Book Title: Paumchariya
Author(s): Hemsagarsuri
Publisher: Vallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai

View full book text
Previous | Next

Page 501
________________ : ૪૬૬ : પઉમચરિય-પદ્યચરિત્ર લાગ્યા કે, અરે મૂર્ખાઓ! આ સુકાએલા વૃક્ષને જળસમૂહથી કેમ સિંચે છે? બળદનાં કલેવર જોડીને બીજાની સાથે હળને કેમ વિનાશ કરો છો? પાણીને ગમે તેટલું વલોવવાથી કદાપિ તેમાંથી માખણ થતું નથી, તેમ રેતી પીલવાથી કોઈ દિવસ તેલની પ્રાપ્તિ થતી નથી. મોહ-અજ્ઞાનથી ઘેરાએલા જે કાર્યને ઉદ્યમ કરે, તો પણ તેઓના કાર્યની સિદ્ધિ થતી નથી, માત્ર વિપરીત બુદ્ધિવાળાઓને શરીરને ખેદ થાય છે. ત્યારે હવે કૃતાન્તદેવે રામને કહ્યું કે, તમે પણ સ્નેહરૂપ મહામહને ગ્રહ વળગેલે હેવાથી કંટાળ્યા વગર નિજીવ લક્ષમણના કલેવરને વહન કરી રહેલા છે. તે લક્ષમ ના પ્રાણરહિત દેહને આલિંગન કરીને રામે તેને કહ્યું કે, “અમંગલ શબ્દ બોલીને તું લમણને કેમ તિરસ્કારે છે?” જેટલામાં કૃતાન્ત સારથી-દેવ સાથે રામને મોટો વિવાદ ચાલી રહેલો હતો, ત્યારે જટાયુદેવ રત્નમય મૃતના કલેવરને ખાંધ ઉપર વહન કરતે ત્યાં આવી પહોંચ્યો. સન્મુખ આવતા તેને દેખીને રામ કહેવા લાગ્યા કે, “મૂર્ખાઈ કરીને આ કલેવરને ખાંધ ઉપર કેમ વહન કરી રહેલ છે ત્યારે દેવે રામને કહ્યું કે, “તું પણ વિવેક વગરને બાલક કરતાં પણ ઓછી બુદ્ધિવાળે થઈને પ્રાણરહિત મડદાને ખાંધ પર વહન કરી રહેલ છે. વાળના અગ્રભાગ જેટલો પારકાને અલ્પષ જલ્દી જેવાય છે, પરંતુ મેરુ એટલે પિતાને મહાન્ દેષ તને દેખાતું નથી. તમને દેખીને અત્યારે મને ઘણી પ્રીતિ ઉત્પન્ન થાય છે; “સરખે સરખાને ચેગ થાય, ત્યાં હંમેશાં અનુરાગ થાય છે.” લોકોમાં આવી કહેવત પ્રચલિત છે. - આ જગતમાં સર્વ બલબુદ્ધિવાળાઓ, પહેલાના પિશાચો અને મહિને આધીન થએલા છે, તેઓના તમે રાજા છે અને હું પણ તમારી આગળ ચાલીશ અને લોકોમાં જાહેર કરીશ કે, “અમે બંને મેહાધીન થયા છીએ, જેથી ઉન્મત્તપણનું વ્રત ગ્રહણ કરીને લોકોને ગાંડા કરતા આપણે પૃથ્વીમાં પરિભ્રમણ કરીએ છીએ.” દેવોએ કહેલાં આ વચને સાંભળીને મોહ શિથિલભાવને પામ્યા, એટલે લજજા પામેલા રામ ગુરુનાં વચને સ્મરણ કરવા લાગ્યા. જેમાં મોહરૂપી મેઘનાં પડેલો પૂરા થયાં છે, પ્રતિબોધ કરનાર વિમલ કિરણોથી યુક્ત શરદકાળના ચન્દ્ર સરખા દઢ ધૃતિવાળા તે રામ શોભવા લાગ્યા. ભજન કરવાની ઈચ્છાવાળાને જેમ મનને અભિલષિત ભજનની પ્રાપ્તિ થાય, તૃષિત મનુષ્યને જળપૂર્ણ સરોવર દેખવામાં આવે, વ્યાધિથી પરેશાન થએલા શરીરવાળાને મહાઔષધની પ્રાપ્તિ થાય, તે જ પ્રમાણે દુઃખ પામેલા રામને ગુરુવચનનું સ્મરણ થયું. નરવૃષભ પ્રતિબોધ પામ્યા, વિકસિત કમલપત્ર સરખા નેત્રવાળા રામ વિચારવા લાગ્યા કે, “ખરેખર હું મેહરૂપી અબ્ધ કૂપમાંથી બહાર નીકળ્યો. ગ્રહણ કરેલા ધર્મના પરમાર્થવાળું તેનું મન નિર્મળ થયું, શરદસમયના સૂર્ય બિમ્બ સમાન મેહપડલના મલમુક્ત રામ હવે નિર્મલા મનવાળા જણાવા લાગ્યા. જાણે બીજે જન્મ લીધે હોય, તેમ સંવેગ પામેલા રામ નિર્મલ મનથી ચિત્તવવા લાગ્યા કે, “સંસારની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520