________________
[૧૦૧] દેવ આગમન–વિધાન
: ૪૧૯
દેખવા સમર્થ નથી. રાવણના ભવનમાં ઘણા દિવસ સુધી તેના અન્તઃપુરથી પરિવરેલી બનીને ત્યાં નિવાસ કર્યા. હું સમજી શકતેા નથી કે, તારું હૃદય કેાના પ્રત્યે સ્નેહવાળું હશે ?” ત્યારે સીતાએ પતિને પ્રત્યુત્તર આપ્યા કે, તમારા જેવા બીજા કાઈ નિષ્ઠુર માનવી નથી. કારણ કે, એક સામાન્ય અબુધ પુરુષની જેમ દારુણુ કમ આચર્યું, ડાહલાના ખાનાથી મને છેતરીને તમે માટા બીહામણા અરણ્યમાં ફગાવી દીધી. હું દશરથના નન્દન ! આવું અતિનિષ્ઠુર કમ તમારા સરખાએ કરવું શાભાસ્પદ ગણાય ખરુ? કદાચ ભયંકર મહાવનમાં હું અસમાધિ પામીને મૃત્યુ પામી હોત, તા મહાદુર્ગતિ કરનાર એવું કા તમે સિદ્ધ કર્યું ન હતે? હે પ્રભુ! થોડો પણ હૃદયમાં મારા પ્રત્યે સદ્ભાવ હોત, તા મારી માતાને ત્યાં મારે ત્યાગ તે સમયે કેમ ન કર્યા ? હે સ્વામિ ! માલિક વગરના અનાથાને, દુઃખીએને, દરિદ્રતા પામેલાઓને, વિષમદશા પામેલાઓને શરણભૂત આ જગતમાં જિનશાસન છે. હે સ્વામિ! હજી પણ તમારા હૃદયમાં સ્નેહના છાંટા હોય તેા, આટલું મને વીતવા છતાં સૌમ્ય હૃદયવાળા થઇને મને આજ્ઞા આપે। કે, · અહિં હવે મારા માટે શું કરવા યાગ્ય છે?’
રામે કહ્યું કે, ‘હે પ્રિયે ! હું સારી રીતે સમજી શકું છું કે તું નિલ શીલ ધારણ કરનારી છે, તે પણ લેાકેાના મનમાં જે શંકા રહેલી હેાય, તે દિવ્ય દેખાડવા દ્વારા શકા ભૂંસાઈ જાય અને ફરી કુશકા ન પામે તેમ કરી બતાવ.’ આ વચન સાંભળીને સીતાએ હ્યું કે, ‘મારું વચન સાંભળેા; હે પ્રભુ ! પાંચ દિવ્યેામાંથી કાઇ પણ દિબ્યમાં પસાર થઇ લેાકેાને મારા શીલની પ્રતીતિ કરાવી આપીશ. કહેા તા, ત્રાજવામાં ચડું, કહે તેા અગ્નિમાં પ્રવેશ કરું, કહેા તેા ફાળ મારીને કૂવા ઉલ્લઘન કરું, કહેા તેા ઉગ્ર ઝેરનું ભક્ષણ કરું, અથવા તમે આ સમયે મારા શીલની બીજી જે પરીક્ષા કરવા માટે કહા, તે કરવા તૈયાર છું; માટે આજ્ઞા કરી, તે પ્રમાણે પ્રતિજ્ઞા સ્વીકારવા તૈયાર છું’રામે પણ વિચાર કરીને જણાવ્યું કે-‘હે સીતા ! અગ્નિમાં પ્રવેશ કર' સીતાએ કહ્યું, ‘ભલે એમ થાએ, એમાં મને લગાર પણુ સન્દેહ નથી.' આ પ્રમાણે અગ્નિપ્રવેશની પ્રતિજ્ઞા સીતાએ સ્વીકારેલી સાંભળીને લેાકેાનાં નેત્રા અશ્રુ વહેવડાવવા લાગ્યાં, કેટલાક અતિદુઃખિત મનવાળા થયા. આ સમયે સિદ્ધા નિમિત્તજ્ઞે રામને કહ્યું કે, હે દેવ ! મારી વાત આપ સાંભળેા કે, આ સીતાના શીલના ગુણાનું વર્ણન કરવા દેવતાએ પણ સમર્થ નથી. કદાચ લાખયાજન પ્રમાણને મેરુપર્યંત પાતાલમાં પ્રવેશ કરે, અથવા બે લાખ ચેાજન-પ્રમાણને લવણુસમુદ્ર શાષાઇ જાય, તે પણ જનકપુત્રી સીતાના શીલને કેાઈ આંચ કે વિપત્તિ પમાડી શકે તેવા કેાઇ જન્મ્યા નથી. હે રાઘવ ! વિદ્યા અને મંત્રપ્રભાવથી મે પાંચે મેરુપર્યંતનાં ચૈત્યાને અનેક વખત વંદના કરી, લાંખા કાળ સુધી તપ પણ ઘણા આર્યાં છે. હે મહાયશવાળા ! જો સીતાએ મનથી પણ પેાતાના શીલનેા ભંગ કર્યો હાય, તા મારાં એકઠાં કરેલાં સમગ્ર પુણ્યના પ્રભાવ તેમાં નિલ થાઓ. ’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org