Book Title: Paumchariya
Author(s): Hemsagarsuri
Publisher: Vallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai

View full book text
Previous | Next

Page 470
________________ [૧૦૩] રામના પૂર્વભવા અને સીતાની પ્રત્રજ્યા ; ૪૩૫ : હતા. તેને શ્રીદેવી સમાન રૂપવાળી શ્રીકાન્તા નામની રાણી હતી. હવે કાઈક વખત પદ્મરુચિ શ્રાવક ગોકુળ તરફ જઇ રહ્યો હતા, ત્યારે તેણે ભૂમિ પર રહેલા ચેષ્ટા વગરના વૃદ્ધ બળદને જોયા. પછી તે શેઠે અશ્વ ઉપરથી નીચે ઉતરીને કરુણાથી તેના કાનમાં પુચનમસ્કાર સભળાવ્યા, તરત જ તે જીવે દેહ છેડ્યો. તેના પ્રભાવથી ખળદના જીવ શ્રીકાન્તા રાણીની કુક્ષિમાં ઉત્પન્ન થયા, છત્રાયના તે પુત્રનું નામ વૃષભધ્વજ સ્થાપન કર્યું.... કાઈક સમયે આ રાજકુમાર ક્રીડા કરતા કરતા તે સ્થળે ગયા કે, જ્યાં વૃદ્ધબળદ મૃત્યુ પામ્યા હતા. ત્યાં કુમારને જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થયું. અળદના ભવમાં ઠંડી, ગરમી, ભૂખ, તરશ, ખધન, વધ વગેરે દુઃખાનુભવ કરેલ તે અને પ‘ચપરમેષ્ઠિ-નમસ્કાર આપનાર પુરુષનું' સ્મરણ થયું. ઉત્પન્ન થએલા ધિલાભવાળા તે ખાલરાજકુમારે ત્યાં ઉંચા શિખરયુક્ત જિનમદિર કરાવ્યું, તેમ જ તેમાં પેાતાના પૂર્વભવની છેલ્લી અવસ્થા, નવકારમંત્ર શ્રવણુ કરાવનાર એક પુરુષ ઇત્યાદિક ચિત્રામવાળા ત્યાં પટ સ્થાપન કરાવ્યા. ત્યાં આગળ બેસાડેલા પેાતાના સેવકને કહી રાખ્યું કે, આ ચિત્ર દેખીને કેાઇ તેના પરમાથ જાણે તેા, તરત તમારે મને તેના સમાચાર આપવા. ચૈત્યાને વન્દના કરવાની અભિલાષાવાળા પદ્મરુચિ જિનાલયે આવ્યા, અભિવન્દન કર્યા પછી વિવિધવણુ વાળા તે ચિત્રપટને દેખ્યા. જેટલામાં નિર્નિમેષ નયનથી પદ્મરુચિ ચિત્રપટને નીહાળતા હતા, તેટલામાં રાજપુરુષા રાજકુમાર પાસે ગયા અને આ હકીકત જણાવી. 6 રાજકુમાર પણ તરત જ મર્દોન્મત્ત હાથી ઉપર આરૂઢ થઇને મહાઋદ્ધિ સાથે તે જિનભવને ગયા. હાથી ઉપરથી નીચે ઉતરીને ષિત મનવાળા તેણે પદ્મરુચિને પ્રણામ કર્યા. પગમાં પડતા રાજકુમારને રોકીને ઘણા ક્લેશવાળું બળદના ભવનું' સમગ્ર દુઃખ રાજકુમારે નિવેદન કર્યું. ત્યાર પછી રાજપુત્રે કહ્યું કે, · તે બળદ તે હું પાતે જ છુ, તમે સંભળાવેલા નવકારના પ્રભાવથી હું રાજપુત્ર થયા છું અને મહાગુણુયુક્ત રાજ્ય મેળવ્યું છે. સગી માતા, પિતા, અન્ધુએ અને સંસ'ખ'ધીએ તે કા કરતા નથી કે જે સુપ્રસન્ન મને નમસ્કારમંત્ર સ્મરણ-શ્રવણુ કરાવનાર સમાધિમરણુ આપનાર જેવા પ્રકારનું હિતકાર્ય કરે છે. પછી કુમારે તે પદ્મરુચિને કહ્યું કે, · આ સમગ્ર રાજ્ય તમે ભાગવા અને વગર સકાચે રાજા તરીકે તમારે જરૂર મને આજ્ઞા કરવી.’ આ પ્રમાણે મહાઋદ્ધિવાળા તે મને ઉત્તમ કોટીના શ્રાવક થયા અને ઉત્તમ સમ્યક્ત્વની ભાવના–સહિત દેવ-ગુરુની પૂજામાં તત્પર બન્યા. કોઇક સમયે વૃષભધ્વજ રાજા ઘણી સમાધિ-સહિત મૃત્યુ પામ્યા અને ઈશાન નામના બીજા દેવલેાકને વિષે દિવ્યરૂપધારી દેવ થયા. પદ્મરુચિ શ્રાવક પણ સુચારિત્રના ગુણવાળું સમાધિમરણ પામીને તે જ ઇશાનકલ્પ નામના બીજા દેવલાકમાં મહદ્ધિક દેવપણે ઉત્પન્ન થયા. લાંખા કાળ સુધી તે દેવલાકનું સુખ લાગવીને ત્યાંથી ચ્યવેલા, મેરુપર્વતની પશ્ચિમ દિશામાં મનેહર વૈતાઢ્ય પર્વત ઉપર આવેલા નન્દાવત નગરમાં નન્દીશ્વર રાજાની ક્નકાલા નામની રાણીની કુક્ષિથી જન્મેલ નયનાનન્દ નામના પુત્ર થયા. બેચરપણાની સમૃદ્ધિ ભાગવીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520