________________
: ૪૧૮ :
પઉમરિય-પદ્મવિ
કરી. સવે ખેચાએ સીતાને પ્રણામ કર્યા. અણધાર્યા સવે રાજાદિક સુભટો આવેલા હેાવાથી સંભ્રમપૂર્વક ઉભા થઈને અધિક આદરપૂર્વક તેમને ખેલાવ્યા કે, આવાપધારો.’ ત્યાર પછી તેઓ સીતા-સન્મુખ બેસી ગયા. સીતા પણ પેાતાની નિંદાનાં વચન કહેતી કહેવા લાગી કે, દૈવે મારા શરીરની આવી દુઃખવાળી સ્થિતિ ઉત્પન્ન કરી છે. દુજનાનાં વચનરૂપી અગ્નિથી આ મારાં અંગેા ખળીને ખાખ થઈ ગયાં છે, ક્ષીરસમુદ્રના શીતલ જળથી પણ તેને શાંતિ થતી નથી.' ત્યારે તે કહેવા લાગ્યા કે, ‘હું સ્વામિનિ ! હવે આ ભયંકર શાકના તમા ત્યાગ કરી, તમારા માટે જે કાઇ અપવાદ-વચન ખાલશે, તે પાપીઓમાં પણ મહાપાપી હશે. આ પૃથ્વીને મસ્તક ઉપર •ઉચકવા કાણુ સમ ખની શકે છે ? તણખા ઝરતા પીળા અગ્નિનું પાન કાણ કરી શકે ? છે? કયા મૂખ આત્મા ચન્દ્ર અને સૂર્યના દેહને જીભથી ચાટવા તૈયાર થાય છે ? એ પ્રમાણે નિર્મળ શુદ્ધ શીલવાળી તારા સરખીનેા અપવાદ જે ગ્રહણ કરશે, તે જૂઠ ખેલનાર આ લેાકમાં કદાપિ કાંય સુખ પામશે નહિં. રામે તમારા માટે આ પુષ્પકવિમાન માકલ્યું છે, માટે હે દેવ! તમા તેમાં જલ્દી આરાહણ કરા, એટલે કેાશલા નગરીએ આપણે ગમન કરીએ. જેમ ચન્દ્રની મૂર્તિ વગર વૃક્ષ, ભવન કે આકાશ શાભા આપતાં નથી, તેમ તમારા વગર રામ, દેશ કે નગરી શેાભા આપતાં નથી.' આટલું કહેતાં પાતાને અપવાદ દૂર કરવા માટે તે ઉત્તમ વિમાનમાં આરૂઢ થઈ, સુભટા સહિત સાકેત નગરીએ ગઈ, ત્યાં આગળ મહેન્દ્રોઇક નામના ઉદ્યાનમાં સીતા વિમાનમાંથી નીચે ઉતરી અને એક રાત્રિ ત્યાં પસાર કરી.
6
સૂર્યોદય-સમય થયા, ત્યારે ઉત્તમ નારીએથી પિરવરેલી સીતા મનોહર હાથણી ઉપર બેસીને રામની પાસે પહેાંચી. સમગ્ર લેાકેા એમ એાલવા લાગ્યા કે, · સકલ ત્રણે લેાકમાં આ સીતાનું રૂપ, સત્ત્વ, મહાનુભાવતા અને શીલ ઉત્તમ છે. આકાશમાં ખેચરલેાકેા, પૃથ્વી પર રહેલા ભૂમિચર લેાકેા એ સર્વે સીતાને ધન્યવાદ આપતા તેના શીલની પ્રશંસાના શબ્દો પાકારતા વિશેષ પ્રકારે સીતાને અવલાકન કરવા લાગ્યા. કેટલાક રામને, બીજા વળી કેાઈ મહાબાહુવાળા લક્ષ્મણને જોવા લાગ્યા, કેટલાક ચદ્ર અને સૂર્ય સમાન કાન્તિવાળા લવણુ અને અંકુશને નીહાળવા લાગ્યા. કાઈક સુગ્રીવ અને ભામડલને, કાઈક ત્યાં બેઠેલા બિભીષણને અને હનુમાનને, કેટલાક ખીજાએ વિસ્મય મનવાળા બનીને ચન્દ્રોદરપુત્રને જોવા લાગ્યા. ત્યાં જ્યારે સીતા રામની પાસે જતી હતી, ત્યારે ખીજા રાજાઓ સહિત લક્ષ્મણે વિધિ-પૂર્વક અર્ધ્ય આપ્યું. હવે સીતાને આવતી જોઇને રામ મનમાં ચિન્તવવા લાગ્યા કે, અનેક માંસાહારી પ્રાણીએથી ભરેલા અરણ્યમાં છેાડી, તે પણ આ મૃત્યુ ન પામી અને જીવતી શી રીતે રહી શકી ?” એ હાથની અંજિલ જોડીને રામના ચરણમાં પ્રણામ કર્યાં, અનેક પ્રકારના વિકલ્પા ચિન્તવતી સીતા રામની સન્મુખ ઉભી રહી. રામે સીતાને કહ્યુ કે, હું વૈદેહિ સીતા ! મારી સન્મુખ ઉભી ન રહે, અહિંથી દૂર ખસી જા, લજ્જા વગરના હું તને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org