________________
૬ ૪૫૦ ૪
પઉમચરિય–પદ્મચરિ.. નિન્દા કરતે સંવેગ પામ્યું. કુલવર્ધન કુમારને રાજ્ય આપીને કેટભની સાથે દઢ ધૃતિવાળા મધુરાજાએ સિંહસેન નામના મુનિની પાસે દીક્ષા અંગીકાર કરી. મહાકુલમાં ઉત્પન્ન થએલી ચન્દ્રાભાએ પણ રાજ્યલક્ષમીને છેડીને તે જ મુનિવરની પાસે દીક્ષા પ્રાપ્ત કરી.
ઘોર તપ અને ચારિત્રનું સેવન કરીને કાલ પામેલા આરણ અને અશ્રુત નામના ૧૧ મા અને ૧૨ મા દેવલોકને વિષે અનુક્રમે મધુ અને કેટભ રાજા ઉત્પન્ન થયા. આ પ્રમાણે તેઓ બંને ઈન્દ્ર અને પ્રતિઈન્દ્ર થયા. ચન્નાભા સાધ્વી પણ સંયમ, તપ, નિયમ, યુગમાં એકાગ્ર મનવાળી બની કાલ પામીને દિવ્યરૂપવાળી દેવીપણે ઉત્પન્ન થઈ. “હે શ્રેણિક! અશ્રુત નામના બારમા દેવલોક વિષે જેવી રીતે તેઓએ બાવીશ સાગરોપમનું મનોહર સુખ ભોગવ્યું, તેવી જ રીતે સીતાનો જીવ જે સીતેન્દ્રપણે ઉત્પન્ન થયું હતું, તેણે પણ તેવી જ રીતે સુખ ભોગવ્યું. હે શ્રેણિક રાજા ! આ પ્રમાણે મધુ અને કૈટભ રાજાનું ચરિત્ર તમને સંક્ષેપથી મેં જણાવ્યું. હવે ધીર એવા (લક્ષમણુના) આઠ કુમારનું વિમલ અનુકીર્તન કરીશ, તે તમે સાંભળે.” (૧૧)
પદ્મચરિત વિષે “મધુ અને કેટભ રાજાના ઉપાખ્યાન' નામના એક પાંચમા પવને આ. શ્રી હેમસાગરસૂરિએ કરેલ ગૂર્જરનુવાદ પૂર્ણ થયો. [૧૫]
[૧૬] લક્ષમણના આઠ કુમારનું નિષ્ક્રમણ
કંચનનગરના સ્વામી પરાક્રમી કનકરથ નામના ખેચર રાજા હતા. તેને શતભુજા નામની ભાર્યા હતી. તેમને બે કુમારી કન્યા હતી. તેમના સ્વયંવર માટે ખેચરને નિમંત્ર્યા. વળી કનકરથ રાજાએ રામને પણ લેખ મોકલ્યો. લેખને અર્થ સાંભળીને રામ અને લક્ષ્મણ પિતાના સમગ્ર પુત્રે સહિત તથા વિદ્યાધરોથી પરિવરેલા તે કંચનપુર પહોંચ્યા. બંને શ્રેણિના સામન્ત રાજાએ તેમ જ આભરણથી અલંકૃત શરીરવાળા મોટા વૈભવયુક્ત દેવ સમાન તેઓ પણ સભામાં બેઠા. કુમારથી પરિવરેલ લક્ષમણ સહિત રામ વિમાનમાંથી નીચે ઉતરીને દેવતાની સમાન અલંકૃત થએલા તે સભામાં વિરાજમાન થયા. વેષભૂષા અને આભૂષણે સજેલી બંને કન્યાઓએ પ્રશસ્ત દિવસે લોકો રૂપી કલેલવાળા, તે રાજાઓ રૂપી સમુદ્રમાં અર્થાત્ સ્વયંવર–મંડપમાં પ્રવેશ કર્યો. તે બંને કન્યાઓને તેમને મહત્તર કંચુકી વાંદરા, વૃષભ, સિંહ, અશ્વ, ગરુડ, મોટા હાથી આદિ ચિહવાળા ઘણા પ્રકારના રાજાએ બતાવી તેમને પરિચય આપતો હતો. મહત્તરે બતાવેલા તે રાજાઓને ક્રમસર દેખતી દેખતી તે બંને કન્યાઓની ગાઢ સ્નેહવાળી દષ્ટિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org