________________
: ૪૭૦ :
પઉમચરિય-પદ્મચરિત્ર
આ પ્રમાણે બલદેવમુનિનું નિષ્ક્રમણ સાંભળીને તેવા મનવાળા થાઓ અને હંમેશાં જિનધર્મમાં તત્પર બની છે સત્પરુષે ! તમે વિમલ ચેષ્ટાવાળા બને. (૩૪)
પઘચરિત વિષે “બલદેવ રામનું નિષ્કમણુ” નામના એકસે ચૌદમા
પવને ગૂર્જરનુવાદ પૂર્ણ થયે [૧૪]
oooooo eeeee
[૧૧૫] રામના ભિક્ષા-ભ્રમણ પ્રસંગે નગર-સંભ
હવે કેઈક સમયે તે બલદેવ મુનિએ છડૂતપ કર્યા પછી પારણા માટે સ્પન્દનસ્થલી નામની મહાનગરીમાં પ્રવેશ કર્યો. મદોન્મત્ત હાથીની લીલાથી ગતિ કરતા, શરદના સૂર્ય સરખી કાન્તિવાળા, અતિશય રૂપ અને આકૃતિવાળા એવા તે મુનિને આવતા દેખીને લોકોને સમૂહ તેની સન્મુખ ગ અને તેને સત્કાર કરતા, પ્રશંસાનાં પુષ્પો વેરતા રામમુનિને વીંટળાઈ વળ્યા. સમગ્ર લોકે એકી અવાજે બોલવા લાગ્યા કે, “અહો ! તપ-સંયમ-યુક્ત અને રૂપવાળા આ સુન્દર નર વડે આ સમગ્ર ભુવન અલંકૃત થએલું છે. ધુંસરા-પ્રમાણ ભૂમિનું નિરીક્ષણ કરતા, શાન્ત કરેલા છે કષાયવાળા આશો જેણે, લાંબી ભુજાવાળા અત્યન્ત અભુત રૂપને ધારણ કરનારા, જગતને આનંદ આપનારા આ મુનિવર અત્યારે જઈ રહેલા છે. સર્વ લોકોથી વન્દન કરાતા તથા કૂદી કૂદીને નાચ કરતા, અધિક અધિક તાળીઓ પાડતા લોકો આનન્દ માણી રહેલા હતા, ત્યારે શાસ્ત્રમાં કહેલી વિધિથી ઈર્યાસમિતિ શોધતા શોધતા મુનિવરે ક્રમસર તે નગરીમાં પ્રવેશ કર્યો. ત્યારે શેરીના સમગ્ર માર્ગો લકેવડે કરીને ગીરદીથી ભરાઇ ગયા. “અરે ! સુવર્ણના ભાજનમાં રહેલ ક્ષીરજન તું જલદી લાવ, તેમ જ સાથે સાકર, દહિં, દૂધ પણ જલદી જલદી આણ, અરે! કપૂર અને સુગન્ધી વસાણા નાખેલા, ગોળ અને સાકરથી મિશ્રિત કરેલા મનહર ઉત્તમ સ્વાદયુક્ત લાડવા અહિં જલ્દી લાવ. સુવર્ણથાળ અને કચોળા, સુવર્ણના પ્યાલા વગેરે ભાજનેમાં દઢભક્તિવાળી નારીઓ ઉત્તમ પ્રકારને આહાર લાવીને મુનિને નિમંત્રણ કરે છે. કમ્મર બાંધેલા કેટલાક પુરુષે સુગન્ધિ જળપૂર્ણ સુવર્ણના કળશે આગળ ધરે છે. એક બીજાને આડે આવીને નિમંત્રતા હતા. નગરજને મુનિવરને વિનંતિ કરતા હતા કે, “હે મુનિવર ! આ તદ્દન પરિશુદ્ધ-ક૯પે તેવા વિવિધ રસ અને ગુણવાળા ઉત્તમ આહાર ગ્રહણ કરો.” દઢ કઠિન અભિમાન કરનારા ભિક્ષાદાન આપવામાં ઉદ્યમ કરનારા કેટલાક ઉતાવળ કરીને ભાજન હાથમાં લઈ જતા હતા, પરંતુ અનેકના હાથમાંથી ભાજન પડી જતાં હતાં. આવી રીતે નગરલોકે મેટો કલરવ કરતા હતા, તે સમયે ઘણું હાથીઓ તેમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org