Book Title: Paumchariya
Author(s): Hemsagarsuri
Publisher: Vallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai

View full book text
Previous | Next

Page 461
________________ = ૪૨૬ : પઉમચરિય-પદ્ધચરિત્ર જાય છે, ત્યારે પરમાધામીએ તેને દુગન્ધિ ખારા જળનું પરાણે પાન કરાવે છે. ૨ડારળ કરે તો પણ, મુખ ફાડીને ગરમ રસનું પાન કરાવે છે. અતિવેદનાથી મૂચ્છ પામેલા વળી સભાન બને છે અને તડકાથી તપેલા તેઓ છાંયડાને આશ્રય લેવા અસિપત્રવનમાં જાય છે, પરંતુ વનમાં પવનથી વૃક્ષનાં પત્રે ખરી પડે તેમ આ બિચારા ઉપર તલવારની ધાર કરતાં અતિતીક્ષણ ધારવાળાં પાંદડાં તેમ જ આયુધ ઉપરા ઉપર એવાં આવીને પડે કે, અંગે છેદાઈ જાય. છેદાઈ ગએલા હાથ-પગ-જઘાવાળા, ભાંગી ગએલી ભુજાવાળા, કપાઈ ગએલા કાન-નાસિકાવાળા, ઉખડી ગએલા મસ્તક-તાલુનેત્રવાળા ભેદાઈ ગએલા હૃદયવાળા બિચારા તે નારકજીવો પૃથ્વી પર પડીને રગદોથાય છે. ગળામાં દેરડું બાંધીને તે પાપીઓને શાલ્મલી નામના કાંટાળા ઝાડ ઉપર ઉચે લટકાવે છે, ત્યાર પછી તે વૃક્ષના કાંટાઓથી છેદાએલા અને ભેદાએલા અંગવાળા તે નારકોને પરમાધામીઓ ફરી નીચે ખેંચે છે. વળી અહિં નારકીમાં કેઈને મસ્તક નીચે અને પગ ઉપર રાખી ધગધગતા અગ્નિ સળગાવી કુંભીપાકમાં રાંધે છે. યંત્ર અને કરવતથી કાપી કાપીને એક બીજાને ખાય છે. તલવાર, શક્તિ, કનક, તોમર, મુદુગર, મુસુંઢી આદિ શ વડે સર્વ અંગેના ટૂકડે ટૂકડા થઈને ભૂમિ ઉપર પડે છે; તેનું સિંહ, શિયાળ, ગીધડા, કાગડા, કૂતરાદિક ભક્ષણ કરે છે. રત્નપ્રભાદિક સાતે નારકીઓનું કમસર એક, ત્રણ, સાત, દશ, સત્તર, બાવીશ અને તેત્રીશ સાગરોપમ કાળપ્રમાણ આયુષ્ય હોય છે. આ પ્રમાણે નરકમૃથ્વીમાં રહેલા નારકે ક્ષણવાર પણ બિલકુલ શાતા–સુખ નહિં પ્રાપ્ત કરતા મહાદુઃખને અનુભવ કરે છે. ઠંડી, ગરમી, ભૂખ, તરશ, રેગ, શોકાદિક એવાં ત્રણે લોકમાં જે જે દુખે છે, તે સર્વ દુઃખોને અનુભવ તે ભારેકમ જીવ નરકમાં નિરંતર ભોગવે છે. માટે અતિતીવ્રતર અધર્મનું ફલ સાંભળીને તમે જિનવરના ધર્મમાં નક્કી અતિપ્રસન્ન હૃદયવાળા બનીને ઉદ્યમ કરનારા અને. રત્નપ્રભા નારકીના ઉપરના ભાગમાં ભવનવાસી દે છે, તે દેવોનાં નામ આ પ્રમાણે જાણવાં– અસુર, નાગ, વિદ્યુત, સુપર્ણ, અગ્નિ, વાયુ, સ્વનિત, ઉદધિ, દ્વીપ અને દિકુ-કુમાર નામના ભવનપતિ દે છે. જેઓ દેવીઓની વચ્ચે રહીને પાંચઈન્દ્રિનાં વિષયસુખો ભેગવે છે. ૬૪, ૮૪, ૭૨, ૯૬ લાખ, બાકીના છ દેવતાનાં દરેકનાં ૭૬ લાખ ભવન છે, તે ક્રમસર સમજવાં. આ ભવનને વિષે રહેલા દેવ સંગીત, વાજિંત્રેના શબ્દો સાંભળતાં હંમેશાં સુખી અને પ્રમુદિત મનવાળા સુખમાં લીન બનેલા કેટલે કાલ ગયે, તે પણ જાણતા નથી. તેના ઉપર અસંખ્યાતા દ્વીપ અને સમુદ્રો છે, જે જંબુદ્વીપથી શરુ થઈ છેલા સ્વયંભૂરમણ પર્યન્ત સુધીના છે. તેમાં કિન્નર, કિપરુષ, ગરુડ, ગન્ધર્વ, યક્ષ, ભૂત, પિશાચ અને રાક્ષસે એ નામના દેવ આનન્દ પૂર્વક ક્રીડા કરે છે. પૃથ્વી, અપ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ નામની પાંચ કા સ્થાવર જીવ કહેવાય અને વળી તે દરેકના પાંચ પાંચ ભેદ પણ કહેલા છે. એકેન્દ્રિયથી માંડીને છ પાંચ ઈન્દ્રિય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520