________________
: ૪૩૮ :
પઉમચરિય-પદ્મચરિત્ર તેમને કહ્યું કે, “કદાચ લોકમાં કુબેર સમાન, રૂપ અને વૈભવવાળો પણ મિથ્યાષ્ટિ મનુષ્ય હશે, તે તેને મારી કન્યા નહિ આપીશ.”
રેષાયમાન થએલ સ્વયંભૂ રાજા શ્રીભૂતિને મારી નાખીને વેગવતી કન્યાને બળાત્કારથી રાત્રે પકડી લાવ્યા અને રુદન કરતી વેગવતી સાથે બલાત્કારે આલિંગન કર્યું. કામદેવમાં મૂઢ થએલા સ્વયંભૂ રાજાએ કરુણાના વિલાપ કરતી ઈચ્છતી ન હોવા છતાં વેગવતીને બલાત્કારે ભેગવી. રેષાયમાન થએલી વેગવતીએ શાપ આપતાં તેને કહ્યું કે-પિતાને વધ કરીને મારી સાથે જોરજુલમ કરી સુરતક્રીડા કરી, તે હે પુરુષાધમ ! પરલોકમાં હું તારા વધ માટે ઉત્પન્ન થાઉં.” અરિકાન્તા નામની સાધ્વી પાસે પાપ
સરાવવા પૂર્વક વેગવતી દીક્ષા અંગીકાર કરી. સંવેગમનવાળી તે વેગવતી સાથ્વી બારે પ્રકારના ભેદવાળી વિવિધ તપસ્યા કરવા લાગી. ઘોર તપ કરીને સમાધિપૂર્વક મૃત્યુ પામેલી બ્રહ્મદેવલોકમાં અતિમનોહર રૂપવાળી તે દેવી થઈ. મિથ્યાત્વ-ભાવિત યેગવાળો સ્વયંભૂ ત્યાં કાળધર્મ પામ્યો અને નરક-તિર્યંચ ગતિની યોનિઓમાં પરિભ્રમણ કરવા લાગ્યા. કર્મની લઘુતા થવાથી કુશવજ બ્રાહ્મણની સાવિત્રી નામની પત્નીથી પ્રભાસકુન્દ નામના પુત્રપણે ઉત્પન્ન થયે. પછી પ્રભાસકુન્દ વિજયસેન મુનિની પાસે આરંભ-સમારંભ-પરિગ્રહનો ત્યાગ કરીને નિર્ચન્થ-દીક્ષા અંગીકાર કરી. રતિરાગ-દ્વેષરહિત, ઘણું ગુણોને ધારણ કરનાર, ઈન્દ્રિયોને જિતનાર, ધીર, છડું, અઠ્ઠમ, ચાર ઉપવાસ, પાંચ વગેરે ઉપવાસ કરીને પારણું કરતો એ વિશિષ્ટ પ્રકારને તપ કરવા લાગ્યો. આવા પ્રકારના તપને ધારણ કરનાર તે કઈ વખત સમેતપર્વતનાં ચૈત્યોને વંદન કરવા જતો હતો, ત્યારે કનકપ્રભ નામના વિદ્યાધરની સમૃદ્ધિ દેખી. ત્યાર પછી તેણે નિયાણું કર્યું કે, સિદ્ધિના સુખથી સયું, મેં કરેલા તપને પ્રભાવ હોય તો, આ ખેચરરાજાની ઋદ્ધિ સરખી ઋદ્ધિને ભોગવનારો હું થાઉં. અરે ! આ મુનિનું મૂઢપણું તો દેખે કે, નિદાન કરીને દુષિત કરેલા તપથી રાજ્યવૈભવ સમાન શાકની મુષ્ટિના બદલામાં રત્નને વેચી નાખ્યું. કપૂર જાતિના ઉત્તમવૃક્ષને છેદ કરીને કેદ્રવા ધાન્યની વાડ કરનાર, રત્નને ચૂરે કરીને તેના મામુલી દોરાને ગ્રહણ કરનાર ખરેખર મૂMશિણિ છે. જે નિબુદ્ધિ ગોશીર્ષચન્દન બાળીને રાખને ગ્રહણ કરે છે, ઘેર તપનું સેવન કરીને નિયાણાસહિત મૃત્યુ પામનાર તેના સરખે મૂર્ખ ગણાય છે.
મહાન તપ કરીને, સુન્દર સંયમ પાળીને, નિયાણાથી ધ્રુષિત કરેલા હૃદયવાળે તે મૃત્યુ પામીને સનસ્કુમાર દેવલોકમાં ઉત્પન્ન થયો. ત્યાંથી વેલો તે રત્નશ્રવા રાજાની કેકસી નામની રાણીના ગર્ભમાં ઉત્પન્ન થયે, તે રાવણ નામથી પ્રસિદ્ધિ પામે. દૂષિતમનવાળા મુનિઓની આવી અવસ્થા થાય, તે પછી બાકી રહેલા વ્રત, ગુણ, તપ અને શીલથી રહિત હોય તેઓની તો વાત જ શી કરવી? બ્રહ્મદેવલોકના ઈન્દ્ર પણ ચ્યવને દશરથરાજાની અપરાજિતા નામની દેવીની કુક્ષિમાં ઉત્પન્ન થયા. અને તે દશરથના પુત્ર રામ એવા નામથી ત્રણે લોકમાં પ્રસિદ્ધિ પામ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org