________________
[૧૦૧] દેવ આગમન—વિધાન
અને નીલ, કાઇક અંગ, અગદ વગેરે ઘણા વાના ચિહ્નવાળા સુભટા આવતા હતા, તેને નગરલાકે જોતા હતા. આ પ્રમાણે લેાકેા જયકાર અને જેનાં મ ́ગલ ગીતા ગાતા હતાએવા અલરામ અને નારાયણ હર્ષોં પામતા રાજમાર્ગે થી પસાર થતા હતા. જેના ઉપર મનેાહર ચામા વીંજાઈ રહેલા છે, નારીવગે જેનાં મંગલા કરેલાં છે, અને જેનાં મગલગીતા ગાએલાં છે; એવા વિમલ કાન્તિને ધારણ કરનારા રામે અને લક્ષ્મણે પુત્રા સહિત પાતાના ઘરમાં પ્રવેશ કર્યા. (૬૩)
પદ્મચરિત વિષે ‘લવણ-અંકુશ કુમારેાના સમાગમ’ નામના સામા પના આચાય શ્રીહેમસાગરસૂરિએ કરેલ ગૂજ રાનુવાદ પૂર્ણ થયા. [૧૦૦] [સ. ૨૦૨૫ દ્વિતીય આષાઢ શુલા પાંચમી શનૈશ્ચર ]
: ૪૧૭ :
[૧૦૧] દેવ આગમન-વિધાન
હવે કાઈક સમયે કિષ્કિંધિપતિ સુગ્રીવ, હનુમાન, ખિભીષણ વગેરે ઘણા રાજાએ રામને વિન ંતિ કરવા લાગ્યા કે, ‘હે સ્વામિ ! જનકપુત્રી દુઃખ ભાગવતી પારકા દેશમાં નિવાસ કરી રહેલી છે, તેા હે રઘુનન્દન ! આપ પ્રસન્નમનવાળા થઇ તેને હુકમ માકલા કે, જેથી તે અહિં આવે.’ વિચાર કરીને રામે તેમને કહ્યું કે, લેાકેા તરફથી થતા અપવાદો સાંભળીને તેના મુખને હું કેવી રીતે જોઇ શકું? જો સમગ્ર પૃથ્વીજનાને સાગન ખાઇને અગર તેવા કોઇ દિવ્યથી પ્રતીતિ કરાવે, તેા જ તેની સાથે વાસ કરી શકાય, એ સિવાય યાગ થવાના બીજો કેાઈ મારૂં નથી.’ ‘તેમ ભલે થાઓ. એમ કહીને ખેચરરાજાએએ અતિશય વેગપૂર્વક પૃથ્વીના લેાકેા તેમ જ સમગ્ર રાજાએને આમંત્રણ મેાકલાવી એલાવ્યા; એટલે સમગ્ર લેાકેા અને રાજાએ, વિદ્યાધરા પેાતપેાતાના સમગ્ર પરિવાર સહિત ત્યાં આવી પહેાંચ્યા. નગરીના બહારના પ્રદેશમાં સને નિવાસ કરાવ્યા. આવેલા પ્રેક્ષકાને બેસવા માટે મોટા ઉંચા માંચડા તેમજ મનેાહર પ્રેક્ષાઘર સરખા મંડપેા ઉભા કરાવ્યા. પ્રતિજ્ઞા પૂર્ણ કેવી રીતે થાય છે? તે જોવાની ઉત્કંઠાવાળા નગરલેાકેા તેમાં પ્રેક્ષણ જોવા માટે બેસી ગયા.
જોવા આવનાર પ્રેક્ષકવર્ગને તાસ્કૂલ, પુષ્પ, ચન્દન, શયન, આસન, ખાન-પાન વગેરે જરૂરી સામગ્રી મંત્રીઓએ સર્વાંને પૂરી પાડી. ત્યાર પછી રામની આજ્ઞા પામેલા સુગ્રીવ, બિભીષણુ, સૂર્યક, જટી, ભામ'ડલ, હનુમાન, વિરાધિત વગેરે સુભટો તથા ખીજા પણ કેટલાક સુભટા ક્ષણા માં પુંડરીકપુરમાં ગયા. તેઓએ તે રાજભવનમાં પ્રવેશ કર્યો કે, જ્યાં સીતા નિવાસ કરતી હતી. તેઓએ જયકાર શબ્દની ઉદ્ઘાષણા
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org