________________
[૧૦૫] મધુ અને કૈટલની કથા
* ૪૪૭ :
રાત્રિચરાથી ભયંકર, કિલકિલાટ શબ્દો કરતા રાક્ષસા, શિયાળ, અગ્નિસરખા વધુવાળા દેખાતા મુખવાળા પ્રેતેાના સમૂહયુક્ત, કાચાં માંસ ખાનાર રાક્ષસેા, શિયાળા, કાગડાએ, ઘુવડ, સમળી આદિના સમૂહોની પ્રચુરતાવાળા, કલેવરોથી આચ્છાદિત થએલ ભૂમિપીઠવાળા, ચિતામાં ખળતા મડદાનાં આંતરડાંએ અને માંસના લેાચામાંથી નીકળતા ‘સિમિ સિમિ’ શબ્દ કરતા લેાહીના સમૂહવાળા, ડાકણીએ અને મસ્તક વગરના ધડમાંથી ખેંચી કાઢેલા ભયકર અવાજ કરતા ભૃતાના સમૂહવાળા, કટપૂતનાએ ગ્રહણ કરેલા રુદન કરતા બાળકાવાળા, નિરોગી થવા માટે કરાતા છે મત્રજા જેમાં, આલેખેલ વિચિત્ર રંગવાળા મ`ડલમાં રહેલી રજને પવન ઉડાડતા હતા, જેથી આકાશમાર્ગમાં જાણે ઇન્દ્રધનુષની આકૃતિ ઉત્પન્ન થઇ હોય તેવા, જાંગુલિ આદિ વિદ્યા સાધવા માટે સ્થિરાસન કરી ખારીક સ્વરથી મંત્રજાપના શબ્દ ઉત્પન્ન કર્યો છે જેમાં, કાગડાઓ જેમાંથી માંસનું હરણ કરી જાય છે એવા, શિયાળીઆ વાર‘વાર મુખને ઉંચું કરે છે જે શ્મશાનમાં, કેાઈ સ્થળે ખે‘ચી કાઢેલા મૃતકેાને આમ-તેમ ફૂંકતા પ્રેતેાના ઘાંઘાયુક્ત, કોઈક સ્થળે વેતાલેાથી હણાએલા ‘રુણુ રુણુ' શબ્દ કરતા ભમતા ભૂત-સમૂહવાળા, કાઈ સ્થળે અપશકુન કરનાર રડતા કાગડાવાળા, ખીજી જગા પર વળી ભુંકારવ કરતા શિયાળાના ટોળાંવાળા, ક્યાંઈક ઘુ ઘુ' એવા શબ્દ કરતા ઘૂવડાવાળા, કાઇક સ્થળે પિંગલ નામના પક્ષીએ કરેલા છે શબ્દો જેમાં, ક્યાંઇક કઠાર અગ્નિના તડ તડ’ શબ્દ સાથે ફૂટતા હાડકાના શબ્દોના પ્રસારવાળા, કાઇક સ્થળે શ્વાનાએ ખેચી કાઢેલ મૃતકના માંસ માટે લડતા અને ભસતા પશુ-પક્ષીવાળા, ક્યાંઇક ખાપરીના હાડકાથી ધવલ, કાંઈક મશી, ધૂમ, ધૂળ અને આછા પાંડુવર્ણ વાળા, ક્યાંઇક કેસૂડાના વન સરખા અગ્નિજવાળાના સમૂહથી ભભુકતા– એવા પ્રકારના શ્મશાનમાં ધ્યાનમાં સ્થિર રહેલા મુનિવરને જોઇને વધ કરવા તત્પર થએલા વિષે મુનિ ઉપર આક્રેશ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે, હે શ્રમણ ! આ શ્મશાનમાં તને અમે મારી નાખીએ છીએ, તે તારા ભક્ત લેાકેા હવે તને બચાવી લે તે ખરા. અમે બ્રાહ્મણા પ્રત્યક્ષ દેવતા છીએ, જેની તું નિન્દા કરે છે, તું અમારે માટે એમ બેલે છે કે, પૂર્વભવમાં આ બંને જણા શિયાળા હતા અને તે જ અહિં વિપ્રપણે ઉત્પન્ન થયા છે.’
6
હોઠ ભીડીને આ પ્રમાણે ગુસ્સાપૂર્વક વચના સંભળાવીને તેઓએ તલવાર ખે‘ચી અને મુનિવરને હણવા તત્પર બન્યા; એટલામાં ત્યાં રહેલા કાઈક યક્ષે ત્યાં જ તેમને સ્તભિત કર્યા.
આ પ્રમાણે સ્તંભિત કરેલા વિપ્રેાની રાત પસાર થઇ અને સૂર્યંદય થયા, એટલે સાધુએ પાતાના ધ્યાનયોગ પૂર્ણ કર્યાં. તેટલામાં સમગ્ર લેાકેા સહિત સંઘ મુનિવરને વન્દેન કરવા માટે આવ્યા. વન્દના કરી અને વિસ્મય-પૂર્વીક સ્ત'ભિત થએલા વિશ્વને જોયા. લેાકેા ખેલવા લાગ્યા કે, ઉત્તમગુણવાળા શ્રમણે આ વિાને વાદમાં હરાવ્યા છે, તેમણે જ આ પ્રમાણે રોકી રાખ્યા છે. ત્યાર પછી બ્રાહ્મણા પણ ચિન્તવવા લાગ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org