Book Title: Paumchariya
Author(s): Hemsagarsuri
Publisher: Vallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai

View full book text
Previous | Next

Page 448
________________ [૯] પિતા સાથે લવણ-અંકુશનું યુદ્ધ : ૪૧૩ : વેગ, સ્વચ્છેદ મૃગાંક વગેરે વિદ્યાધર મહાસુભટે શૂરવીરતા પૂર્વક લવણ અને અંકુશના પક્ષમાં સંગ્રામમાં સખત પ્રહાર કરતા હતા. લવણ, અંકુશની સંભૂતિ સાંભળીને રણમુખમાં ખેચરો તેમ જ સુગ્રીવ વગેરે વિદ્યાધરો શિથિલ થવા લાગ્યા. શ્રીશૈલ વગેરે સુભટે સીતાને દેખીને તેને પ્રણામ કરવા લાગ્યા અને યુદ્ધમાં તે સર્વે સુભટે ઉદાસીનતા બતાવવા લાગ્યા. હાથીઓની ઘટા સમૂહવાળા મહાશત્રુન્યને વર્તુલાકાર ભમાવીને તેના સિન્યમાં કુમારેએ પ્રવેશ કર્યો. કુમારે રામ અને લક્ષમણ તરફ ગયા. સિંહ અને ગરુડ ધ્વજવાળા રણના ઉત્સાહવાળા, એક સરખા મનવાળા બંને કુમારે રામ અને લક્ષમણ ઉપર ત્રાટકી પડયા. રણ શરૂ થતાં જ વીર લવણે રામના વિજાવાળા ધનુષ અને રથને ભાંગી નાખ્યા. રામે બીજું ધનુષ ગ્રહણ કર્યું અને બીજા રથમાં આરૂઢ થયા, જેટલામાં બાણ ધનુષ સાથે સાંધે છે, તેટલામાં લવણે રામને રથથી વિખૂટા પાડ્યા. પિતાના રથ ઉપર આરૂઢ થઈને વજાવ ધનુષરત્ન ગ્રહણ કરીને રામ લવણની સાથે પ્રહારો કરતા લડવા લાગ્યા. જેવી રીતે રામ અને લવણનું યુદ્ધ વર્તતું હતું, તે જ પ્રમાણે લક્ષમણ અને અંકુશ વચ્ચે તે જ ક્રમે મહાભયંકર યુદ્ધ જામ્યું. તે પ્રમાણે સરખા સરખા પરાક્રમ અને બલવાળા બીજા વૈદ્ધાઓ વચ્ચે યશ અને જિત મેળવવાની અભિલાષાવાળા સુભટ વચ્ચે દારુણ યુદ્ધ પ્રવત્યું. આ પ્રમાણે મહાશક્તિ અને દઢ નિશ્ચયવાળા તથા સન્માન આપીને સ્વામીની સંપત્તિ વધારનાર સુભટનું ઘણું શસ્ત્રો પડવાથી ભયંકર તેમ જ રાજાઓ અને વિમલ આકાશમાર્ગને રોકનાર યુદ્ધ પ્રવર્લ્ડ. (૯૪) પદ્મચરિત વિષે “લવણું–અંકુશ અને રામ-લક્ષ્મણના યુદ્ધ” નામના નવાણમા પર્વને ગૂજરાનુવાદ પૂર્ણ થયે. [૯] [૧૦] લવણ-અંકુશનો પિતા સાથે સમાગમ હે મગધાધિપ શ્રેણિક! હવે લવણ-અંકુશ અને રામ-લક્ષ્મણ વગેરે સાથે થએલા યુદ્ધ વિષયક જે કાંઈ વિશેષતાઓ બની, તે હું સ્પષ્ટપણે કહું છું. વાજંઘ રાજા એકદમ લવણની પડખે આવીને ઉભા રહ્યા. ભામંડલ પણ સમગ્ર સિન્યસહિત અંકુશની પાછળ જવા લાગ્યા. કૃતાન્તમુખ રથમાં બેઠેલા રામને સારથિ બન્યા, તેમજ યુદ્ધમાં વિરાધિત લક્ષમણુને સારથિ થયે. તે સમયે રામે કૃતાન્ત સારથિને કહ્યું કે, “રથને વૈરીએના સન્મુખ સ્થાપન કર, જેથી વિરીઓને ક્ષોભ પમાડું.” ત્યારે કૃતાન્તવદને રામને જવાબ આપ્યો કે, આ અશ્વોને તે સંગ્રામ કરવામાં દક્ષ એવા કુમારોએ અત્યન્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520