________________
[૧૩] રામ વગેરેના પૂર્વભવે તથા સીતાની પ્રવજ્યા
: ૪૪૧ :
વારની ધાર પર ચાલવા સરખા જિનમતાનુસારી ચારિત્રને તું કેવી રીતે ગ્રહણ કરી પાળી શકીશ? ક્ષુધાદિક બાવીશ પરીષહ મહાકઠણ છે, તેને તું કેવી રીતે સહન કરી શકીશ? દુર્જન મનુષ્યનાં કાંટા કાવા સરખાં હલકાં વચને કેવી રીતે સહન કરીશ? કેશ વગરના ખુલા મસ્તકવાળો, બેડોળ કપલતલવાળ, માત્ર હાડકાં અને ચામડી બાકી રહેલાં હોય, તેવા દુર્બલ દેહવાળો, પારકા ઘરેથી દાનમાં ભિક્ષા મેળવીને દેહપિષણ કેવી રીતે કરી શકીશ?” કૃતાન્તવદને પ્રત્યુત્તર આપ્યો કે, “હે સ્વામિ! આપને ગાઢ સ્નેહ છોડી શકું છું, તે પછી હું બીજાં કાર્યો કેમ નહિં સાધી શકું?” જ્યારે કૃતાન્તવદનને નિશ્ચિત ભાવ જાણ્ય, ત્યારે લક્ષમણ સહિત રામે તેને દીક્ષા લેવાની અનુમતિ આપી. રામ તથા લક્ષમણ તેમ જ સર્વ સુખદાયક મિત્ર પરિવારની રજા મેળવીને કૃતાન્તવદને મુનિ પાસે પ્રત્રજ્યા અગીકાર કરી. હવે દેવ અને અસુરો સકલભૂષણ મુનિને ભાવથી પ્રણામ કરીને પોતાના પરિવાર સાથે જ્યાંથી આવ્યા હતા, ત્યાં સર્વે પહોંચી ગયા. રામ પણ તે કેવલિમુનિવર તથા બાકીના મુનિઓને વંદન કરીને સીતાની પાસે તે એકલે પહોંચી ગયો. તારા–સહિત જેમ ચન્દ્રલેખા હોય, તેમ વેતામ્બર વસ્ત્ર ધારણ કરેલ સાધ્વીઓની મધ્યમાં બેઠેલી સીતાને રામે દેખી. .
આવા પ્રકારના સંયમગુણને ધારણ કરનારી તેને દેખીને રામ ચિંતવવા લાગ્યા. કે, “સીતાએ આવું દુષ્કર ચારિત્ર કેમ અંગીકાર કર્યું હશે ? આ સીતા મારી ભુજા પાસે રહેલી સુખપૂર્વક લાલન-પાલન નિરન્તર પામતી હતી. હવે મિથ્યાત્વી અને અનાર્ય સ્ત્રીઓનાં દુર્વચને કેવી રીતે સહન કરી શકશે? મારી સાથે અનેક પ્રકારનાં રસપૂર્ણ ભેજન કરેલાં છે, તે હવે પારકા ઘરેથી કેઈ વખત પ્રાપ્ત થાય છે, કેઈ વખત પ્રાપ્ત ન થાય-એવા પ્રકારની બીજાએ આપેલી ભિક્ષાનું ભજન કેવી રીતે કરશે?. વીણા-વાંસળી વાગવાના સુન્દર સંગીત શ્રવણ કરતાં કરતાં જે સુખેથી શયન કરતી, હતી, તે સીતા હવે ખરબચડા પૃથ્વીતલ પર કેવી રીતે નિદ્રા પ્રાપ્ત કરશે? આ સીતા અનેક ગુણોના આશ્રયભૂત નક્કી નિર્મલ શીલ ધારણ કરનારી, અનુકૂલ વર્તાવ કરનારી હતી, તેને મૂઢ બનીને મેં બીજાના મુખથી ખાટા દો સાંભળીને ગૂમાવી.” આ અને આવા બીજા સંક૯પ કરીને ત્યાં પરમાર્થ સમજેલા રામ સીતાને પ્રણામ કરવા લાગ્યા. ત્યાર પછી રામદેવે સાધ્વી બનેલી સીતાને કહ્યું કે, “આપણે ઘણો સમય એકત્ર વાસ કર્યો, તેમાં મારાથી જે કંઈ ખોટું વર્તન થયું હોય, તેને હવે ભૂલી જઈ ક્ષમા આપવી.” આ પ્રમાણે અધિક તુષ્ટ થએલા લક્ષમણ, રામ અને બીજા નરેન્દ્રોએ તે ઉત્તમ શ્રમણ સીતાને વન્દન કર્યું. સીતા સાધ્વીને અભિવાદન કરીને અને આ પ્રમાણે ક્ષમાયાચના કરીને પિતાના સુભટ–પરિવાર સાથે તે સ્વભવને પહોંચી ગયા. આ પ્રકારે ભાવિત મનવાળા બની જે પુરુષ રામનું ચરિત્ર ભણશે કે સાંભળશે, તે ધિલાભ મેળવશે, તેમ જ લેકમાં વિમલ ઉત્તમ યશવાળો થશે. પાચરિતવિષે રામ વગેરેના પૂર્વભવ તથા સીતાની પ્રવજ્યા નામના એક ત્રીજા પર્વને આ. શ્રીહેમસાગરસૂરિએ કરેલ ગુજરાનુવાદ પૂર્ણ થયો[૧૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org