________________
[૧૨] રામે કરેલ ધર્મ-શ્રવણ
કે ૪૩૧ :
ત્યાં રહેલા સિદ્ધ ભગવતો અનન્ત બલવાળા, અનત જ્ઞાનવાળા, અનન્ત દર્શનવાળા અનન્ત સુખવાળા અનન્તા કાળ સુધી અપૂર્વ આત્મ-રમણતાના સુખને અનુભવ કરે છે. સંસારની અંદર રહેલા જીવને સ્પર્શેદિક ઈન્દ્રિયોનું સુખ છે, તે મેહના હેતુવાળું છે અને તેને છેડે નક્કી દુઃખમાં જ આવે છે. અભવ્ય કે મિથ્યાદષ્ટિ જીના સમૂહ કુધર્મમાં કહેલાં આકરાં ધર્માનુષ્ઠાને, ઘેર તપ-સંયમ કરે, તે પણ તે અજ્ઞાનીએ સિદ્ધિસ્થાન પ્રાપ્ત કરી શકતા નથી.
હે રાઘવ! જિનશાસનને છોડીને બીજા શાસનમાં અનુરાગ કરનારા કે તેમાં અતિશય ઉદ્યમ કરનારાઓને કર્મક્ષય થવાને અવકાશ જ નથી. અજ્ઞાન તપસ્વી લાખે કેડ ભવો પ્રયત્ન કરીને જેટલાં કર્મ ખપાવે, તેટલાં કર્મ ત્રણગુપ્તિવાળો જ્ઞાની મુહૂ
માત્રમાં ખપાવે છે. જે ભવ્યાત્માઓ જિનેશ્વરના વચનમાં અનુરાગ કરનારા જ્ઞાન, દર્શન અને ચારિત્રની સાધના કરનારા શુક્લધ્યાનમાં મગ્ન બનેલા હોય, તેઓ સર્વે કર્મને ખંખેરીને નક્કી સિદ્ધગતિને પામે છે. એ પ્રમાણે સાંભળીને ત્યાર પછી રામે સાધુને કહ્યું કે, હે ભગવન્ત ! મને તે કહે છે, જેનાથી જ સંસારરૂપી કેદખાનાથી મુક્ત થાય છે. આ સમયે સકલભૂષણ મુનિવરે કહ્યું કે, અનેક તપ-સંયમયુક્ત સમ્યગ્દ
ન મૂળવાળા જિનધર્મની જીવાદિક નવ પદાર્થોની જેઓ યથાર્થ શ્રદ્ધા કરે છે, અને લૌકિક ધર્મસ્મૃતિઓને સાંભળતા નથી, તેને સમ્યગ્દષ્ટિ કહે છે. શંકાદિ–દોષરહિત એવા સમ્યગ્દર્શનને ધારણ કરનાર, ભગવતે કહેલા તપનું સેવન કરનાર, ઈન્દ્રિયેના વેગને રોકનાર એવા મનુષ્યનું ચારિત્ર તે સુન્દર ચારિત્ર ગણેલું છે. જે ધર્મમાં અહિંસા, સત્ય, અદત્તને ત્યાગ, બ્રહ્મચર્ય પાલન, બંને પ્રકારના પરિગ્રહની વિરતિ હોય, તે સદા સુચા ત્રિ ગણેલું છે. જેમાં મેક્ષ મેળવવા માટે વિનય, દયા, દાન, શીલ, જ્ઞાન, ઈન્દ્રિયદમન, ધ્યાન કરવામાં આવે, તે સુચારિત્ર કહેવાય. હે રાઘવ! આ પ્રકારે કહેલા ગુણ વાળું ચારિત્ર જિનેશ્વરે એ કહેલું છે, તેથી વિપરીત ગુણવાળું અચારિત્ર સમજવું. આવા પ્રકારના ચારિત્રથી યુક્ત દઢ તિવાળે મેક્ષ મેળવવાના એકાન્તમનવાળો પુરુષ દુઃખથી મુક્ત થાય છે,–આ વિષયમાં સન્દહ નથી. જે ધર્મમાં ઈન્દ્રિયદમન, સત્ય, ઈન્દ્રિયોને સંવર, સમાધિ, જ્ઞાન, ધ્યાન નથી, તેમાં ધર્મ કેવી રીતે હોઈ શકે ? હિંસા, જૂઠ, ચેરી, સ્ત્રીસંભોગ, પરિગ્રહમાં ધર્મ માનવામાં આવે, તે દુઃખથી મુક્ત કરા વનાર સુંદર ધર્મ ગણાતું નથી. જ્યાં ધર્મ-નિમિત્તે હિંસા, જૂઠ, ચેરી, સ્ત્રી રતિ, પરિગ્રહ, અવિરતિ કરવામાં આવતાં હોય, તેમાં નક્કી ધર્મ હોઈ શકતું નથી. વળ જેઓ દીક્ષા ગ્રહણ કરીને છકાય જીવોની હિંસા કરે છે, તે મૂઢ ધર્મ કરવાને ડે કરે છે, પણ તેથી સિદ્ધિગતિ કે સદ્ગતિ મેળવી શકતા નથી.
ધર્મના લિંગને કે વેષને ધારણ કરીને જેઓ જીવોને વધ, બન્ધન, અવયવ વિધવા, મારવા, ડામ દેવા, અંગ છેદવાં વગેરે કાર્યમાં ઉદ્યમ કરનારા હોય, ખરીદવું ચિવું, કરાવવું, રાંધવું, અગ્નિ સળગાવા ઈત્યાદિક આરંભમાં આસક્ત હોય, સ્નાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org