________________
= ૪૫૮ :
પઉમચરિય-પદ્મચરિત્ર
અન્ત વગરને આ જીવ પોતાનાં કર્મરૂપી પવનથી પ્રેરાએલ અને સંસારમાં પરિ– બ્રમણ કરતો મહામુશ્કેલીથી મનુષ્યપણું પામ્ય, છતાં પણ જિનધર્મની આરાધના કરતો નથી. મિથ્યાદર્શનના મતનું ચારિત્ર પાળીને કદાચ દેવપણું પ્રાપ્ત કરે, છતાં પણ ત્યાંથી ચેવેલે તે દેવ અહિં મનુષ્યભવમાં સિદ્ધિ પામી શકે છે. જ્ઞાન-દર્શન-રહિત જે મિથ્યાત્વી આત્મા જિનવરના ધમની નિન્દા કરે, તે હજાર દુઃખે અનુભવતે સંસારમાં અટવાય છે. દેખે કે, મહાઋદ્ધિવાળા દેવતા ચ્યવીને મનુષ્યજન્મ ધારણ કરે છે, તેવાને પણ બધિ-પ્રાપ્તિ દુર્લભ થાય છે, તે પછી અજ્ઞાનવાળાને દુર્લભ થાય તેમાં નવાઈ નથી.
ઈન્દ્ર મહારાજા કહે છે કે-એ સમય ક્યારે આવશે કે, મનુષ્યજન્મ પામીને ચારિત્ર અંગીકાર કરીને, આઠે કર્મથી રહિત બનીને, હું પરમપદને પ્રાપ્ત કરીશ.” ત્યારે ઈન્દ્રને એક દેવતા કહેવા લાગ્યો કે, “જે તમારી બુદ્ધિ આવા પ્રકારની થાય છે, તો અમારા સરખાને નકકી મનુષ્યજન્મની અંદર મુંઝવણ ઉભી થશે. મહાસમૃદ્ધિવાળા બ્રહ્મદેવલોકના વિમાનથી વેલા દેવ કે, જેઓ રામ થયા છે, તે મનુષ્યના ભોગોમાં અતિમૂઢ બનેલા છે, તેને કેમ જતા નથી ? ત્યારે તે દેવને ઇન્દ્ર મહારાજા પ્રત્યુત્તર આપતાં જણાવે છે કે, સંસારમાં રહેલા જીવોને સર્વ બન્ધનમાં કઠિન બન્ધન હોય તે સનેહ બન્યા છે. લેઢાની સાંકળ કે બેડીથી જકડાએ પુરુષ હજુ ઈચ્છિત દેશમાં ચાલીને પહોંચી શકે છે, પરંતુ ગાઢસ્નેહની મમતાવાળે પુરુષ એક આંગળ માત્ર પણ દૂર જઈ શકતો નથી. ગાઢ સ્નેહના અનુરાગવાળ લક્ષમણ રામના નિયતકાલ સુધીના અનુરાગવાળો રહેશે, પરન્તુ તે પણ તેના વિયેગમાં અતિસમર્થ હોવા છતાં પણ પ્રાણને ત્યાગ કરશે. નેહરાગમાં જકડાએલ તે રામ પણ તેના વિયેગમાં લક્ષમણ પરનો રાગ છોડશે નહિં અને કર્મના ઉદયથી મૂઢમતિવાળા રાગમાં પિતાને સમય પસાર કરશે. ઈન્દ્ર મહારાજાએ જે સુપ્રશસ્ત પવિત્ર જિનવરના ગુણ ગ્રહણ કરનાર, તેમ જ યથાર્થ સત્ય મોક્ષમાર્ગના અનુરાગવાળું વચન કહ્યું, તે સાંભળીને અતિ વિમલ શરીરવાળા દેના સંઘે તે ઈન્દ્રમહારાજાને નમન કરીને પોતપોતાના સ્થાને ગયા. (૨૬)
પાચરિત વિષે “ શકે કરેલ ધર્મચર્યા' નામના એકસે નવમા પવને આ. શ્રીહેમસાગરસૂરિએ કરેલ ગૂજરાનુવાદ પૂર્ણ થયે [૧૯]. [ સં. ૨૦૨૫ દ્વિતીય આષાઢ વદિ ૧૧ શુક્રવાર, તા. ૮-૮-૬૯,
ગોડીજી ઉપાશ્રય, પાયધૂની, મુંબઈ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org