Book Title: Paumchariya
Author(s): Hemsagarsuri
Publisher: Vallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai

View full book text
Previous | Next

Page 490
________________ [૧૦] હનુમાનનું નિર્વાણ-ગમન : ૪૫૫ : ભિત કરનાર પાંડકવન શિખર પર રહેલું છે. વળી તે વને ઉત્તમ જાતિના બકુલ, તિલક, ચમ્પક, અશોક, પુન્નાગ, નાગ વગેરે વૃક્ષો પુપો, ફળો વડે લચી પડેલી ડાળીઓથી શોભતા હતા, ઘણું પુપના ગુચ્છાઓ કેસરાઓના મકરંદની સુગધવાળી ગન્ધથી બગીચાઓ અને વને ચારે દિશામાં મહેકતા હતા. આ વન અને કાનમાં પોતાના સમગ્ર પરિવાર–સહિત ચારે નિકાયના દે રતિસાગરમાં એવા સ્નાન કરતા હતા કે, પિતાનાં વિમાનો પણ તેમને યાદ આવતાં ન હતાં. આ ઉપવનની મધ્યમાં રહેલાં સુવ ના વર્ણ સરખા પીતવર્ણવાળાં અનેકવિધ દેવસમૂહથી નમન કરાએલાં જિનગૃહો છે. ત્યાં આગળ પિતાના પરિવાર–સહિત પવનપુત્ર હનુમાન ઉતર્યા અને પ્રદક્ષિણ ફરીને પછી જિનાલયમાં પ્રવેશ કર્યો. અનેક લક્ષણોથી યુક્ત, સૂર્ય સરખી તેજસ્વી સિદ્ધ પરમાત્માની પ્રતિમાઓ દેખીને પ્રિયા સહિત હર્ષિત મનવાળા હનુમાને પ્રણામ કર્યા. મન અને નેત્રને હરણ કરનાર એવી હનુમાનની પ્રિયાઓએ સુવર્ણકમલ અને બીજાઓએ દિવ્ય કમળોથી સિદ્ધપ્રતિમાઓની પૂજા કરી. હનુમાન પોતે પ્રતિમાઓની કેસર આદિ સામગ્રીઓથી પૂજા કરવા લાગ્યા. ત્યાર પછી ઉત્તમ સુગન્ધિ ધૂપ અને તીવ્ર અનુરાગવાળી ભક્તિથી બલિ આપવા લાગ્યા, ત્યાર પછી વાનરાધિપતિ ભાવથી અરિહન્ત ભગવન્તનું ધ્યાન કરીને વિવિધ પ્રકારનાં પાપનો નાશ કરનાર સ્તુતિ-મંગલોવાળાં સ્તુતિ-સ્તોત્રોથી સ્તવના કરવા લાગ્યા. પાછા ફરીને ભરતક્ષેત્રમાં આવતાં માર્ગમાં સૂર્યને અસ્ત થયે, ત્યારે હનુમાનનું સમગ્ર સૈન્ય દેવદુન્દુભિ નામના પર્વત ઉપર રોકાયું. ત્યાં આગળ કૃષ્ણપક્ષમાં હનુમાન નજર કરતા હતા, તે આકાશતલમાં ગાઢ અંજન સરખા શ્યામ તારાઓને ચારે બાજુથી અવરાએલા જોયા. અને અન્ધકાર જોવામાં આવ્યું. મનમાં વિચારવા લાગ્યો કે, જેમ આ આકાશ ચન્દ્ર વગરનું શોભા પામતું નથી, તેમ પુરુષચન્દ્ર વગ૨નું કુલ-ગગન પણ શોભા પામતું નથી. આ સમગ્ર જગતમાં તલના ફેતરાના પણ ત્રીજા ભાગ જેટલું એવું કેઈ સ્થાન નથી કે, જ્યાં મૃત્યુ સ્વછંદપણે ક્રીડા કરતું ન હોય, તેમાં દેવતાઓ પણ બાકી હોતા નથી. જે સર્વ દેવતાઓની પણ આ ચ્યવન અવસ્થા થાય છે, તો પછી અહીં અત્યારે અમારા સરખા મનુષ્યની કેવી અવસ્થા થાય? જ્યાં પર્વત-શિખર સરખા મોટા મત્તેહાથીઓ તણાઈ જતા હોય, પછી અહિં સસલા પ્રથમ તણાય તેમાં શું કહેવું? અજ્ઞાન અને મોહથી આચ્છાદિત થએલા મનવાળા પાંચે ઈન્દ્રિયને આધીન થએલા સંસારમાં ભ્રમણ કરતા જીવને કોઈ એવું મહાદઃખ નથી કે, જે જીવે અનુભવ્યું નહિ હોય. મહિલારૂપી હાથણીમાં લુબ્ધ બનેલા, હાથીને પકડવા માટે ખોદેલો ખાડે, સાંકળમાં જકડાએલો હાથી સ્પર્શ-ઈન્દ્રિયના મૈથુનસુખમાં આસક્ત બની દુઃખાનુભવ કરે છે, તેમ પુરુષ પણ સ્ત્રીના સંબન્ધિ કામસુખમાં લુબ્ધ બની અનેક દુઃખ-વિડંબનાઓને અનુભવ કરે છે. પશ અગર પાંજરામાં બંધાએલ જાનવર કે પક્ષી લેશાનુભવ કરે છે, તેમ યુવતીરૂપી પાશ કે પાંજરામાં જકડાએલા પુરુષે કલેશાનુભવ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520