________________
પઉમચરિય-પદ્ધચરિત્ર
બાળકે મૂંગાપણું સ્વીકાર્યું. વિચાર્યું કે, “પુત્રને તાત અને પુત્રવધૂને માતા કહીને હું કેવી રીતે બોલાવું?” જે તમને વિશ્વાસ ન હોય તો તે પામરકને અહિં બોલાવો. એટલે આ સમગ્ર વૃત્તાન્ત તે તમને કહેશે. તેને બેલા, ત્યાર પછી મુનિએ તેને કહ્યું કે, “હે વત્સ! તું પહેલાં પામરક હતું, તે હવે તું દુઃખથી પુત્રવધૂના ગર્ભમાં ઉત્પન્ન થયે છે. અરે ! રાજા પણ સેવક થાય છે, ફરી સેવક પણ રાજા થાય છે. માતા પુત્રી થાય છે, પિતા પણ પુત્ર થાય છે. આ રેટમાલા સમાન સમગ્ર સંસારમાં પોતાના કર્મથી નચાવેલા સર્વ જીવો લાંબા કાળ સુધી જન્મ-મરણના ફેરા કરતા રખડ્યા જ કરે છે. આવા પ્રકારની સંસારની સ્થિતિ જાણુને હે વત્સ! હવે તું મૂંગાપણું છોડી દે અને આ લોકની મધ્યમાં સ્પષ્ટાક્ષરથી વચન બેલના થા.આટલું કહેતાં જ તે ઘણે હર્ષ પામ્યો અને મુનિવરને પ્રણામ કર્યા, વળી શિયાળ સંબન્ધી જે વૃત્તાન્ત હતા, તે સર્વ હકીકત લોકોને જણાવી. ઉત્પન્ન થએલા સંવેગવાળા તે પામરકના જીવે મુનિની પાસે દીક્ષા અંગીકાર કરી, તેને વૃત્તાન્ત સાંભળીને બીજા પણ અનેક શ્રમણી અને શ્રમણે બન્યા.
આ પ્રમાણે કોલાહલ કરતા લોકોએ વિપ્રોની મશ્કરી કરી કે, “આ માંસાહારી શિયાળો બ્રાહ્મણ બન્યા.” પછી લોકો એમ બોલવા લાગ્યા કે, “વ્રત-શીલ-રહિત પાપબુદ્ધિવાળા આ પશુઓ ભેગોની તૃણાવાળા છે, તેથી ધર્મના અર્થી એવા આપણે સર્વે ઠગાયા છીએ. સર્વ આરંભેમાં પ્રવર્તનારા, અબ્રહ્મચારી, ઈન્દ્રિયેના વિષયમાં આસક્ત બનેલા, ચારિત્ર વગરના અબ્રહ્મવાળા હોવા છતાં લોકમાં બ્રાહ્મણ તરીકે ઓળખાય છે.
તપ અને ચારિત્રમાં રહેલા શુદ્ધ શ્રમણ જ લેકમાં બ્રાહ્મણ છે, જેઓએ નેહ સંબન્ધ અને આડંબરને ત્યાગ કર્યો છે. તેમ જ જેઓ ક્ષમા, સરળતા, નમ્રતા, નિર્લોભતા ગુણવાળા બ્રહ્મચારી છે, તે જ સાચા બ્રાહ્મણ છે. ધ્યાનરૂપી અગ્નિહોત્રમાં મગ્ન બનેલા જેઓ પોતાના કષાયરૂપી સમિધને બાળનારા છે, જેઓ મુક્તિમાર્ગને સાધનારા છે, તેઓ જ અહિં ધીર શ્રમણે બ્રાહ્મણે ગણાય છે. આ લેકમાં જે કેટલાક મનુષ્ય સ્કંદ, ઈન્દ્ર, રુદ્ર એવા નામથી ઓળખાય છે, તેવી રીતે વતરહિત અબ્રાહ્મણને બ્રાહ્મણ ગણાવાય છે. આવી રીતે સાધુઓની સ્તુતિ બેલતા લોકોને સાંભળીને લજજા પામેલા અને વિલખા થએલા મરુભૂતિ અને અગ્નિભૂતિ પોતાના ઘરે ગયા.
પિતાને રાત્રે ઉપસર્ગો થવાના છે—એમ જાણીને આ મુનિવર મશાનમાં જઈને ધીરતા-ગંભીરતા ધારણ કરીને ત્યાં કાઉસ્સગ્ન-પ્રતિમાપણે ઉભા રહ્યા. રોષરૂપી ભારેલા અગ્નિવાળા, હાથમાં તલવાર ધારણ કરેલા, મહાભયંકર બનેલા તે બ્રાહ્મએ રાતના સમયે મુનિને વધ કરવા માટે મશાન–વનમાં પ્રવેશ કર્યો.
ફમશાન કેવું હતું? ભડકે બળતી અનેક ચિતાઓવાળા, જળી રહેલા અને બળતા મડદાઓના સમૂહવાળા, , રાક્ષસ, ભૂત, બ્રહ્મરાક્ષસ, ડાકિની, વેતાલ આદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org