________________
=
[૧૦૨] રામે કરેલ ધર્મ-શ્રવણ
: ૪૨૫ ૪ કળાવાળો ચન્દ્ર શોભે, તેમ બીજી સાધ્વીઓની વચ્ચે શોભતી હતી. દેવતાઓએ અને મનુષ્યએ પોતાનાં સ્થાન ગ્રહણ કર્યા, ત્યારે અભયસેન નામના શિષ્ય જિનધર્મનું સ્વરૂપ કેવલજ્ઞાની ભગવન્તને પૂછયું. ત્યાર પછી મેઘસરખા ગંભીર શબ્દવાળા મુનિવરે વિપુલ, નિપુણ, યથાર્થ સુખે સમજી શકાય તેવા ધર્મના સ્વરૂપનું નિરૂપણ કર્યું.
આ અનન્તાનઃ આકાશ વિષે શાશ્વત સ્વભાવથી રહેલે, ત્રણભેદવાળે લોક તાલ સંસ્થાનવાળો કહેલો છે. અધોલોક ત્રાસન સમાન છે. મધ્યભાગ ઝાલર સરખો અને ઉપરને લોક મૃદંગ આકારવાળે કહેલ છે. જીવોને અતિમહાન દુઃખો ઉત્પન્ન કરનાર એવી રત્નપ્રભા વગેરે સાત નારકીઓ મેરુપર્વતની નીચેના ભાગમાં રહેલી છે. રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા અને અતિભયંકર સાતમી તમતમ પ્રભા નામની સાત નારક પૃથ્વીઓ જાણવી. તેમાં અનુક્રમે ૩૦ લાખ, ૨૫ લાખ, ૧૫ લાખ, ૧૦ લાખ, ૩ લાખ, પાંચબ્યુન એકલાખ, અને પાંચ જ એવી અનુત્તરા–એમ સાતેના સર્વ મળી ૮૪ લાખ નરકાવાસો છે.
સૂર્ય અને ચન્દ્રના તેજરહિત મહાભયંકર કઠોર પ્રચંડ અણગમતા સ્પર્શવાળા વાયરાઓ જ્યાં વાઈ રહેલા છે, એવા સીમન્તાદિક ૮૪ લાખ ઘેર નરકાવાસે ત્યાં રહેલા છે. તે શ્રેણિક! રત્નપ્રભાથી નીચે ઉતરતાં ઉતરતાં કમસર ૧૩, ૧૧, ૯, ૭, ૫, ૩ અને સાતમી નારકીનો એક પ્રતર એમ સીમંતકથી માંડીને અપ્રતિષ્ઠાન સુધી ૪૯ નારકાવાસે છે. સીમંતકની પૂર્વશ્રેણીની ચારે દિશા અને વિદિશામાં આઠ આઠની હાનિ સમજવી. ચાલીશ અને આઠ અધિક તેમજ સાત, છ, પાંચ, ચાર એમ ફરી ફરી ઘટાડતા ઘટાડતા અપ્રતિષ્ઠાન સુધી ઘટાડવું. સીમંતકથી અપ્રતિષ્ઠાન સુધીના મધ્યવતી નરકાવાસોને નરકેન્દ્ર કહેવાય છે. ૪૮, ૪૭, ૪૬, ૪૫, ૪૪ આ પ્રકારથી અપ્રતિષ્ઠાન સુધી ઘટતી જાય છે. તપેલા લેઢાના લાલવર્ણવાળા અગ્નિ-સમાન સ્પર્શવાળા, ઉંદર બિલાડીના સડી ગએલાં કલેવર કરતાં અધિક દુર્ગધવાળા, વજ સરખી સે અને શૂળ પાથરેલા અતિદુર્ગમ માર્ગવાળા, ઠંડી અને ગરમીની અપાર વેદનાયુક્ત, કરવત અને તલવારની ધાર સરખા પત્રયુક્ત વૃક્ષવાળી નરકમૃથ્વીમાં લેહપિંડ જેમ મહાઅગ્નિમાં પડે તેમ રસના અને સ્પર્શેન્દ્રિયને વશ પડેલા, પાપકર્મ કરનારા ધર્મને અનાદર કરનારા પડે છે અને લાંબા કાળ સુધી અનેક પ્રકારની યાતનાઓ ભેગવે છે. હિંસા, જઠચેરી, આદિ તથા પારકી યુવતીઓને સેવન કરવાનાં પાપ કરનારા ભયંકર નરકમાં જાય છે. પિતે તે પાપકર્મ કરે, બીજા પાસે તેવા પાપ કરાવે, તેવાં પાપોની અનુમોદના કરે, તીવ્ર કષાને આધીન થએલા જ નક્કી નારકીમાં ગબડી પડે છે. તે નારકીમાં જેઓ ઉત્પન્ન થાય છે, તેઓ પ્રદીપ્ત થએલા અગ્નિના સ્પર્શ સરખી વેદના ભેગવતા ભોગવતા ખૂબ ચીસો પાડે છે, આમતેમ દેવાદેડી કરે છે અને દાઝવાનું દુઃખ પરાધીનતાથી સહન કરે છે.
અગ્નિના ભયથી ડરેલા, અતિશય તૃષા પામેલા જળપાન માટે વિતરણ નદીમાં ૫૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org