________________
[૧૦૦] લવણ-અંકુશને પિતા સાથે સમાગમ
: ૪૧૫ :
કેટિશિલા ઉપાડી વગેરે તથા મુનિવરે કહેલ આ સર્વ ખોટાં કરશે કે શું! કારણ કે, ચક પણ નિષ્ફળ નીવડ્યું. હવે લક્ષમણ કહેવા લાગ્યા કે, “આ બંને કુમાર તદ્દન વિષાદ વગરના દેખાય છે, તે શું આ ભરતક્ષેત્રમાં બીજા બલદેવ-વાસુદેવ ઉત્પન્ન થયા હશે? લજજાથી નમી પડેલા મનવાળા લક્ષમણને દેખીને નારદસહિત સિદ્ધાર્થ ત્યાં ગયા અને કહ્યું કે, અમારું વચન સાંભળ-“હે દેવ! તમે વાસુદેવ છો, રામ બલદેવ છે–એમાં સન્ડેહ નથી, કેઈ દિવસ લોકમાં મુનિવરેનું વચન છેટું ઠરે ખરૂં? આ લવણ અને અંકુશ નામના બે સીતાના પુત્રો છે, તે જ્યારે ગર્ભમાં હતા, ત્યારે વનમાં જે સીતાને ત્યાગ કર્યો હતો, તેના આ બે પરાક્રમી પુત્ર છે. સિદ્ધાર્થ નિમિત્તિક અને નારદ ઋષિએ તે કુમારોને વૃત્તાન્ત કહ્યો, ત્યારે હર્ષાશ્રપૂર્ણ નયનવાળા લમણે ચકને ત્યાગ કર્યો. પુત્રને વૃત્તાન્ત સાંભળીને રામની પણ આંખો એકદમ બીડાઈ ગઈ, ગાઢ શેકથી પીડાએલા દેહવાળા, મૂચ્છ પામવાના કારણે વિઠ્ઠલ બની ભૂમિ પર ઢળી પડ્યા. ચન્દનજળનાં છાંટણું કરવાથી રામ ભાનમાં આવ્યા અને સ્વસ્થ બની લક્ષમણ સાથે રામ નેહાકુળ બની એકદમ પુત્રો પાસે જવા લાગ્યા. ત્યાર પછી લવણ અને અંકુશ બંને ભાઈઓ રથમાંથી નીચે ઉતરીને આદર અને સ્નેહપૂર્વક પિતાના ચરણયુગલમાં પડ્યા. રામ પુત્રને આલિંગન કરીને અત્યન્ત નેહપૂર્ણ હૃદયવાળા થઈને પ્રલાપ કરતા નેત્રમાંથી અશ્રુજળનો મેટો પ્રવાહ છોડવા લાગ્યા.
હે પુત્રો ! તમે ગર્ભમાં રહેલા હતા, ત્યારે અનાર્ય એવા મેં અતિકઠોર કાર્ય કર્યું કે-ગર્ભવતી સીતાને મેં ભય ઉત્પન્ન કરનાર ભયંકર અરણ્યમાં તજી દીધી, વિપુલ પુણ્યવાળી સીતાને પણ મેં જ્યારે તમે ઉદરમાં હતા, ત્યારે અતિઘોર અટવીમાં દુઃખ પમાડીને આવી દુર્દશાવસ્થામાં મૂકી, તે વનમાં તે સમયે જે આ કુંડરીકપુરના સ્વામી ત્યાં ન હતું, તો હે પુત્રો ! તમારું વદનચન્દ્ર હું ક્યાંથી દેખી શકતે? આવા મહાન અમેઘ અસ્રોવડે પણ તમે મૃત્યુ ન પામ્યા, તે હે વત્સ ! તમે આ સમગ્ર જગતમાં અતિ પુણ્યવાળા છે. ફરી રામ સુન્દર શબ્દ બોલવા લાગ્યા કે, મેં તમને દેખ્યા, તેથી હું માનું છું કે, જનકપુત્રી જીવતી છે એમાં સદેહ નથી. હર્ષાશ્રુ વહેતા નેત્રવાળા વિયોગના દુઃખમુક્ત થએલ લક્ષમણ લવણ અને અંકુશ એમ અંને કુમારને ગાઢ આલિંગન આપવા લાગ્યા. શત્રુઘ્ર વગેરે બીજા રાજાઓ પણ આ વૃત્તાન્ત જાણીને તે પ્રદેશમાં આવ્યા અને ઉત્તમ પ્રીતિ પામ્યા. બંને સિન્યના અનેક સુભટને ગાઢ પ્રીતિવાળા અને સંગ્રામની ચિન્તારહિત ચિત્તવાળા દ્ધાઓને સુખદ સમાગમ થયો. પુત્ર અને પતિને સમાગમ થએલે દેખીને સીતા વિમાનમાં આરૂઢ થઈને જલ્દી પુંડરીકપુરમાં પહોંચી ગઈ. પુત્રોને સમાગમ થયો, એટલે હર્ષ પામેલા ખેચરથી પરિવરેલા રામ પિતાને ત્રણે લેકના અધિપતિપણાની પ્રાપ્તિ થઈ હોય, તે આનન્દ માણવા લાગ્યા.
હવે તે નગરીમાં રામે પુત્રોને સમાગમ થયાને મહત્સવ કર્યો, જેમાં ઘણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org