________________
[૧૦] લમણુના આઠ કુમારનું નિષ્ક્રમણ
: ૪૫૧ :
લવણ અને અંકુશ કુમારે ઉપર પડી. મન્દાકિની નામની કન્યાએ કામદેવના રૂપ સરખા અનંગલવણને અને ત્યાર પછી ચન્દ્રમુખી નામની કન્યાએ આગળ ચાલીને મદનાંકુશ કુમારને વરમાળા પહેરાવી.
તે સમયે ત્યાં આગળ લેકસમૂહમાં મહાગભીર કેલાહલ ઉછળ્યો. તેમ જ જય હે, હાસ્ય, ગીત, વાજિંત્ર હકાર અને હર્ષના પિકાર લોકો કરવા લાગ્યા. લોકો બોલવા લાગ્યા કે, “સુંદર થયું, સુન્દર ગ થયે” એમ મસ્તકે અંગુલિ ફેરવતા બેલવા લાગ્યા કે, “ખરેખર સરખા સાથે સરખાને યોગ થયો.” એવો સુન્દર સ્વયંવર અમે દેખ્યો. આ મન્દાકિની કન્યાએ ગંભીર ધીર અને ગૌરવવંતા લવણ પતિને અને ચન્દ્રમુખીએ સુન્દરરૂપવાળા ધીર મદનાંકુશ પતિને પ્રાપ્ત કર્યા. લોકોની સાબાશીના મુખરવ સાંભનીને લક્ષમણના પુત્ર લવણ અને અંકુશ ઉપર રોષાયમાન થયા અને લડવા તૈયાર થયા. વિશલ્યા મહાદેવીના આઠ ઉત્તમકુમારે પોતાના પ્રજ્ઞાશૂન્ય વગેરે ત્રણ ભાઈઓ સહિત પરિવરેલા લવણ અને અંકુશ સામે કેધે ભરાયા અને યુદ્ધસજજ થયા. તે આઠ કુમારે ઉપર લવણ અને અંકુશના ભાઈઓનું સિન્ય કેધાયમાન થયું. પરન્તુ મંત્ર જાણનાર ગારુડિકે સર્પના સમૂહને શાન્ત કરે, તેમ મંત્રીઓએ તેમને ઉપશાન્ત કર્યા. ત્યાર પછી ક્રમે કરી જેમાં ઘણાં વાજિંત્રો અને શંખેના શબ્દો સંભળાઈ રહેલા છે, વારાંગનાએ જેમાં નૃત્ય કરી રહેલ છે, એવા આડંબરવાળો લવણ અને અંકુશ કુમારોને લગ્ન–મહત્સવ મનાવ્યું.
લવણ-અંકુશના સ્વયંવરની અને લગ્નની મહાસમૃદ્ધિ જોઈને ઈર્ષાળુ લક્ષમણના પુત્રે ફાવે તેવાં અનુચિત વચને બોલવા લાગ્યા કે, “શું સીતાના પુત્રેથી અમે ઓછા છીએ કે વિવેક વગરની આ કન્યાઓએ અમારે ત્યાગ કર્યો?” આ અને આ બીજો શચ કરતા તે લક્ષમણના પુત્રને અતિબુદ્ધિશાળી રૂપમતીએ કહ્યું કે, “અરે! તમે સર્વે એક સ્ત્રી ખાતર આટલે ભયંકર શેચ કરશે, તો આ તમારી ચેષ્ટાથી લોકોમાં હાસ્યપાત્ર બનશે. જેણે જેવા પ્રકારનું કર્મ કર્યું હોય, પછી સંસારમાં તે શુભ હોય કે અશુભ હોય, પરંતુ તેને તેનું ફલ ભેગવવું પડે છે, માટે નાહક ખેદ ન કરે. આ અધુવ, કેળના થાંભલા સરખા નિસ્સાર, ઝેરની ઉપમાવાળા ભોગો માટે તમે દુઃખી ન થાવ. બાલ્યકાળમાં પિતાના ખોળામાં બેઠી હતી, ત્યારે પુસ્તકમાં લખેલું વચન મેં સાંભળ્યું હતું કે, સર્વ ભવમાં મનુષ્યને ભવ સર્વોત્તમ છે. અતિદુર્લભ એ મનુષ્યભવ મેળવીને પરલોકમાં હિત કરનાર એવા જિનવર-ધર્મનું આદરપૂર્વક સેવન કરે. સાધુઓને દાન આપવાથી ભેગો, તપ કરવાથી દેવત્વ, શીલસહિત જ્ઞાનથી સિદ્ધિસુખ મેળવી શકાય છે. જન્મેલાનું નક્કી મરણ થાય જ છે, ધર્મ ન કરવાથી પરલેકમાં દુર્ગતિગમન થાય છે. આટલું જાણનાર તમે સર્વે જિનધર્મનું સેવન કરો.” | માતાનું આ વચન સાંભળીને તે ઉત્તમકુમારે ત્યાં જ પ્રતિબોધ પામ્યા અને બે હાથની અંજલિ જોડવા પૂર્વક પિતાજીને વિનંતિ કરવા લાગ્યા કે, “અમારી વિનતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org