________________
: ૪૨૪ :
પઉમચરિય-પદ્મચરિત્ર
યમાન થએલી નથી. હે રાઘવ! હું તો મારા પિતાના ઉપાર્જન કરેલા કર્મ ઉપર રેષાયમાન થએલી છું. હે પ્રભુ! તમારી કૃપાથી મેં તો દેવતાઓની ઉપમાવાળા ભોગો ભોગવ્યા છે. હવે તે એવું કર્મ આચરીશ કે, ફરી કદાપિ હું સ્ત્રી ન થાઉં. હે મહાયશ! ઈન્દ્રધનુષ, ફીણ પરપોટા સરખા દુર્ગંધમય અને ઘણા દુઃખ ઉત્પન્ન કરનાર એવા ભેગોથી શું લાભ થવાનો છે? અનેક લાખ યૂનિઓમાં પરિભ્રમણ કરતાં કરતાં હવે હું અતિશય થાકી ગઈ છું. હવે હું સર્વથા દુઃખથી મુક્ત થવા માટે જિનેશ્વરે ઉપદેશેલી દીક્ષા અંગીકાર કરવાની અભિલાષા રાખું છું.
એમ કહીને નવીન શેભાવાળી સીતાએ સર્વ પરિગ્રહ અને આરંભને ત્યાગ કરવા પૂર્વક પિતાના મસ્તક પરથી ઉત્તમ કેશને ઉખેડી નાખ્યા. મરકતરત્ન અને ભમરાના અંગ સરખા શ્યામ ઉખેડેલા કેશે જોઈને મૂચ્છથી બીડાએલા નેત્રવાળા રામ એકદમ ધરણી ઉપર ઢળી પડ્યા. એટલામાં રામને ચન્દનાદિક દ્રવ્યોથી સ્વસ્થ કર્યા, તેટલામાં સર્વગુણ નામના મુનીશ્વરે સીતાને દીક્ષા આપી અને આર્યાને સમર્પણ કરી. મહાવ્રત ધારણ કરનારી, પરિગ્રહનો સર્વથા ત્યાગ કરનારી, પાપકર્મોને ન કરનારી પિતાના હિતને આચરનારી બની. ત્યાર પછી પોતાના ગુરુવર્ગ સાથે મુનિવરના ચરણમાં વંદન કરવા ગઈ. ગશીર્ષ—ચન્દનાદિક વડે સ્વસ્થ થએલા રામે જેટલામાં સીતા તરફ નજર કરી અને તેને ન દેખી, એટલે રેષાયમાન થએલા રામ મન્મત્ત હાથી ઉપર આરૂઢ થયા. ઉંચા છત્રયુક્ત મનહરપણે વિજાતા ચામર-યુગલવાળા, સુભટના પરિવારથી પરિવરેલા રામ દેવથી પરિવરેલા ઈન્દ્રની સરખા જણાતા હતા. વળી રામ બોલવા લાગ્યા કે, “મારી પત્ની વિશુદ્ધ ચારિત્રવાળી છે, તે અહીં અતિમાયાવી, દેવોએ તેનું સાંનિધ્ય શું કર્યું? લોચ કરેલા કેશવાળી સીતાને જે દેવે મને અર્પણ નહીં કરે તે સંદેહ-રહિતપણે જલદી તેમને દેવપણાથી ભ્રષ્ટ કરીશ. આજે કોને મરવાની ઈચ્છા થઈ છે? આજે યમરાજાએ કોને યાદ કર્યો છે કે, જે પુરુષે મારી હૃદયવલ્લભાને ધારણ કરી રાખી છે. ભલે તેના મસ્તક પરના કેશ લેચ કરેલા હશે, સાધ્વીઓના સાંનિધ્યમાં કે વચમાં બેઠી હશે, તે પણ સુંવાળા અખંડ શરીરવાળી સીતાને જરૂર હું જલદી પાછી લાવીશ.” આ અને એવાં બીજાં વચને બોલતા રામને સાત્વન આપીને સમજાવ્યા અને ત્યાર પછી તે અનેક રાજાના પરિવાર સહિત સાધુ ભગવન્ત પાસે પહોંચ્યા.
શરદકાળના સૂર્યસમાન તેજવાળા સકલભૂષણ મુનિવરને દેખીને રામ હાથી ઉપરથી નીચે ઉતર્યા અને વિવિધ પ્રકારે તે મુનિને પ્રણામ કર્યા. ચન્દ્ર અને સૂર્ય–સહિત ઈન્દ્ર જેમ જિનેશ્વરની પાસે બેસે, તેમ લવણ-અંકુશ પુત્ર સહિત રામ મુનિવરની પાસે બેઠા. બીજા રાજાઓ સહિત લક્ષમણ પણ મુનિને નમસ્કાર કરીને આગળ આવીને બેઠેલા દેવતાઓ જે ધરણતલ પર બેઠા હતા, ત્યાં આવીને બેસી ગયા. આભૂષણરહિત હોવા છતાં પણ શ્વેતવસ્ત્ર ધારણ કરનારી સીતા તારાઓ વચ્ચે જેમ સમર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org