________________
[૧૦૧] દેવ આગમન-વિધાન
: ૪૨૧ :
અને લોકોને કહેવા લાગી કે, “આ શ્રમણ ચોર છે.” તે પાપિણું રાક્ષસીએ તે સાધુને બીજા પણ ઘણું ઉપસર્ગો કર્યા. ફરી મહેન્દ્રઉદક નામના ઉદ્યાનમાં રહેલા મુનિની પાસે તે રાક્ષસી પહોંચી. રાત્રે વેતાલ, હાથીઓ, સિંહ, ભયંકર ફૂંફાડા મારતા સેંકડો સર્પો, સ્ત્રીઓના અતિઆકરા ઉપસર્ગો તે મુનિને કરવા લાગી.
આ અને એવા બીજા અનેક દુઃખ ઉત્પન્ન કરનારા ઉપસર્ગો રાક્ષસીએ કર્યા, તે પણ મુનિવરનું મન લગાર પણ ચલાયમાન ન થયું અને પોતાના ધ્યાનમાં અડોલ રહ્યું, એટલે તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. કેવલજ્ઞાનની ઉત્પત્તિ જાણીને આખંડલ વગેરે દેવ હાથી, ઘોડા, રથ વગેરેમાં આરૂઢ થઈને તરત સાધુ પાસે ગયા. જનકપુત્રીને વૃત્તાન્ત દેખીને હરિભેગમેષીએ ઈન્દ્રને વિનંતિ કરી કે, “હે પ્રભુ! આ દુષ્કર કાર્યને આપ જુઓ. દેવોને જેને સ્પર્શ કરવો દુષ્કર અને સર્વ સોને ભય ઉત્પન્ન કરનાર અગ્નિ અહિં પ્રગટાવ્યો છે. હે મહાયશ! આવો ઘર ઉપસર્ગ સીતાને કેમ પ્રવર્તાવ્યો હશે? જિનધર્મમાં ભાવિત મનવાળી, વિશુદ્ધ શીલવાળી સુશ્રાવિકાને હે સુરપતિ! આ ઉપસર્ગ કેમ થતું હશે ?” ઈજે તે દેવતાને કહ્યું કે, “હું તો તે સાધુને વંદન કરવા માટે જાઉં છું, પરન્તુ તું તે સીતાની પાસે પહોંચીને તેની વેયાવચ્ચ કર.” આ પ્રમાણે મુકુટ, શ્રેષ્ઠ હારથી અલંકૃત કરેલા અંગવાળા, અનેક સામન્તમંડલથી ચુબિત થએલા પાદપીઠવાળા–અર્થાત્ અનેક રાજાઓથી સેવાતા એવા રામને દેવેન્દ્ર નિયુક્ત કાર્ય કરવાના ચિત્તવાળા નિમલ વિમલ આકાશમાગમાં સ્વસ્થપણે રહેલા હરિણેગમેલી સેનાપતિએ જોયા. (૭૫)
પદ્મચરિત વિષે દેવ આગમન-વિધાન’ નામના એકસે એકમાં પવને
ગૂજરાનુવાદ પૂર્ણ થયું. [૧૧]
[૧૨] રામને ધર્મ-શ્રવણ
તૃણ, કાષ્ટ વગેરે ઈનોથી પૂર્ણ અતિમહાન વાવડીને જોઈને સમાકુલ મનવાળા રામ અનેક પ્રકારના વિકલપ કરવા લાગ્યા કે, “વિવિધ સેંકડે ગુણશાળી સીતાને પ્રગટાવેલ અગ્નિમાં પ્રવેશ કરતી હું કેવી રીતે દેખી શકીશ?, આ અગ્નિમાં એ અવશ્ય મૃત્યુ પામશે જ. પછી સર્વ લોકે એમ બોલશે કે, આ જનકપુત્રી સીતા અપવાદથી ઉત્પન્ન થએલા દુઃખવાળી અગ્નિપ્રવેશ કરીને મૃત્યુ પામી. જ્યારે તેનું અપહરણ કર્યું અને શીલવાળી તેને ઈચ્છતી ન હતી, ત્યારે રાવણે તલવારથી તેનું મસ્તક કેમ ન કાપી નાખ્યું? આવી રીતે મૃત્યુ પામી હતું, તે શીલવાળી તે જનકપુત્રીને શીલગુણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org