________________
* ૪૧૨ :
પઉમચરિય-પદ્ધચરિત્ર તેટલામાં હું કોશલા નગરીમાં પહોંચી જાઉં અને રક્ષણ કરવાના ઉપાય અજમાવું.” આ વચન સાંભળીને ભામંડલ સાથે સીતા પણ વિમાનમાં આરૂઢ થઈ અને પુત્રની સમીપે પહોંચી. સીતાના પિતા, માતા અને બધુ અર્થાત પિતામહ, દાદી, મામા અને માતાને દેખીને સ્વજન-સ્નેહના કારણે કુમારસિંહે તુષ્ટ થયા–એટલે તેમને આદર પૂર્વક બોલાવ્યા. “હે શ્રેણિક! આ લક્ષમણ અને રામની સમગ્ર ઋદ્ધિ અને અલ વર્ણવવા કોણ સમર્થ છે? તે પણ અત્યારે સંક્ષેપથી કહું છું, તે સાંભળો. રામ કેસરિસિંહથી જોડાએલા રથમાં આરૂઢ થયા, લમણે ગરુડના ઉપર આરોહણ કર્યું, બાકીના શ્રેષ્ઠ સુભટ વાહન અને વિમાનમાં આરૂઢ થયા. તિમિર નામના રાજા, વહ્રિસિંહ, સિંહવિક્રમ, મેરુ, પ્રલમ્બબાહુ, શરભ, વાલિખિલ્ય, શૂર, રુદ્રમતિ, કુલિશ, શ્રવણ, સિંહદર, પૃથુ, મારિદત્ત, મૃગેન્દ્રવાહ વગેરે બીજા ઘણા રાજાઓ રામની સાથે હતા. હે શ્રેણિક! આ પ્રમાણે રામની આજ્ઞા માનનારા નરેન્દ્રચન્દ્રો, મુગુટબદ્ધ રાજાઓ અને વિદ્યાધર સુભટો પાંચ હજાર સંખ્યા પ્રમાણુ હતા અને બીજા સુભટોની સંખ્યા તો કણ મેળવી શકે? કેટલાક સુભટો અશ્વો ઉપર, કેટલાક હાથી ઉપર, કેટલાક રાવિષે આરૂઢ થયા અને બીજા ખચ્ચર, ગધેડા, ઉંટ, કેસરીસિંહ, બળદ, પાડા ઉપર ચડી બેઠા. આ પ્રમાણે મોટા વાજિંત્રોના પડઘા જેમાં સંભળાઈ રહેલા છે, વિવિધ પ્રકારનાં આયુધ હાથમાં ગ્રહણ કરેલાં છે, પાયદળના જેમાં મોટા પોકારો કરી રહેલી છે-એવા રામના સૈન્યના સૈનિકે બહાર નીકળ્યા.
સામાપક્ષના સિન્યને ઘાંઘાટ સાંભળીને યુદ્ધ કરવામાં ચતુર અનેક સુભટના સમૂહવાળું લવણ અને અંકુશનું સર્વ સિન્ય બખ્તર પહેરી હથિયા સજી લડવા તૈયાર થયું. હે શ્રેણિક ! લવણ અને અંકુશ પાસે એક અધિક એવા દશ હજાર ઉત્તમરાજાઓ અને શ્રેષ્ઠ વિરોની સંખ્યા હતી–તે મેં તમને જણાવી. જેમ ઘોડા અને હાથીઓ ફેલાતા જાય છે, વાજિંત્રોના વિષમ અવાજો સંભળાય છે. એવા સામાપક્ષનું સૈન્ય રામના સૈન્ય સન્મુખ ભીડાઈ પડ્યું. દ્ધાઓ યોદ્ધાઓ સાથે, હાથીઓ હાથીઓની સાથે તેમ જ યુદ્ધ કરવા કેટલાક શૂરવીર રથમાં આરૂઢ થઈને રથિકો સાથે લડવા લાગ્યા કેટલાકે ખગ્નના પ્રહારે, કેટલાક મુદ્દગાથી, કેટલાક સુભટો શક્તિ હથિયાર અને કેટલાક ભાલાઓના પ્રહાર કરવા લાગ્યા, વળી કેટલાક એકબીજાનાં મસ્તક પકડીને, કેટલાક બાથંબાથી કરી ભુજાઓથી કંકયુદ્ધ કરવા લાગ્યા. ક્ષણાન્તરમાં તે ત્યાં આગળ હાથી, ઘોડા અને પ્રવર યોદ્ધાઓએ તે ભૂમિ એવી રુધિરના કાદવવાળી કરી નાખી કે, ત્યાંથી ગમન કરવું પણ દુગમ થઈ ગયું. ઘણું મોટા રણશિંગડાં અને વાજિંત્રોના શબ્દથી, હાથીઓના ગજારવ અને અશ્વોના હેષારવથી એક-બીજાના કાને પડેલા શબ્દો પણ સાંભળી શકાતા ન હતા. જેવી રીતે ભૂમિ પર ચાલનારાઓનું પ્રહાર ફેંકવારૂપ યુદ્ધ ચાલતું હતું, તે જ પ્રમાણે આકાશમાં ખેચરોનું ભયંકર સામસામું યુદ્ધ ચાલતું હતું. લવણ અને અંકુશના પક્ષમાં તેના મામા ભામંડલ, મહારાજા વિષ્ણુપ્રભ, મૃગાંક, મહાબલ, પવન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org