________________
[૧૦૩] રામના પૂર્વ
અને સીતાની પ્રત્રજ્યા
: ૪૩૭ :
અંગીકાર કરવા રૂપ શ્રમણનાં મહાવ્રત અથવા સર્વવિરતિ ધર્મ. હે રાજન્ ! સંસારસમુદ્રથી તારનાર આ ઘણું પર્યાયવાળાં મહાવતે જણાવેલાં છે. શ્રાવકધર્મનું સેવન કરનાર નક્કી ઉત્તમ દેવતાની સમૃદ્ધિ ભેગવનાર થાય છે. જ્યારે ઘેરતપ કરનાર શ્રમણ સિદ્ધિ જરૂર મેળવે છે, તેમાં સદેહ નથી. તમને ઉત્કૃષ્ટ અને નાને એમ બંને પ્રકારના ધર્મ જણાવ્યા, આ બંનેમાંથી તમારી શક્તિ-અનુસાર ગમે તે એક ધર્મને સ્વીકાર કરો.” તે મુનિવરનું વચન સાંભળીને શ્રીચન્દ્ર અતિહર્ષ પામ્ય અને ધૃતિકાન્ત નામના પિતાના પુત્રને પોતાનું રાજય આપ્યું. મધુર અને સ્નેહપૂર્ણ પ્રલાપવાળું રુદન કરતા પિતાના સ્નેહિવર્ગને ત્યાગ કરીને શ્રીચન્દ્રરાજાએ સમાધિગુપ્ત મુનિવરની પાસે પ્રવજ્યા અંગીકાર કરી. ઉત્તમ મહાવ્રત ધારણ કરનાર, ત્રણે શુભગધારી, વિશુદ્ધ સમ્યકત્વ ધારણ કરનાર, ચારિત્ર, જ્ઞાન, દર્શન, તપ, નિયમરૂપ આભૂષણોથી અલંકૃત દેહવાળા, સ્વાધ્યાય-ધ્યાનમાં લીન, ઈન્દ્રિયોને જિતનારા, સમિતિ-ગુપ્તિયુક્ત, સાતે ભયથી સર્વથા મુક્ત થએલા, પિતાના દેહવિષે પણ મમતા-વગરના, છઠ્ઠ, અઠ્ઠમ આદિથી માંડી માસક્ષમણની વિચિત્ર તપસ્યા કરીને પારણા કરનાર એવા મહાત્મા કર્મ–પંજરને જર્જરિત કરતા વિચારતા હતા. આ પ્રમાણે ભાવિત કરેલા યોગવાળા શ્રીચન્દ્ર મહર્ષિ દઢ સમાધિયુક્ત કાલધર્મ પામીને બ્રહ્મદેવલોક નામના પાંચમા ક૫માં ઉત્પન્ન થયા. તે પરમ શ્રેષ્ઠ વિમાનમાં મુકુટ, કુંડલ આદિ આભરણોથી અલંકૃત, શભા કાન્તિ લક્ષમીના આશ્રયભૂત, ગ્રીષ્મકાલને સૂર્ય સમાન તેજસ્વી શરીરવાળા, મન અને નયનને હરણ કરનાર દેવીઓના પરિવારથી પરિવરેલા મહાસમૃદ્ધિશાળી તે ઈન્દ્રમહારાજા બ્રહ્મદેવલોકમાં રહેલા વિષયસુખ ભોગવતા હતા. તે બિભીષણ! આ પ્રમાણે ધનદત્તને વૃત્તાન્ત તમને કમસર જણાવ્યા. હવે વસુદેવ શેઠને સ્પષ્ટ વૃત્તાન્ત તમને કહું છું
મૃણાલકુંડ નામના નગરમાં વિજયસેન નામનો રાજા રહેતા હતા. તેને ગુણોથી અલંકૃત રત્નચૂલા નામની ભાર્યા હતી. તેઓને વજકંચુક નામને પુત્ર હતા અને તેને હેમવતી નામની ભાર્યા હતી. તે શ્રીકાન્ત તેના ગર્ભમાં ઉત્પન્ન થયે અને સ્વયંભૂ એવું તેનું નામ સ્થાપન કર્યું. તે રાજાને જિનશાસનને અનુરાગી શ્રીભૂતિ નામનો પુરોહિત હતું અને તેના સમાન ગુણવાળી સરસ્વતી નામની સુંદર પત્ની હતી. જે ગુણમતી નામની કન્યા હતી, તે વિવિધ યોનિઓમાં ભ્રમણ કરીને પોતાના કર્મથી નચાવાએલી એવી જંગલમાં હાથણીપણે ઉત્પન્ન થઈ. ગંગાનદીના કાંઠા પર કાદવમાં ખેંચી ગએલી હતી અને બાકીનું આયુષ્ય પૂરું કરતી હતી. તે સમયે આકાશગમન કરનાર વિદ્યાધર તરંગવેગે તેને કાનમાં પરમેષ્ઠિમંત્ર સંભળાવ્યો. ત્યાંથી કાળધર્મ પામીને સરસ્વતીની કુક્ષિથી ઉત્પન્ન થએલી શ્રીભૂતિ બ્રાહ્મણની પુત્રી વેગવતી નામની કન્યા થઈ યૌવનવય પામી. કેઈક સમયે તેના ઘરે ભિક્ષા માટે આવેલા સાધુને ઉપહાસ કરતી હતી, પિતાએ પુત્રીને શિખામણ આપી તેમ કરતાં અટકાવી. ત્યાર પછી તે સાચી શ્રાવિકા બની. તે કન્યા અત્યન્ત રૂપવતી હોવાથી સ્વયંભૂ વગેરે રાજાએ મદનાવસ્થા પામી તેને મેળવવા માટે ઉત્કંઠિત થયા. ત્યારે કન્યાના પિતા શ્રીભૂતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org