Book Title: Paumchariya
Author(s): Hemsagarsuri
Publisher: Vallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai

View full book text
Previous | Next

Page 494
________________ [૧૧] લક્ષ્મણનું મરણ અને રામને વિલાપ હવે ત્યાં કુતૂહલી રત્નસૂલ અને મણિશૂલ નામના બે દેવ રામ અને લક્ષમણના નેહની પરીક્ષા કરવા માટે તેમની પાસે આવ્યા. “રામને મૃત્યુ પામેલા જાણીને લક્ષમણ કેવી કેવી ચેષ્ટાઓ કરે છે? રેષાયમાન થાય છે કે ક્યાં જાય છે કે શું વચન બોલે છે? અથવા શકાતુર થએલા તેના મુખચન્દ્રને દેખીએ.” એવા પ્રકારની બંને દેવોએ મંત્રણા કરીને સાકેતપુરીમાં પ્રવેશ કર્યો. દેએ રામના ભવનમાં પ્રવેશ કરીને ઉત્તમયુવતીઓના વિલાપ સરખો “રામ મૃત્યુ પામ્યા, રામ મૃત્યુ પામ્યા” એ શબ્દ કર્યો. રામ મૃત્યુ પામ્યાએવા શબ્દ સાંભળીને યુવતીઓ આકન્દન કરવા લાગી. વિષાદ પામેલ લક્ષ્મણ તે સમયે આવાં વિલાપનાં વચને બાલવા લાગ્યા કે, “આ વાત બને જ કેવી રીતે ?'—આ વચન બોલતાં બોલતામાં તે તરત જ મુખનાં વચન સાથે લક્ષ્મણના પ્રાણો ચાલ્યા ગયા. તે સમયે સુવર્ણના સ્તંભ પર બેઠેલા, મીંચેલા નેત્રવાળા, તેવી અવસ્થામાં રહેલા હતા, જાણે પાષાણની નિર્માણ કરેલી પ્રતિમા હોય તેમ દેખાવા લાગ્યા. મૃત્યુ પામેલી અવસ્થામાં લમણને દેખીને ભારે પશ્ચાત્તાપ-ખેદ કરતા મનવાળા દેવો પોતાના આત્માને નિન્દવા લાગ્યા અને બંને દેવો અતિશય લજજાને પામ્યા. લક્ષ્મણના મરણની યોજના પહેલાં આપણે ઘડી અને એ બાનાથી નેહની પરીક્ષા કરી, તેમાં ખરેખર આપણા આત્માને અને મનને પરિતાપ કરનાર આ કાર્ય આપણે કર્યું. પશ્ચાત્તાપથી જાળી રહેલા તેને જીવ આપવાને અસમર્થ પિતાના આત્માને નિન્દતા દેવ સૌધર્મ દેવલોક તરફ પ્રયાણ કરી ગયા. “વગર વિચાર્યું કાર્ય કરનારા પાપી હૃદયવાળા પુરુષને અહિં પિતે કરેલ કર્મ પાછળથી પિતાને પરિતાપ કરાવનાર થાય છે. દેવમાયાથી આ મૃત્યુ થયું છે-એમ ન જાણતી લક્ષમણની પત્નીઓ એમ સમજવા લાગી કે, આ તો સ્નેહગર્ભિત કપ પામેલા છે-એમ ધારીને સર્વ પત્નીઓ પતિને મનાવવા લાગી. સુમધુર વચન બોલતી એક યુવતી કહેવા લાગી કે, “હે સ્વામી! યૌવનના મદથી ગર્વિત થએલી પાપબુદ્ધિવાળી કઈ પત્નીએ તમને રોષ ઉત્પન્ન કર્યો? હે સ્વામી! સ્નેહગર્ભિત કજિયે કરતાં કદાચ તમારે કેઈ અવિનય-અપરાધ થઈ ગયેલ હોય, તે હવે તેની ક્ષમા આપો અને મધુર વચનથી અમારી સાથે વાર્તાલાપ કરો. કેઈ ગાઢ નેહવાળી, ઉત્તમ કમલ સરખા કોમલ અંગવાળી તેને આલિંગન કરવા લાગી. તે વળી બીજી હે નાથ ! હે સ્વામી! એમ સંબોધન કરીને પગમાં પડવા લાગી. કેટલીક યુવતીઓ વળી પતિને પ્રસન્ન કરવા માટે વીણા ગ્રહણ કરીને મધુર સ્વરથી ઉત્તમ ગર્વની જેમ ગુણ-કીર્તનનાં ગીત ગાવા લાગી. કેઈક યુવતીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520