગ્યા. હવે ત્યાં આગળ સીતેન્દ્ર અગ્નિના કુંડમાંથી બહાર કાઢીને અનેક નરક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520