________________
૪૩૦ :
પઉમચરિય-પદ્મચરિત્ર
નનાં પાંચ વિમાને જાણવાં. પાયદળ, ઘોડા, રથ, હાથી, બળદ, ગન્ધર્વ, નાટક એવાં સાત દિવ્ય સિન્ય ઈન્દ્રને હોય છે. વાયુ, હરિ, માતલિ, ઐરાવત, દામઈિ, રિષ્ટયશા અને નીલયશા આ સેનાઓના સેનાપતિઓ હોય છે. ત્યાં સુધર્મ નામના ૧ લા દેવલેકના વિમાનમાં ઐરાવણના વાહનવાળા, વજ ધારણ કરનાર, કાન્તિયુક્ત, ઋદ્ધિસંપન્ન મહાનુભાવ ઈન્દ્ર છે. તેમની સેવામાં રહેલા ચાર લોકપાલો છે. તેમનાં નામ અનુક્રમે યમ, વરુણ, કુબેર અને સેમ વગેરે છે. વળી તેમને ૮૪ હજાર સામાનિક દે છે. ત્યાં ઈન્દ્રમહારાજાને સુધર્મા સભામાં દેવની સમિતા, ચન્દ્રા, યમુના, જઘન્ય, મધ્યમ અને ઉત્તમ એવી ત્રણ પર્ષદાઓ હોય છે. મનાભિરામાં રત્નચિત્રા પદ્મા, શિવા, સુલસા, અંજૂ, શ્યામા, અચલા, કાલિન્દી અને ભાનુ નામની અગ્ર મહાદેવીઓ છે. એક એક મહાદેવીને સોળ હજાર દેવીઓનો પરિવાર હોય છે અને તેઓ ઉત્તમ રૂપ અને શેભા ધારણ કરનાર અને અનેક ગુણોના આલયભૂત હોય છે. તેમની સાથે ઇન્દ્રો ક્રીડા કરે છે. વિશુદ્ધ વેશ્યાવાળા અને ત્રણ જ્ઞાન સહિત ઈન્દ્ર મહારાજા તે દેવીઓ સાથે ઉત્તમ પ્રકારના ભેગો ભગવે છે અને લાંબો સમય પસાર કરે છે. વિપુલ તપ-સંયમથી ઉપાર્જન કરેલ તેમના પુણ્યના પ્રભાવને હજાર કેડે વર્ષ સુધી વર્ણવવામાં આવે તે પણ તેને પાર પામી શકાતું નથી. એવી રીતે બીજા કલ્પના દેવ પિતાના વિમાનમાં હજારે દેવીઓથી પરિવરેલા પિતાને અનુરૂપ વિષયસુખ અનુભવતા ત્યાં રહેલા હોય છે. જે પ્રમાણે સૌધર્મકલ્પમાં, તેમ ઈશાન આદિ ક૯૫માં કમસર લેકપાલે, દેવીઓવાળા ઈન્દ્રો હોય છે. કલ્પવાસી દેવતાઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય ક્રમસર બે, સાત, દશ, ચૌદ, સત્તર, અઢાર, વીશ, બાવીશ, ત્રેવીશ, વીશ, પચ્ચીશ, છવ્વીશ અને અહમિન્દ્રોનું આયુષ્ય તે તેત્રીશ સાગરોપમનું છે. મેહ-રહિત અહમિન્દ્રોનું આયુષ્ય આ પ્રમાણે તેત્રીશ સાગરોપમનું નક્કી હોય છે.
આ સમયે પ્રણામ કરીને રામે પૂછયું કે, “હે ભગવન્ત! કમરહિત સિદ્ધોનું સુખ કેવું હોય છે?” ત્યારે ગણધર ભગવતે કહ્યું કે, “હે રાજન્ ! સાંભળે, તેઓના સુખનું વર્ણન કરવા માટે કેઈ મનુષ્ય સમર્થ બની શકતો નથી, તે પણ સંક્ષેપથી કહું છું, તે સાંભળો.
સામાન્ય મનુષ્ય કરતાં રાજાઓ અને મહારાજાઓને અધિક સુખ હોય છે. તેમના કરતાં ચક્રવર્તીઓને અને ભેગભૂમિના મનુષ્યોને વધારે અધિક સુખ હોય છે. તેમના કરતાં વ્યક્તર દેવને, તેમના કરતાં તિષ્ક દેવને અધિક સુખ હોય છે. તેમના કરતાં ભવનવાસી દેને અને તેમના કરતાં કેઈગુણું અધિક સુખ ક૯૫વાસી દેવોને હોય છે. તેમના કરતાં વધારે પ્રવેયક દેને, તેમના કરતાં અનુત્તરવાસી દેવાને સુખ અધિક હેય છે, જ્યારે શાશ્વત માક્ષસ્થાનને પામેલા સિદ્ધોને તેના કરતાં અનન્તગુણું સુખ હોય છે. આ સમગ્ર ત્રણ ભુવનની અંદર રહેલા દેવતાઓ અને ઈન્દ્રોનું જે સુખ છે, તે સિદ્ધોના સુખના હજારે, લાખે અને કેડમા ભાગનું પણ હોઈ શકતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org