________________
[૧૦૩] રામના પૂર્વભવા તથા સીતાની પ્રત્રજ્યા
• ૪૩૯ *
જે આ નયદત્તના ધનદત્ત નામના પુત્ર હતા અને બ્રહ્મલાકના અધિપતિ ઈન્દ્ર હતા, તે જ આ ખલદેવની સમૃદ્ધિને પામેલા રામદેવ છે. વળી જે વસુદત્ત હતા, તે શ્રીભૂતિ બ્રાહ્મણ થયા હતા, તે જ અત્યારે નારાયણની લક્ષ્મીને પામેલા પ્રધાનપુરુષ લક્ષ્મણ થયા છે. જે શ્રીકાન્ત હતા, તે સ્વયંભૂ, ત્યાર પછી ક્રમસર પ્રભાસકુન્દ થયે અને છેવટે તે શૂરવીર વિદ્યાધરાના લંકાધિપ-રાવણ નામના પ્રતિવાસુદેવ થયા. જે ગુણુમતી હતી, તે ક્રમસર શ્રીભૂતિ પુરેાહિતની વેગવતી નામની પુત્રી, ત્યાર પછી બ્રહ્મદેવલાકમાં દેવી અને અત્યારે અહિં સીતારૂપે વર્તે છે. જે ગુણમતીના ગુણધર નામના સહેાદર હતા, તે જનકરાજાના ભામડલ નામના આ પુત્ર થયા છે. જે યાજ્ઞ વલ્કય વિપ્ર હતા, તે તું બિભીષણ થયા છે. વૃષભવજ હતા, તે વાનરોના અધિપતિ સુગ્રીવ થયા છે. આ સર્વે પૂર્વભવમાં સ્નેહસંબન્ધવાળા હતા, તે કારણે રામના ઉપર સ્નેહ વહન કરે છે અને પેાતાને અનુકૂલ થયા છે.
ત્યાર પછી ફરી બિભીષણે સકલભૂષણ શ્રમણને પૂછ્યું કે- હે ભગવન્ત ! વાલીએ કરેલા પૂર્વભવના વૃત્તાન્ત કહો.’ ત્યારે મુનિએ કહ્યું કે, ‘ખિભીષણ ! સાંભળે- એક કાઈ જીવ સ’સારમાં પરિભ્રમણ કરીને કમાગે દડકારણ્યમાં મૃગલા થયા. સાધુ સ્વાધ્યાય કરતા હતા, તે સાંભળીને કાલધમ પામેલા તે મૃગલા ઐરવતક્ષેત્રમાં ઘણા ધનવાળા મઘદત્ત નામે ઉત્પન્ન થયા. તેના વિહિતાક્ષ નામના પિતા ઉત્તમ શ્રાવક અને શ્રીમતી નામની માતા હતી, વળી મઘદત્તને પત્ની હતી, તે જિનવરધમ વિષે વિપુલ શ્રદ્ધાવાળી હતી. મૃત્યુ પામેલા તે પાંચ અણુવ્રતધારી હાવાથી શ્રેષ્ઠ હાર, કુંડલ ધારણ કરનાર ગ્રીષ્મકાળના સૂર્ય સમાન તેજસ્વી શરીરવાળા ઉત્તમદેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને પૂવિદેહમાં મદોન્મત્ત કાયલના મધુર શબ્દ સરખા રવ કરતી વિજયાવતીની નજીકના ગામમાં કાન્તાશાક નામના રાજા હતા. તેની રત્નવતી ભાર્યાની કુક્ષિથી ઉત્પન્ન થએલા સુપ્રભ નામના પુત્ર હતા, તેણે રાજ્ય ભોગવીને દીક્ષા લીધી. ચારિત્ર અને તપનું સેવન કરી કાલધર્મ પામેલા સર્વાસિદ્ધ વિમાનમાં અહમિન્દ્ર દેવ થયા. ત્યાંથી ચ્યવીને આદિત્યરજનેા પુત્ર વાલી થયા. તે સમયે રાવણ સાથે વિરોધ કરીને સવેગ પામ્યા, કૈલાસ પર્વત ઉપર દીક્ષા અંગીકાર કરી અને ધીર ગંભીર એવા તે તપસ્યા કરવા લાગ્યા.
તે વખતે સર્વાદરથી રાવણે કૈલાસપતને અ'ગુઠાથી ઉચકવો અને કાઉસગ્ગમાં રહેલા વાલીમુનિને ક્ષેાભ પમાડ્યો. વાલીમુનિ પેાતાના દૃઢ યાનાનલથી સમગ્ર કરજ આળવા લાગ્યા, સકમના ક્ષય કરી અજરામર અને મલ વગરના પરમપદને પામી ગયા. એ પ્રમાણે પૂર્વે ખાંધેલા દૃઢ વૈરવાળા એક બીજાના વધ કરતા, તે વસુદત્ત અને શ્રીકાન્ત એ અને સ`સારમાં ખૂખ રખડ્યા. તે વેગવતી સ્વયંભૂને ઘણી વલ્લભ હતી, તે અનુરાગના કારણે રાવણે સીતાનું અપહરણ કર્યું. જે શ્રીભૂતિને વેગવતીના કારણે સ્વયંભુએ હણી નાખ્યા, પરન્તુ ધના ફૂલથી તે ઉત્તમ વિમાનમાં દેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org