________________
[૧૬] લક્ષમણના આઠ કુમારનું નિષ્ક્રમણ
: ૪૫૩ : કરતા, સમિતિ-ગુપ્તિ-યુક્ત, મહેન્દ્રની યુતિ સરખી દઢવૃતિવાળા કુમાર-શ્રમણે પૃથ્વી પર વિચરવા લાગ્યા.
આ ઉત્તમ કુમારેનું પ્રશસ્ત નિષ્ક્રમણ જે અપ્રમત્ત મનુ ભાવથી શ્રમણ કરે છે, તેઓનાં સમગ્ર પાપો ક્ષણવારમાં નાશ પામે છે, તેમ જ તેઓ વિમલ બેફિલની પ્રાપ્તિ કરે છે. (૪૮)
પદ્મચરિત વિષે “આઠ કુમારનું નિષ્કમણુ” નામના એક છઠ્ઠા
પર્વને ગૂર્જરનુવાદ પૂર્ણ થયો. [૧૬]
[૧૦૭] ભામંડલનું પરલોક-ગમન
વીર ભગવન્તના પ્રથમ ગણધર પદથી પ્રસિદ્ધિ પામેલા મહાબુદ્ધિના નિધાનરૂપ ગૌતમ ગણધર ભગવન્ત મનમાં રહેલા ભામંડલના ચરિત્રને કહેતા હતા–“હે મગધાધિપ ! હવે તે ભામંડલ પિતાના નગરમાં સુરેન્દ્રની જેમ કામિનીઓ સહિત ખેચરની ઋદ્ધિ ભોગવતે હતો. તે વિચારવા લાગ્યો કે, “જે હું અત્યારે દીક્ષા અંગીકાર કરીશ, તે આ યુવતીએ રૂપ પદ્મનું વન શેષાઈ જશે–એમાં સદેહ નથી. કામિનીજનની મધ્યમાં રહીને લાંબા કાળ સુધી વિષયસુખ ભોગવીને પાછલી વયમાં અતિઘોર તપ કરીને હું દુઃખને ક્ષય કરીશ. કદાચ ભોગે ભેગવતાં પ્રમાદથી અતિભયંકર પાપ ઉપાર્જન કરીશ, તે પાછલી વયમાં ધ્યાનાગ્નિથી તેને હું બાળી નાખીશ. અથવા બંને શ્રેણિમાં રહેલા ખેચર રાજાઓને યુદ્ધમાં માનભંગ કરીને તેઓને આજ્ઞા મનાવું અને મારા તાબે કરું. મન્દરપર્વત વિષે ઘણું પ્રકારના રત્નથી પ્રકાશિત એવા તેના નિતમ્બ પ્રદેશમાં પહોંચીને આ મારી પ્રીતિવાળી પત્નીઓ સાથે કીડા કરું.” હે મગધપતિ ! આવા પ્રકારના વિચાર કરતાં કરતાં અને ભોગો ભોગવતાં ભોગવતાં સો વર્ષો વીતી ગયાં. પછી પાછલી વયમાં કરીશ” એમ ચિતવતા ચિતવતા ભામંડલનું આયુષ્ય કિનારે આવી ગયું. હવે કઈક સમયે તે મહેલની અગાશી ઉપર રહેલો હતો, તે સમયે ભામંડલના મસ્તક ઉપર અણધારી ધગધગતી વિજળી પડી. જનકપુત્ર ભામંડલ મૃત્યુ પામ્યો. ત્યારે અંતઃપુરમાં મહાઆક્રન્દ હાહાકારવાળા મુખના વિલાપ, અશ્રુ વહેતા નયનેવાળો સ્ત્રીઓને સમૂહ છાતી ફાટ રુદન કરવા લાગ્યો. “બીજા જન્માન્તરમાં નક્કી જવાનું છે.” એમ જાણવા છતાં વિષયરૂપી માંસમાં આસક્ત બનેલા પ્રમાદી પુરુષે કાલક્ષેપ કરીને જન્મ હારી જાય છે. પુરુષ શાસ્ત્રો જાણવા છતાં પણ આ ક્ષણભંગુર સારરહિત દેહના માટે પાપ કરે છે. પોતાના આત્માને જેઓએ ઉપશમાવેલ નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org