________________
[૧૧૦] લક્ષમણનું મરણ અને રામ તથા યુવતીઓને વિલાપ
: ૪૬૧ :
કરતી, રુદન કરતી યુવતીઓને દેખીને તેનું કરુણ હદય અધિક ગદગદ કંઠવાળું થતું ન હતું? આ પ્રમાણે રુદન કરતી યુવતીઓએ પિતે પહેરેલાં હાર, કડાં વગેરે આભૂષને ઉતારીને એટલા પ્રમાણમાં ફેંક્યાં કે, જેથી રાજ્યાંગણની ભૂમિ ઢંકાઈ ગઈ.
આ સમયે લક્ષ્મણને કાળ પામેલા સાંભળીને લવણ અંકુશ કુમારે સંવેગ અને વૈરાગ્ય પામ્યા. ધીર એવા તેઓ તત્કાલ ભેગોથી વિરાગ્ય પામ્યા. દેવેની અંદર પણ વિચારણા ચાલતી હતી કે, સંગ્રામમાં કોઈથી પણ ન જિતાય તેવા, બલ, વીર્ય અને પરાક્રમવાળા જે લક્ષ્મણ હતા, તે કાળશત્રુ વડે કેમ હણાયા? કેળના સ્તંભ સરખા સાર વગરના, દુઃખ આપનાર, દુર્ગતિ પમાડનાર અને ભેગની અભિલાષા કરનાર આ દેહથી સયું. ગર્ભાવાસથી ભય પામેલા, પરમરાગ્ય પામેલા પિતાને નમીને બંને ધીર બધુઓ મહેન્દ્રોદક(ય) નામના ઉદ્યાન તરફ પ્રયાણ કરવા લાગ્યા. અમૃતરસ નામના મુનિવરનું શરણ અંગીકાર કરીને પ્રસિદ્ધ યશવાળા તેઓ ઉત્તમ સંયમના ગુણોને ધારણ કરનારા થયા. એક બાજુ પુત્રોને વિયેગ, બીજી બાજુ સહોદરનું મરણ થયું, રામ ગાઢશેક–મહા આવત વાળા દુઃખ-સમુદ્રમાં પતન પામ્યા. હે શ્રેણિક રાજન ! આ રામને પુત્રે ઘણું પ્રિય હતા, પુત્ર કરતાં પણ અધિક વલ્લભ લક્ષમણ હતા, એટલે તેના વિયેગમાં રામ અતિશય દુઃખી થયા.
આ પ્રમાણે બધુજને સર્વ સાથે હોવા છતાં કર્મને ઉદય થાય છે, ત્યારે વિમલ ચેષ્ટાવાળા પુરુષને વૈરાગ્ય પામવા સરખો શક પ્રાપ્ત થાય છે. (૪૪)
પાચરિત વિષે “ લક્ષ્મણનું મૃત્યુ, રામ અને યુવતીઓના વિલાપ નામના એક દસમા પર્વને ગુજરાનુવાદ પૂર્ણ થયો. [૧૧]
[૧૧૧] રામને વિલાપ હે શ્રેણિક! તે યુગમાં મુખ્ય લક્ષમણ વાસુદેવ મૃત્યુ પામ્યા, એટલે બધુના નેહથી રામે સમગ્ર રાજ્યને ત્યાગ કર્યો. અતિશય મનહર ગન્ધવાળા, સ્વભાવથી કમળ પ્રાણરહિત લક્ષમણના દેહને સ્નેહના કારણે રામ છેડતા નથી. કેઈક વખત તેને સૂંઘ, વળી ચુમ્બન કરે, ખોળામાં સ્થાપન કરે, અંગને સ્પર્શ કરે, મહાશકાગ્નિથી બળી રહેલા રામ અધિક રુદન કરવા લાગ્યા. “હે વત્સ! તું સર્વથા નિસ્નેહીં બની શેકસમુદ્રમાં ડૂબાડીને મને એકલાને મૂકીને ક્યાં જવાની અભિલાષા કરે છે? હે દેવ ! તું જલદી બેઠે થા. મારા પુત્રએ તપોવનમાં પ્રયાણ કર્યું છે, જેટલામાં બહુ દૂર ન નીકળી જાય, તેટલામાં ત્યાં જઈને પાછા લાવ. હે વત્સ! હે ધીર ! તારા રહિત તારા વિયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org