________________
[૧૨] રામને ધર્મશ્રવણ
: ૪૨૩ : વહેતા તણાતા તણાતા બેલવા લાગ્યા કે–“હે સીતા દેવી! હે સરસ્વતિ! હે ધર્મ વત્સલે! બાલક, વૃદ્ધો, આતુર સહિત દીન બનેલે લોક જળમાં વહી જાય છે, તેને તમે બચાવે. લોકોને જળમાં હરાતા દેખીને તે સમયે સીતાએ પ્રસન્ન બનીને જળને સ્પર્શ કર્યો, એટલે તરત જ જળ વાવડી સમાન થઈ ગયું.
જળને ભય ચાલ્યા ગયે, એટલે સર્વ લોકે મનમાં શાતિ પામ્યા. સફેદ અને લાલ કમળથી પૂર્ણ અને અલંકૃત કાંઠાવાળી નિર્મળ જળથી સંપૂર્ણ ભરેલી વાવડીને જોવા લાગ્યા. ફરી તે વાવડી કેવી હતી? તે કહે છે- સુગંધી શતપત્રયુક્ત કેસરામાં છૂપાઈને રહેલા, ગુંજારવ કરતા, મધુર સંગીત સમાન ગીત કરતા એવા ભ્રમરો જેમાં રહેલા છે, ચકવાક, હંસ, સારસ તેમ જ વિવિધ પ્રકારના પક્ષીઓના ગુણયુક્ત, મણિ-સુવર્ણના પગથીયાવાળી, વાવડીના મધ્યભાગમાં સહસપત્રવાળા કમળના સિંહાસન પર દિવ્ય રેશમી વસ્ત્ર વીંટાળેલા સિંહાસન પર સુખપૂર્વક બેઠેલી પદ્મદ્રહમાં નિવાસ કરનાર લક્ષ્મીદેવીની જેમ સીતા શેભતી હતી. તે જ ક્ષણે દિવ્ય ચામરવડે દેવીઓ સીતાને વીંજવા લાગી, તુષ્ટ થએલા દેવો આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા.
સીતાના શીલની કસોટીને પ્રશંસતા આકાશમાં રહેલા દે નૃત્ય કરવા લાગ્યા, ગાયન કરવા લાગ્યા અને શાબાશી આપવા લાગ્યા. આકાશમાં દેવસમૂહ વિવિધ પ્રકારનાં વાજિંત્ર એવા જોરથી વગાડતા હતા કે, તેના શબ્દથી સમગ્ર લેક જાણે પૂરાઈ ગયો ન હોય તેમ જણાતું હતું. વિદ્યાધર અને મનુષ્ય તુષ્ટ થઈને નૃત્ય કરતા બોલવા લાગ્યા કે, “સીતાએ સળગતા અગ્નિમાં પણ પસાર થઈને શુદ્ધ શીલવાળી છે. એવી ખાત્રી કરાવી આપી. આ સમયે સ્નેહ-નિર્ભર લવણ અને અંકુશ કુમારે આવીને પિતાની માતા સીતાને પ્રણામ કરવા લાગ્યા. માતાએ પણ તેમના મસ્તકને સૂંધ્યાં. પદ્મલક્ષમી સરખી પિતાની પત્નીને દેખીને સમીપમાં રહેલા રામ કહેવા લાગ્યા કે,
હે પ્રિયે! મારું આ વચન સાંભળે. હે ચન્દ્રસરખા વદનવાળી! હવે તું પ્રસન્ન હૃદયવાળી થા અને મારા દુશ્ચરિત્રની મને ક્ષમા આપ. હે ભદ્ર ! મારી આઠ હજાર પત્નીએમાં સહુથી ઉત્તમ તું છે. હવે તું મને આજ્ઞા આપતી સર્વ પ્રકારના વિષયસુખને અનુભવ કર. હે મનોહર અંગવાળી પ્રિયે! પુષ્પક વિમાનમાં આરૂઢ થએલી અનેક વિદ્યાધર યુવતીઓથી પરિવરેલ તું મારી સાથે મન્દરપર્વત આદિનાં જિનભવનને વંદન કર. મેં ઘણું અપરાધે કર્યા છે, કેપને ત્યાગ કરીને મારા ખોટા વર્તનની મને તું ક્ષમા આપ, અને સુરકની ઉપમા સરખા પ્રશંસનીય વિષયસુખને મારી સાથે અનુભવ કર.”
ત્યારે સીતાએ પતિને કહ્યું કે, “હે નરપતિ! આમ તમે ઉદ્વેગ ન પામે, હું કેઈના ઉપર ગુસ્સાવાળી બની નથી, મેં જ પૂર્વે આવું પાપકર્મ ઉપાર્જન કરેલું છે. હે દેવ ! હું આપના ઉપર કે અસત્ય કલંક આપનાર લોકેના ઉપર રેષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org