________________
: ૪૩૨ ;
પઉમચરિય-પદ્મચરિત્ર તેલ માલીશ કરાવવું, ચન્દન ચેપડાવવું, પુષ્પોની માળા પહેરવી, આભૂષણોથી અલંકૃત થવું, અતિશય ભેગની તૃણાવાળા હોય, આવા પ્રકારના આરંભ-સમારંભ કરનારને કદાપિ મેલ હોઈ શકતો નથી. મિથ્યાદર્શનમાં રક્ત હોય-એ અજ્ઞાની કદાપિ તપસ્યા કે ચારિત્ર કરે, તે પણ તે વિશુદ્ધ ક્રિયાના ફળરૂપે કિંકરદેવ થાય છે. જે સમ્યગ્યદષ્ટિ મન્દ ઉત્સાહવાળા અને જિનધર્મ તરફ આદરવાળો હોય છે, તે સાતઆઠ ભાવમાં સિદ્ધિ પામે છે. ઉત્સાહ અને દઢ કૃતિવાળો નિરન્તર શીલ તેમ જ સંયમયુક્ત હોય, તે બે કે ત્રણ ભવ કરીને સુખેથી સિદ્ધિસુખ પ્રાપ્ત કરે. વળી કઈ સિંહ સરખા પરાકમવાળો ધીરાત્મા એક જ ભવમાં સમ્યકત્વ પ્રાપ્ત કરીને કર્મ–વિશુદ્ધિ કરીને નિર્વાણુ-ગમન કરનાર થાય છે. જિન ધર્મ અને બાધિ પ્રાપ્ત કરીને કઈક કુટુમ્બના કિચડમાં ખેંચી ગએલો, ઇન્દ્રિયના વિષય-સુખમાં લીન બનેલું હોય, તે સંસારની અરહદૃમાલામાં અટવાયા કરે છે.
આ સમયે રામે બે હાથની અંજલિ જોડીને મુનિવરને પૂછ્યું કે, “હે ભગવન્ત! હું ભવ્ય છું કે કેમ? તથા કયા ઉપાયથી સંસારનાં બંધનોથી છૂટીશ? હું મારા સમગ્ર અંતઃપુર સહિત સમુદ્રના છેડા સુધીની પૃથ્વીનું ભોગસુખ સહેલાઈથી છેડી શકવા તૈયાર છું, પરંતુ આ મારા લઘુબંધુ લમણને સ્નેહ છોડવા શક્તિમાન બની શકતો નથી. અતિશય નેહ–જળ-પૂર્ણ દુઃખરૂપ આવર્તાવાળી આ સ્નેહ-સરિતામાં તણાઈ જતા એવા મને હે મહામુનિ ! હસ્તાવલંબન આપ.” ત્યારે મુનિવરે કહ્યું કે,
હે રામ! આ શોકસંબન્ધને ત્યાગ કરે, હજુ તમારે આ બલદેવપણાનું નિકાચિત વિપુલ પુણ્ય પરાધીનતાએ ભોગવ્યા સિવાય છૂટકો નથી, માટે ભોગવવું પડશે. પરંતુ આ જ મનુષ્યભવમાં ઈન્દ્ર સરખા આ ઉત્તમસુખનો ત્યાગ કરીને શ્રમણપણાના શુદ્ધયોગોની કરણી કરીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરશે.” આવાં કેવલીનાં વચન સાંભળીને રામ હર્ષ પામ્યા અને રોમાંચિત ગાત્રવાળા, અતિશય વિમલ હૃદયવાળા, વિકસિત શત્રપત્રસમાન નેત્રવાળા થયા. (૨૦૩) પાચરિત વિષે ભરામે કરેલ ધર્મ-શ્રવણુ” નામના એક બેમા પવને
આ. શ્રી હેમસાગરસૂરિએ કરેલ ગૂજરાનુવાદ પૂર્ણ થયો. [૧૦૨]
[૧૭] રામના પૂર્વભવો તથા સીતાની છત્રજ્યા વિદ્યાધરોના રાજા બિભીષણે સકલભૂષણ મુનિવરને નમન કરીને વિસ્મય હદયવાળા બની રામદેવનું માહાસ્ય પૂછયુ-“હે ભગવન્ત! આ રામે પૂર્વભવમાં શું સુકૃત કર્યું કે, જેથી અહીં લક્ષમણ સહિત આવી મહાસમૃદ્ધિ પ્રાપ્ત કરી. તેની પ્રિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org