________________
: ૪૫ ;
[૧૫] મધુ અને કેટલની કથા આ ભારતમાં શામ્બ અને પ્રદ્યુમ્ર નામના કૃષ્ણ વાસુદેવના બે પુત્રો ઉત્પન્ન થશે. “હે મહાયશ! ભારત અને રામાયણ એમ બંનેનું અંતર ચોસઠ હજાર વર્ષ તીર્થંકર ભગવતેએ કહેલું છે.
ફરી રાજાએ પૂછ્યું કે, “હે ભગવન્ત! તેઓને બધિ દુર્લભ કેમ થયું? તપ કે આચર્યો? તે સર્વ મને કહો. ત્યારે ઇન્દ્રભૂતિ ભગવતે કહ્યું કે, “હે શ્રેણિક ! બીજા ભવમાં મધુ અને કેટભે જેવી રીતે બોધિ પ્રાપ્ત કર્યું, તે તમે એકાગ્ર મનથી શ્રવણ કરો.”
આ ભરતક્ષેત્ર વિષે મગધ નામના દેશમાં વિખ્યાત શાલિ નામનું સુંદર ગામ હતું. તે કાલે નિર્યાદિક નામને રાજા તેને ભગવતે હતે. તે જ શાલિવર ગામમાં સેમદેવ નામને વિપ્ર વસતું હતું, તેને અગિલા નામની પત્ની હતી અને શિખિ(અગ્નિ) ભૂતિ તથા વાયુભૂતિ નામના બે પુત્ર હતા. તેઓ પોતે વગર પાંડિત્યે પણ પંડિતનું અભિમાન વહન કરનાર, છ કર્મમાં રક્ત, અતિશય ભાગોમાં મૂઢ બનેલા સમ્યગ્દર્શન રહિત જિનવરના ધર્મના વિરોધી હતા. કેટલાક કાળ પછી શ્રમણસંઘથી પરિવરેલા વિહાર કરતા કરતા નન્દિવર્ધન મુનિવર શાલિગ્રામમાં આવી પહોંચ્યા. ઉદ્યાનમાં આવીને રહેલા તે મુનિવરના સમાચાર સાંભળીને શાલિગ્રામના કે તેમને વન્દન કરવા માટે બહાર નીકળ્યા. લેકીને જતા દેખીને અગ્નિભૂતિ અને વાયુભૂતિ પૂછવા લાગ્યા કે,
બાલ-વૃદ્ધ સહિત આટલા બધા લોકે ઉતાવળા ઉતાવળા કઈ તરફ જાય છે ?” ત્યારે કેઈકે તેને કહ્યું કે, “બહાર ઉદ્યાનમાં આવેલા શ્રમણ ભગવન્તને વંદન કરવા માટે ગામના લેકે જઈ રહેલા છે. વાદ કરવાની ઉત્કંઠાવાળા તે મોટા અને નાના ભાઈ મુનિની પાસે આવ્યા અને બંને ભાઈઓ મુનિવરને ન બેલવા ચોગ્ય વચને કહેવા લાગ્યા કે, “અરે મુનિઓ ! જે અહિં તમે કઈ શાસ્ત્રને સંબધ જાણતા હે તે કહો લોકની વચ્ચે તરત પ્રત્યુત્તર આપો, વિલમ્બ ન કરે.”
એક મુનિવરે તેઓને પ્રશ્ન કર્યો કે, “તમે ક્યાંથી આવ્યા છે ? ત્યારે તેઓએ કહ્યું કે, “અમે શાલિગ્રામથી આવ્યા છીએ.” ફરી મુનિએ પૂછ્યું કે, “તમે ક્યા ભવથી આ મનુષ્યભવમાં આવ્યા છે ? જે તમારામાં પંડિતાઈ હોય તે કહો.” તે નહિ જાણતા એવા તે બ્રાહ્મણો લજજા પામેલા નીચું મુખ રાખીને ઉભા રહ્યા. ત્યારે તેઓને પૂર્વ ભવને વૃત્તાન્ત મુનિવર કહેવા લાગ્યા કે, “આ ગામની વનસ્થલીમાં તમે બંને પૂર્વભવમાં માંસાહાર કરનાર અને ઘણે કલેશ પામનાર શિયાળ હતા. આ ગામમાં પામરક નામને એક ખેડૂત ખેતરમાં ગયે હતો, ત્યાં પિતાનું ઉપકરણ મૂકીને પિતાના ઘરે આવ્યો. તે બંને શિયાળ તે ચામડાના દેરડાનું ઉપકરણ ખાઈને મૃત્યુ પામ્યા. કર્માનુગે તે બંને સમદેવના પુત્ર થયા. હવે પ્રભાત-સમયે પામરક ખેડૂત પિતાના ખેતરમાં ગયે. ત્યાં જોયું કે, પિતાનું દેરડું ભક્ષણ કરીને બંને શિયાળ મૃત્યુ પામ્યા છે. તે બંનેને અગ્નિસંસ્કાર કરીને પિતાના ઘરે પાછા આવ્યા. પામરકે મૃત્યુ પામીને પિતાની પુત્રવધૂના ગર્ભમાં ઉત્પન્ન થયે જાતિસ્મરણ થવાથી ત્યાં તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org