Book Title: Paumchariya
Author(s): Hemsagarsuri
Publisher: Vallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai

View full book text
Previous | Next

Page 502
________________ [૧૧૩] કલ્યાણમિત્ર દેવાનું આગમન : ૪૬૭ : સ્થિતિ કેવા પ્રકારની છે? સહસારની અંદર પરિભ્રમણ કરતાં કરતાં મહામુશ્કેલીથી પહેલાં ન મેળવેલા મનુષ્યજન્મ મે' પ્રાપ્ત કર્યાં છે. આ વસ્તુ હું જાણુ છુ, છતાં હજી મૂઢ અન્ય છુ ! : આ સ'સારમાં અનેક પ્રકારના બન્ધુએ, સ્વજના, મિત્રા, કલા મેળવવા સુલભ છે, માત્ર જો દુર્લભ હાય તા જિનેશ્વરે કહેલ એક આધિ-સમ્યક્ત્ત્તરત્ન મેળવવું મહામુશ્કેલ છે. આ પ્રકારે રામને પ્રતિખાધ પામેલા જાણીને દેવા ર્ષિત મનવાળા થઈને ત્રણે ભુવનમાં આશ્ચર્ય ઉત્પન્ન કરનારી પાતાની સમૃદ્ધિ દેખાડવા લાગ્યા. કઇ સમૃદ્ધિ ? મનેાહર સુગન્ધવાળા મૃદુ પવન વાવા લાગ્યા, યાન–વિમાનાથી આખું આકાશતલ ઢંકાઇ ગયું, દેવાંગનાએ ઉત્તમવીણાના મધુર સ્વર સહિત મનેાહર કપ્રિય ગીત ગાવા લાગી. આ સમયે તે અને દેવા રામને પૂછવા લાગ્યા કે–‘હે નરાધિપ ! તમે તમારા દિવસે સુખમાં કેવી રીતે પસાર કર્યા ?' ત્યારે રામે તેમને પ્રત્યુત્તર આપ્યા કે, · પુણ્યરહિત મને કુશલ-પ્રાપ્તિ તેા કથાંથી જ હાઇ શકે ? જગતમાં ખરેખર તેઓ જ કુશલ છે કે, જેઓને જિનવર ઉપર દૃઢ ભક્તિ છે. હવે હું તમને પૂછું છું, તેને સ્પષ્ટ પ્રત્યુત્તર આપે! કે, દેખવા માત્રથી ચન્દ્ર સરખા સૌમ્યવદનવાળા તમા કાણુ છે ? અને કયા કારણથી આવું વિચિત્ર વર્તન કરી દેખાડયુ ?” ત્યારે જટાયુદેવે કહ્યુ` કે-તે સમયે દંડકારણ્યમાં મુનિનાં દન થયાં હતાં, ત્યારે તમારી પાસે એક ગીધ આવ્યેા હતા. હે નરપતિ ! તમારી ગૃહિણી સીતાએ તમારી ઈચ્છાનુસાર તેનું લાંબા સમય સુધી લાલન-પાલન કર્યું. હતું, સીતાના અપહરણ સમયે રાવણે જેને હણી નાખ્યો હતા, મરતા એવા તેને તમે સીતાના વિયાગમાં આકુળ અનેલા હોવા છતાં કૃપાથી પાંચ મહાપુરુષયુક્ત નવકાર સંભળાવ્યો હતા. ત્યાં મૃત્યુ પામીને હે સ્વામી ! તમારી કૃપાથી અને નમસ્કાર–મહામ`ત્રના શ્રવણ-પ્રભાવથી માહેન્દ્ર નામના ચાથા દેવલાકમાં મહાઋદ્ધિવાળા હું દેવ ઉત્પન્ન થયા. હે રઘુપુત્ર ! તિય ચભવમાં દુઃખાનુભવ કરતાં મે દેવલાક પ્રાપ્ત કર્યા, તે કારણે આટલા સમય હું તમાને ભૂલી ગયા. રામ ! હવે જ્યારે તમારા છેલ્લા સમય આવ્યા, ત્યારે અમૃતા પાપી હું અહિં તમારી પાસે આવ્યો, હવે થાડા પણ પ્રત્યુપકાર કરુ’ હવે જે રામના કૃતાન્ત નામના સેનાપતિ દેવ થયા હતા, તે કહેવા લાગ્યા કે, હું તમારા કૃતાન્તમુખ નામના સેનાપતિ હતા, તે દેવપણે ઉત્પન્ન થયેા.’ હે સ્વામિ ! આ ત્રણે ભુવનમાં જે ઉત્તમ પદાર્થ હોય, તે સ* હું તમારા સાંનિધ્યમાં અત્યારે હાજર કરુ', માટે આપ આજ્ઞા કરે.' ત્યારે રામે કહ્યું કે, · શત્રુસૈન્ય ભાગી ગયું, તમેાએ મને પ્રતિબધ પમાડ્યો, કલ્યાણમુખવાળા તમને દેખ્યા, આટલી વસ્તુ શી ઓછી છે કે બીજું માગુ' ?' એ પ્રમાણે વાર્તાલાપ થયા પછી રામને કહીને દેવાએ પેાતાના સ્થાન તરફ પ્રયાણ કર્યું, જિનવર ભગવન્તના ધર્મના પ્રભાવથી સ્વર્ગમાં ઉત્તમ સુખ ભોગવતા હતા. ત્યાર પછી પ્રિય–ઉત્તમ વૈભવથી લક્ષ્મણના દેહના સસ્કાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520