________________
: ૪૨૮ :
પઉમચરિય-પદ્ધચરિત્ર
રત્નમય અને ઈચ્છા પ્રમાણે ભોગે પૂરા પાડનાર કલ્પવૃક્ષોથી સમૃદ્ધ હોય છે. જોડલે જન્મેલા મિથુનેના વસવાટવાળી, હંમેશાં ઉઘાતપૂર્ણ, મને હર એવી ત્યાં ગભૂમિ છે. ગૃહાંગ, તિષાંગ, ભૂષણગ, ભેજનાંગ, ભાજનાંગ, વસ્ત્રાંગ, ચિત્રરસાંગ, તુડિ(રિ)યાંગ, કુસુમાંગ; દીપિકાંગ આ નામના તેવા ગુણવાળા દશ પ્રકારના કલ્પવૃક્ષો ત્યાં હોય છે અને તે યુગલિકોની ઈચ્છા પ્રમાણે ભોગ આપે છે. ગ્રીષ્મકાળના સૂર્ય સમાન તેજવાળા, ઘણા રત્નોથી નિર્માણ કરેલા, આઠ ભૂમિવાળા દિવ્ય શયન, સુખાસન સહિત એવા રહેવા માટે ભવન નામના કલ્પવૃક્ષો મકાન આપે છે. તિષ-કલ્પવૃક્ષેના ઉપરથી પસાર થતા ચન્દ્ર અને સૂર્ય પણ તેમની પ્રભાથી ઝાંખા જણાય છે અને પોતાની કાન્તિને ત્યાગ કરે છે. આભૂષણ નામના કલ્પવૃક્ષે વિષે શ્રેષ્ઠ હાર, કડાં, કુંડલ, મુકુટ, – પુર વગેરે આભૂષણો ઉત્પન્ન થાય છે, એક આઠ જાતિની ખાવાની વાનીઓ તેમજ ચેસઠ પ્રકારનાં વ્યંજન શાક વગેરે સ્વાદયુક્ત આહાર ભજન-કલ્પવૃક્ષો વિષે ઉત્પન્ન થાય છે. ભાજન નામના કલ્પવૃક્ષો વિષે ભંગાર–જારી, થાળ, વાટકા, કળાં, વર્ધમાન વગેરે સુવર્ણ–૨નમય ભાજને ઉત્પન્ન થાય છે. વસ્ત્રાંગ નામના કલ્પવૃક્ષે સૂતરનાં સુંદર વસ્ત્રો ટૂંકુલ, ગરમ વસ્ત્ર, ચીનાંશુક-રેશમી વસ્ત્ર, પટ્ટ વગેરે અનેક જાતિનાં વસ્ત્રો તેઓને આપે છે. ચિત્રરસ નામના ક૯૫વૃક્ષને વિષે અનેક પ્રકારના મધુર સ્વાદવાળા, કાદમ્બ આદિ વૃક્ષોના ફળમાંથી તૈયાર કરેલા હોય તેવા આસવો અને પાનયોગો ઉત્પન્ન થાય છે. વીણા, ત્રણતારવાળી સારંગી, સચીસય વગેરે વિવિધ મનહર સ્વરવાળાં કાનને સુખ આપનાર એવાં વાજિંત્રે સૂર્યાગ નામના કલ્પવૃક્ષ ઉપર ઉત્પન્ન થાય છે. કુસુમાંગ નામના કલ્પવૃક્ષો ઉત્તમ બકુલ, તિલક, ચમ્પક, અશેક, પુન્નાગ, નાગ વગેરે અનેક પ્રકારનાં પુપે યુગલિક મનુષ્યને અર્પણ કરે છે. દીપિકાંગ નામના ક૯૫વૃક્ષો ચન્દ્ર અને સૂર્યના તેજ-સમાન જગજગાટ કરતા એવા વિવિધ પ્રકારના વૃક્ષો શ્યામ-અન્ધકારને નાશ કરતા હોય છે. તે ભેગભૂમિએને વિષે વૃદ્ધિ પામતા નેહાનુરાગવાળા, સર્વાંગસુન્દર એવા તે દંપતીઓ આવા પ્રકારના વૃક્ષો પાસેથી પ્રાપ્ત થતા ભેગોને ભેગવતા હોય છે.
હેમવતક્ષેત્રમાં રહેલા મિથુનની આયુસ્થિતિ એક પાપમની, હરિવર્ષ ક્ષેત્રમાં બે પલ્યોપમ, દેવકુરુમાં ત્રણ પલ્યોપમની છે. ઉત્તરમાં પણ આ જ પ્રમાણે કેમ જાણ. તેઓનું શરીર–પ્રમાણુ હૈમવતક્ષેત્ર વિષે બે હજાર ધનુષ્ય-પ્રમાણ, હરિવર્ષમાં ચાર હજાર ધનુષ અને કુરુઓને વિષે છ હજાર ધનુષ–પ્રમાણ શરીર છે. ત્યાં રાજા કે સેવક, કુજ કે વામન, લંગડા કે મૂંગા, બહેરા કે આંધળા, દુખી કે દરિદ્ર કઈ હેતા નથી. ત્યાં સમચતુરસ-સંસ્થાનવાળા, કરચલી અને સફેદ કેશ વગરના, નિરોગી, ચોસઠ લક્ષણોને ધારણ કરનાર અતિશય સુન્દર રૂપવાળા દેવ સરખા મનુષ્ય હેય છે. તે મનુષ્યની સ્ત્રીઓ વિકસિત શ્રેષ્ઠ કમલપત્ર-સમાન સુંદરનેત્રવાળી, સર્વાંગસુન્દર અને શરદકાળના ચન્દ્ર સમાન મુખની શોભાવાળી હોય છે. તે ભોગભૂમિ વિષે તે પુરુષ વિષયસુખ ભોગવે છે અને લાંબા કાળ સુધી તે સુખને છેડે આવતું નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org