________________
: ૪૬૪ :
પઉમચરિય-પદ્યચરિત્ર
આ જીવે અનન્ત સંસારમાં અનન્તા સ્વજને પ્રાપ્ત કર્યા, તે સર્વની ગણતરી કરીએ તે નદીઓ અને સમુદ્રોની રેતીની ગણતરીથી પણ અધિક સંખ્યા થાય. આ પાપી જીવે નરકની અંદર જે અશુચિ પદાર્થનું પાન અત્યાર સુધીમાં કર્યું હશે, તે સર્વ એકઠું કરીએ તે સ્વયંભૂરમણ સમુદ્રને જળસમૂહ પણ ઓછો લાગે. હે રઘુકુળમાં ઉત્તમ! આ સંસારની સ્થિતિ એવી વિચિત્ર છે કે, પુત્ર પણ પિતા થાય છે, પુત્રી પણ જન્માન્તરમાં માતા, બધુ અને વરી થાય છે. રત્નપ્રભા વગેરે નારકીઓનાં દુઃખ આ જીવે ઘણી વખત ભગવ્યાં, તે સાંભળીને ક ઉત્તમપુરુષ આ સંસારના સ્વજનને મેહ ન છોડે ? હે રાઘવ! તમારા સરખા સુજ્ઞ પુરુષ જે મોહથી આટલા ઘેરાય, તે પછી સામાન્ય મનુષ્યને ધર્ય પમાડવા માટે હે પ્રભુ! કેવી રીતે સમજાવી શકીએ? આવી રીતે કષાયદોષના આવાસ–સ્વરૂપ આ પોતાનું શરીર ત્યાગ કરવા યોગ્ય છે, તો પછી હે દેવ! અતિ વિમલ મન કરીને બીજાનું શરીર તમે કેમ ત્યાગ કરતા નથી? (૨૨)
પદ્મચરિત વિષે “ લક્ષ્મણના વિયોગમાં રામને બિભીષણે કહેલ વચન નામના એક બારમા પર્વને ગૂર્જરનુવાદ પૂર્ણ થયો. [૧૧]
[૧૧૭] કલ્યાણમિત્ર દેવનું આગમન
સુગ્રીવ વગેરે સુભટેએ નમન કરીને રામને કહ્યું કે-“હે મહાયશ! હવે આ લક્ષમણના દેહને છેલ્લે સંસ્કાર કરવા દો.” ત્યારે કલુષ મનવાળા રામે તરત જ તેમને કહ્યું કે, “દુર્જન સ્વભાવવાળા તમે સર્વે માતા-પિતા અને સ્વજને સહિત અધિક બળી જાઓ.” હે લમણ! ચાલ તું ઉભું થા, આપણે દેશાન્તરમાં ચાલ્યા જઈએ કે, જ્યાં આવાં ન સાંભળવા યોગ્ય દુર્જનનાં વચને આપણને ન સાંભળવાં પડે.” આ પ્રમાણે બેચર નેતાઓને તિરસ્કારીને અતિશકથી જળી રહેલા રામે લક્ષમણના નિઈવ દેહને ચુઅન કર્યું. “લક્ષમણ જીવતે છે.” એવા વિશ્વાસવાળા રામ લક્ષમણના દેહને પોતાના ખભા ઉપર ઉપાડીને બીજા દેશમાં ગયા. ભુજારૂપી પાંજરાથી આલિંગન કરીને સ્નાનપીઠ ઉપર સ્થાપન કરીને રામ સુવર્ણકળશથી લક્ષમણને સ્નાન કરાવવા લાગ્યા. વળી સવે રસીયાઓને લાવીને આજ્ઞા કરી કે, “જલદી ભેજનની સામગ્રી રાંધીને તૈયાર કરે, વિલમ્બ ન કરે.” આજ્ઞાને સ્વીકાર કરીને તેઓએ તથા સ્વામીના હિતવાળા પરિવારે તરત જ કરવા યોગ્ય સર્વ સામગ્રી તૈયાર કરી. રામ તેના મુખમાં ઓદનને કેળી મૂકે છે, પરંતુ અભવ્ય જેમ જિનવરધમની અભિલાષા કરતું નથી, તેમ તે સામે જતા નથી. હે લમણ! આ ઉત્તમ રસવાળે તેમ જ તેને ઈષ્ટ કમલની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org