________________
[૧૧૭] કલ્યાણમિત્ર દેવનું આગમન
૪ ૪૬૫ ૯ સુન્દર સુગન્ધવાળો કાદમ્બરીને આસવ છે, તેને પ્યાલામાં ગ્રહણ કરી તેનું પાન કર. વવીસ, વીણા, બંસી, સારંગી વગેરે વાજિંત્રો સાથે ગન્ધર્વોનાં ગીતે, વિવિધ નાટકે સતત ચાલુ રાખીને રામની આજ્ઞાથી તેની સ્તુતિ કરવા લાગ્યા. સર્વ કા છોડીને મૂઢ હૃદયવાળા રામ આ અને આવી બીજી ચેષ્ટાઓ તેની સન્મુખ કરવા લાગ્યા. તે સમયે આ વૃત્તાન્ત જાણુને રણઉત્સાહવાળા ચારુ, વજમાલી, રત્નખ્યાતિ, સુન્દપુત્રો વગેરે શત્રુઓ બોલવા લાગ્યા કે, “નિર્ભય બનેલા તેણે અમારા ગુરુઓનો વધ કરીને પાતાલપુરમાં વિરાતિને રાજ્ય સ્થાપન કર્યો. જે સમયે સીતાનું અપહરણ થયું, ત્યારે ત્યાં સુગ્રીવની સહાય મેળવીને લવણસમુદ્રને ઉ૯લંઘન કરીને અનેક દ્વીપનો વિનાશ કરતો હતો, તે લક્ષમણે અનેક વિદ્યાઓ પ્રાપ્ત કરી, યુદ્ધમાં ચકથી રાવણને હ, લંકા અને સર્વે ખેચને વશ કર્યા. તે જ લક્ષમણ આજે કાળચક્રથી હણાયે અને તેણે પહેલેકમાં પ્રયાણ કર્યું. રામ પણ તેના વિરહમાં મોહથી અધિક વશ બનેલો છે, મેહના વળગાડવાળા રામ આજથી માંડીને છ મહિના સુધી ભાઈના નિજીવ શરીરને ખભે ઉપાડી સર્વ વ્યાપારે છોડીને આ સ્થિતિમાં ભ્રમણ કરે છે. એટલે લક્ષમણ અને રામના વિરોધીઓ એકઠા થઈને પિતા પોતાના સેના પરિવાર–સહિત બખ્તર પહેરી હથિયાર સજીને સાકેતપુરીએ આવી પહોંચ્યા. * વજા માલી, સુદપુત્રના પરિવારને આવેલા સાંભળીને યમરાજાના દંડ સરખા વજાવત ધનુષને રામે લાવ્યું. આવેલા તે ધનુષને ગ્રહણ કરીને લક્ષ્મણને ખોળામાં બેસાડીને ત્યાર પછી રામે યમરાજા સરખી પિતાની દષ્ટિ શત્રુના સિન્ય તરફ ફેંકી. આ સમયે દેવલોકમાં દેવનાં આસનો કપ્યાં. ત્યાં માહેન્દ્રકલ્પવાસી જટાયુપક્ષી તથા જે કૃતાન્ત નામને સારથી દેવ થયો હતો, તેમનું આસન પણ ચલિત થયું, અવધિજ્ઞાનના વિષયથી શોકાતુર રામને જાણીને દેએ કેશલાપુરીમાં શત્રુન્યને પ્રવેશ કરતું અટકાવ્યું. સ્વામીના ગુણનું સમરણ કરીને દેવો કેશલાપુરીમાં આવ્યા અને સેન્ય-સમૂહથી ચારે બાજુ શત્રુન્ય ફરતે ઘેરો ઘાલ્યો. સુરસૈન્યને દેખીને ભય પામેલા વિદ્યાધરો હથિયાર છોડીને એક બીજાને ઉલ્લંઘન કરતા પિતાની નગરી તરફ નાસવા લાગ્યા. પિતાના નગરની નજીક પહોંચીને બેલવા લાગ્યા કે, હવે બિભીષણને મુખ કેવી રીતે બતાવી શકીશું? હવે નિર્લજજ અપમાનિત થએલા, દુર્જનના સ્વભાવ સરખા હવે તેની નગરીમાં કેવી રીતે પ્રવેશ કરે? ઈન્દ્રજિતના પુત્રો તથા સુન્દના પુત્રોને સંવેગ ઉત્પન્ન થયે, એટલે રતિવેગ નામના મુનિવર પાસે દીક્ષા અંગીકાર કરી. શત્રુભય દૂર થયો, એટલે ઉત્તમ દેએ રામની નજીકના સ્થાનમાં તેને પ્રતિબંધ કરવા માટે સુક્કા વૃક્ષો ઉત્પન્ન કર્યા. વળી એક હળમાં બળદનાં કલેવરને જોડીને ત્યાં જટાયુદેવ તેને ચલાવવા પ્રયત્ન કરે છે અને બીજ-સમૂહ વેરે છે. શિલાતલ ઉપર પાણી છાંટીને પકમળો રેપે છે, વળી જટાયુદેવ તેલ પીલવાનાં યંત્ર ઉપર આરૂઢ થઈને રેતી પીલે છે. આ અને આવાં નિષ્ફળ થવાનાં બીજાં કાર્યો કરી રહેલા લોકોને રામદેવ પૂછવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org