________________
: ૪૫૪ :
પઉમચરિય-પદ્ધચરિત્ર વિષાથી વિરક્ત કર્યો નથી, તેઓએ કદાચ ઘણાં શાઓને અભ્યાસ પણ કર્યો હોય, તેથી શું લાભ થવાનું છે? માત્ર શાસ્ત્રનું એક જ પદ ઘણું સુંદર છે કે, જે જાણીને પિતાના મનને અંકુશમાં લાવે છે. સંસારના અનેક પાપવ્યાપારયુક્ત મનુષ્ય અહીં જે લાંબી લાંબી વાત કરે છે અને સ્વજન-પરિવાર વિષે તીવ્ર સ્નેહના અનુરાગવાળો બની હંમેશાં ભેગેની અભિલાષા રાખતો હોય, તે ઘેરદુઃખ અનુભવતે લાંબા કાળ સુધી મહાસંસારમાં ભ્રમણ કરે છે, માટે હે રાજન્ ! ચંદ્રકિરણ-સમાન વિમલ અને પ્રશસ્ત એવા ધર્મ વિષે એકાગ્ર ચિત્તવાળા થાઓ. (૧૫)
પાચરિત વિષે “ભામંડલનું પરલોકગમન” નામના એક સાતમા
પર્વને અનુવાદ પૂર્ણ થયો. [૧૭]
[૧૮] હનુમાનનું નિર્વાણ-ગમન
હે મગધાધિપતિ શ્રેણિક! હવે કર્ણ કુંડલપુરમાં ભાગ ભોગવતા હનુમાનને વૃત્તાન્ત શ્રવણ કરે. હજાર યુવતીઓ સાથે વિમાનના શિખર પર રહેલા તે મહાસમૃદ્ધિશાળી ઉત્તમ બગીચા અને વનમાં ક્રીડા કરતા પૃથ્વીમાં વિચરતા હતા. હવે કઈક સમયે લોકેના મનને આનન્દદાયક કેકિલાના મધુર શબ્દો જેમાં ગવાઈ રહેલા છે, તેમ જ મધુકરના ઝંકાર ગુંજી રહેલા છે, એ વસંત આવી પહોંચ્યો. ત્યારે દિવ્યવિમાનમાં આરૂઢ થઈને પરિવાર-સહિત હનુમાન મેરુપર્વત ઉપર રહેલા જિનાલયને વંદન કરવા ભક્તિપૂર્વક મેરુપર્વત તરફ ચાલ્યા. ગગનતલમાં ઉડીને પવન અને મનના વેગ સરખી ગતિવાળા, કુલપર્વતેના ઉપર જિનગૃહને વન્દન કરતા કરતા રત્નશિલાવાળા સુવર્ણના શિખર-સમૂહવાળા, વિવિધ પ્રકારના વૃક્ષોથી ગહન, ચાર પ્રકારના વનેથી શેભાયમાન મનહર મહાપર્વત ઉપર પહોંચી ગયા. હનુમાને કહ્યું કે, “હે સુન્દરિ! મેરુપર્વતની ઉપર રહેલા , ઝગઝગાટ કરતા, દિશાચને પ્રકાશિત કરતા એવા આ ઉંચા જિનમન્દિરને જે. આ પર્વતના મુગટ સમાન મનોહર પચાસ યોજન લાંબું, પચીશ યજન વિસ્તીર્ણ, છત્રીશ યોજન ઉંચું એવું જિનમન્દિર શોભી રહેલું છે. સુવર્ણના ચકચકિત નિર્મલ દ્વારયુક્ત, અતિઉંચા વિશાળ પ્રાકાર-સહિત, દવાઓ, છત્ર, પટ્ટ, ચામર, લમ્બસ, આરિસા વગેરે સામગ્રીથી યુક્ત આ જિનાલય છે, તેને જે. વળી હે પ્રિયે! વિવિધ પ્રકારના વૃક્ષોથી આચ્છાદિત ચાર ઉપવને મેરુપર્વત ઉપર રહેલાં છે, તેને તું જે. પૃથ્વીતલ પર પર્વતની તળેટીમાં શાલવન, મેખલા વિષે અતિમનહર નન્દનવન, ત્યાર પછી ઉપર સૌમનસવન અને શિખરના ભાગમાં રહેલ અને પર્વતને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org