________________
[૧૦૫] મધુ અને કૈટભની કથા
: ૪૪૯ : સાંભળીને કે, “દેશને વિનાશ કરે છે.” તે જાણીને મધુરાજા એકદમ રેષાયમાન થયા. ભીમરાજા ઉપર હલે કરવા માટે પિતાના સૈન્ય સાથે નીકળે. કેમે કરી વડનગર પહોંચ્યો. નગરમાં પ્રવેશ કરી ભોજન-પાણી કર્યા. ત્યાં મધુરાજાએ વીરસેનની ચન્દ્રાભા નામની ભાર્યાને દેખી. મધુરાજા વિચારવા લાગ્યો કે, “આની સાથે જે ભેગ ન ભોગવું, તે આ મારું રાજ્ય સાર વગરનું અને નિષ્ફલ છે.” કાર્યાકાર્યને ન જાણનાર, સંગ્રામમાં શત્રુને જિતને ફરી પણ મધુરાજા પાછો કેમે કરી સાકેતપુરીમાં આવ્યું. મંત્રણા કરીને રાજાએ સર્વ સામોનું યથાયોગ્ય સન્માન-પૂજન કર્યું અને સમગ્ર અતઃપુર સહિત, વીરસેનને પણ આમંત્રણ આપ્યું. સર્વ રાજાઓ સહિત તેનું સન્માન કર્યું અને સર્વ રાજા સહિત બધાને જવાની રજા આપી, પરંતુ ગમે તે કારણે મધુરાજાએ ચન્દ્રાભાને રોકીને અન્તઃપુરમાં પ્રવેશ કરાવ્યું. રાજાની સાથે ચન્દ્રાલા રાણુને પબ અભિષેક કરવામાં આવ્યો અને સર્વ સ્ત્રીઓમાં તે મહાદેવી બની.
હવે તે મધુરાજા ચન્દાભા રાણી સાથે ત્યાં ભવનમાં ગો. રતિસાગરમાં સ્નાન કરતો કેટલે કાળ પસાર થયે, તે પણ જાણી શકતા ન હતા. તે વીરસેન રાજા પિતાની પ્રિયાનું અપહરણ થયેલું જાણીને ગાઢશેકથી ભેદાએલા અંગવાળો એકદમ ઉન્મત્ત બની ગયે. લાંબા કાળ સુધી કાન્તાના વિરહનું ગાઢ દુઃખ અનુભવીને મંડપ નામના સાધુ પાસે વીરસેન રાજાએ પ્રત્રજ્યા અંગીકાર કરી. તે વીરસેન સાધુ તપ અને ચારિત્રની આરાધના કરી સમાધિથી કાલધર્મ પામીને દિવ્ય હાર અને મુગુટ ધારણ કરનાર વૈમાનિક દેવ થયે. હવે મધુરાજા પણ લોકેના કજિયાના ન્યાય આપવા માટે ન્યાયાસન ઉપર સુખેથી બેઠેલો હતો અને વિવાદને નિકાલ કેવી રીતે કરે? તેના માટે મંત્રીઓ સાથે વાતચીત કરતો હતો. પછી આ વિવાદ અધૂરો મૂકીને રાજા પિતાના ભવને આવ્યા, ત્યારે ચન્દ્રાભાએ પૂછયું કે, “હે સ્વામી! આજે તમે આટલા મેડા કેમ આવ્યા ?” ત્યારે રાજાએ રાણીને પ્રત્યુત્તર આપ્યો કે, “હે પ્રિયે! આજે પરદારાવિષયક ફરિયાદ આવી હતી. તેના વિવાદને અન્ત ન લાવી શક્યો, તેથી મને આજે આવતાં વિલમ્બ થ.” ત્યારે ચન્દ્રાભાએ હસતાં હસતાં રાજાને કહ્યું કે, “હે સ્વામી! પારદારિકની પ્રયત્નપૂર્વક પૂજા કરવી જોઈએ. કારણ કે, લોકમાં તેને દોષ હોતો નથી.” રાણીનું વચન સાંભળીને રેષાયમાન મધુરાજા કહેવા લાગ્યું કે, “જે દંડપાત્ર ગુન્હેગાર હોય, તેવા દુષ્ટની પૂજા કેવી રીતે કરી શકાય?” “હે નરાધિપ! જે તમે પારદારિક માણસને શિક્ષા કરવા તૈયાર થયા છે, તો પછી તમે પોતે જ ઘોર અપરાધ કરનાર છે અને મહાદંડપાત્ર છે. તે સ્વામી! પ્રથમ પરદારા–સેવન કરનારા, સમગ્ર પૃથ્વીના નાથ તમે જ છે, ત્યાર પછી લોક પદારા–સેવન કરનાર થયો છે. કારણ કે, “જેવા રાજા હોય, તેવી સર્વ પ્રજા થાય છે. જ્યાં રાજા પોતે જ પદારા–સેવન કરનાર દુષ્ટ હોય, ત્યાં લેકની મધ્યમાં રહીને ન્યાય કેવી રીતે આપી શકે ?” રાણીનાં આ યથાર્થ વચન સાંભળીને તરત જ મધુરાજા પ્રતિબોધ પામ્યા અને ફરી ફરી પિતાના આત્માની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org