________________
= ૪૫ર !
પઉમચરિય-પદ્યચરિત્ર
આપ સાંભળો-“હે પિતાજી! આપ આપના વલ્લભ પુત્રનું હિત ઈચ્છતા હે, તે દીક્ષાભિમુખ થએલા અમે સર્વના-અમારા દીક્ષા-કાર્યમાં આપ વિભૂત ન બનશે, પરન્તુ સહકાર આપશે. વિષયમાં લોલુપી બનેલા અમો સંસારમાં અનન્તા કાલથી પરિભ્રમણ કરી રહેલા છીએ. તેમાં અમે અનેક પ્રકારનાં દુઃખ અનુભવ્યાં, હવે તે પ્રવજ્યા અંગીકાર કરવી છે. ત્યારે લક્ષમણે મસ્તક સૂંઘતાં તેમને કહ્યું કે, “હે પુત્રો ! તમારા માટે કૈલાસ પર્વત સરખા ઉંચા પ્રાસાદે છે, તેમાં સુવર્ણની તો ભિત્તિઓ છે, તેમાં સર્વ પ્રકારની મને હર ભેગ-સામગ્રીઓ ભરેલી છે. મધુર શબ્દોવાળાં વીણુ અને બંસીઓનાં સંગીત સંભળાય છે, હે પુત્રો ! સુંદર યુવતીઓથી મનહર, દેના ભવન સરખા, રત્નોથી દેદીપ્યમાન હંમેશાં રમણીય એવા આ પ્રાસાદેને તમે શા માટે ત્યાગ કરો છો? મનગમતા મનોહર આહાર-પીણાં, ચન્દનનાં વિલેપન, પુષ્પમાળાઓ, આભૂષણથી તમને અતિશય લાલન-પાલન કરેલ છે. ત્યાં તમે હવે મુનિવરેનું દુષ્કર ચારિત્ર અને તેના પરિષદે કેવી રીતે સહન કરી શકશે ? ગાઢ સ્નેહવાળી વિલાપ કરતી તમારી માતાને કેમ છોડી દે છે? આ તમારી માતાઓ તમારા વિયેગમાં ક્ષણવાર પણ જીવી શકવાની નથી. ત્યારે પુત્રોએ પ્રત્યુત્તર આપ્યો કે-“હે પિતાજી ! સંસારમાં પરિભ્રમણ કરતાં આજ સુધીમાં હજારે, લાખો ઉપરાન્ત માતા અને પિતાઓ અમારે થયા હશે. ધર્મરહિત જીવને માતા કે પિતા, ભાઈઓ કે ધનના સંબો કઈ રક્ષણ કરી શકતા નથી. વળી આપે અમોને જે કહ્યું કે, “આ મનુષ્યજન્મનું ઐશ્વર્ય તમે ભોગવો તે તો અમને દુઃખે કરી પાછા બહાર ન નીકળી શકાય તેવા અન્ધકારવાળા કૂવામાં ફેંકવા જેવું છે.
જેમ કોઈ વ્યાધ જળપાન કરતા હરણને બાણ ફેંકી હણી નાખે છે, તેમ મૃત્યુરૂપ શિકારી મનુષ્યરૂપ હરણને કામગોમાં તૃષ્ણવાળો થયો હોય, ત્યારે હણે છે. આ સંસારમાં બધુ આદિ સાથે અવશ્ય વિયોગ થવાનું જ છે, તો પછી દોષની બહુલતાવાળા સંસારમાં રતિ કેવી રીતે કરી શકાય? બધુઓના સ્નેહમાં ફસાએલો પુરુષ ફરી પણ ભોગાસક્ત બની લાંબા કાળ સુધી દીર્ઘ સંસારમાં દુઃખ ભોગવનારો થાય છે. દુઃખરૂપ જળની ઉંડાઈવાળા, કષાયે રૂપ જળજતુઓની ઉત્કટતાવાળા, સજજડ દુર્ગતિરૂપી તરંગવાળા, જરા અને મરણના કલેશરૂપ કલોલવાળા, ભરૂપી આવર્તાવાળા, સંસાર-સમુદ્ર વિષે અમે દુઃખ અનુભવતા ખૂબ ભમ્યા. હે મહાયશવાળા! હવે કઈ રીતે અહિં અમે કિનારે પામ્યા છીએ. હે પિતાજી! જરા, મરણ, પ્રિયને વિયોગ આદિ સાંસારિક દુઃખેથી હવે અમે ભય પામ્યા છીએ, હવે તમે અમને પ્રવજ્યા અંગીકાર કરવાની અનુમતિ આપે, જેથી આજે જ ગ્રહણ કરીએ. આવી રીતે નિશ્ચિત મનવાળા દીક્ષાભિમુખ કુમારને જાણીને લક્ષ્મણે ગાઢ આલિંગન કરીને દીક્ષાની રજા આપી. પિતાને પૂછવા પછી બધુવને, સર્વ માતાઓને પૂછીને કુમારે મહેન્દ્રઉદક(ય) નામના ઉદ્યાનમાં ગયા. તીવ્ર સંવેગ પામેલા આઠે કુમારેએ સમગ્ર પરિગ્રહને ત્યાગ કરીને મહાબલ મુનિનું શરણું અંગીકાર કર્યું. ઉગ્ર તપોવિધાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org