________________
: ૪૨૨ :
પઉમચરિય–પદ્મચરિત્ર
પ્રગટ થતું અને ત્રણે ભુવનમાં યશ ફેલાતે. આ સમગ્રલોકમાં જેણે જેવી રીતે મરણ ઉપાર્જન કરેલું હોય, તેણે તેવી રીતે નક્કી પામવું જોઈએ, તે નિયમ ફેરફાર થઈ શકતો નથી. આ અને તેના સરખા બીજા વિકલ્પ રામ કરતા હતા, એટલામાં ત્યાં અગ્નિ પ્રજ્વલિત થવા લાગ્યા. વર્ષાકાળમાં મેઘની જેમ પ્રચંડ વાયરાના ઝપાટાથી ઘણા શ્યામ કાજળ સરખા ધૂમાડાવડે સમગ્ર આકાશ અવરાઈ ગયું. આ સ્ત્રીને થતો. તેવા પ્રકારને ઉપસર્ગ જાણે દેખવા માટે સમર્થ ન હોય તેમ, દયાના પરિણામવાળે સૂર્ય ક્યાંય પલાયન થઈ ગયે. “ધગ ધગ” એવા શબ્દ કરતે સુવર્ણના સરખા પીતવર્ણવાળે, એક ગાઉ–પ્રમાણ જવાલા ઉંચી જવાથી આકાશને પ્રકાશિત કરતો અગ્નિ
ભડ ભડ” કરતો પ્રજવલિત થવા લાગે. શું એક સામટા સે સૂર્યોને ઉદય થયે કે, આ પૃથ્વીતલને ભેદવા માટે ઉત્પાતરૂપી પર્વત ઉત્પન્ન થયે કે, દુસહ પ્રતાપ બહાર નીકળ્યો હશે? અતિચંચલ જવાલાઓ સર્વદિશામાં સ્કુરાયમાન થવા લાગી, શું ઉગ્ર તેજવાળી વિજળીના ચમકારા આકાશમાં થાય છે કે શું? આવા પ્રકારને અગ્નિ ભભૂકી રહેલ હતા, ત્યારે જનકપુત્રી સીતા ઉભી થઈ. કાઉસ્સગ્ન કરીને ઋષભાદિક સર્વ તીર્થકરોની સ્તુતિ કરી, વળી સિદ્ધ ભગવન્તો, આચાર્ય મહારાજાઓ, ઉપાધ્યાયજી મહારાજાઓ, જગતમાં પ્રસિદ્ધ એવા સાધુ મહાત્માઓને નિર્મળ હૃદયપૂર્વક પ્રણામ કર્યા. ફરી મસ્તકવડે પોતાના નજીકના શાસનપતિ શ્રીમુનિસુવ્રતસ્વામીને મસ્તકવડે પ્રણામ કર્યા. આ પ્રમાણે મહાપુરુષોને નમસ્કાર કરીને સીતા કહેવા લાગી કે, “હે સર્વે લોકપાલ! સત્યથી પ્રતિજ્ઞાપૂર્વક તમને કહું છું કે, રામ સિવાય બીજા અન્ય પુરુષને મન, વચન અને શરીરથી સ્વપ્નમાં પણ ઈચ્છવા હોય તે, મને આ અગ્નિ બાળી નાખજે. અને જે મારા પિતાના પતિ સિવાય મારા હૃદયમાં બીજે કેઈ ન હોય અને મારા શીલગુણને પ્રભાવ હોય તે આ અગ્નિ મને બાળશે નહિં.”
એ પ્રમાણે પ્રતિજ્ઞાપૂર્વક બેસીને જનકપુત્રી-સીતાએ અગ્નિમાં પ્રવેશ કર્યો. ત્યારે અગ્નિ પલટાઈને અતિશય નિર્મળ જળ બની ગયું અને દઢ શીલ ધારણ કરનાર સીતા પરીક્ષામાં સુવર્ણ માફક શુદ્ધ થઈ. હવે તે વાવડીમાં ઘાસ, કાછો કે અગ્નિના અંગારા બીલકુલ દેખાતા નથી, માત્ર તદ્દન સ્વચ્છ જળપૂર્ણ વાવડી દેખાય છે. ધરણતલ ફાડીને “ખળ ખળ” શબ્દ કરતું જળ અણધાર્યું ઉછળવા લાગ્યું. વળી તે જળ વિશાળ પ્રમાણમાં અને ઉંડાણથી નીકળીને આવર્ત કરતું, અથડાતું અને ઉજજવલ ફીણસમૂહને કરતું વૃદ્ધિ પામવા લાગ્યું. કેઈક સ્થળે ઝગઝગાટ કરતું, કેઈક સ્થળે દિલિ દિલિ એવા પ્રકારના શબ્દ કરતું, ઉન્માર્ગે પ્રવર્તતા કલ્લોલવાળું, અતિભય પમાડતું જળ વહેવા લાગ્યું. ડીવારમાં તે ક્ષોભિત થએલા સમુદ્ર સમાન કેડ સુધી જળ. ચડી ગયું અને ત્યાર પછી સ્તનના પ્રદેશ ઉપર જળ વૃદ્ધિ પામવા લાગ્યું. જળ એટલું ઉભરાવા લાગ્યું કે, તેમાં કેટલાક લોકે જલ્દી તણાવા લાગ્યા અને સર્વે વિદ્યારે તે એકદમ આકાશમાં ઉડી ગયા. શ્રેષ્ઠ ચતુર શિપિઓએ બનાવેલા મજબૂત માચડાઓના સમૂહો પણ ત્યાં ડોલવા લાગ્યા, ત્યારે નિરાશ થએલા લોક જળમાં વહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org