________________
[૧] રામ-લક્ષમણની વિભૂતિ
વિતાઠ્યપર્વતની દક્ષિણશ્રેણિમાં બીજા પણ બેચરભ નિવાસ કરતા હતા, તેમને પણ યુદ્ધમાં લમણે જિતી લીધા. જે વિદ્યાધર રાજાઓ મહાવિભૂતિવાળા રામની આજ્ઞામાં આદરવાળા હતા, તેઓની રાજધાનીઓનાં નામો કહું છું, તે હે શ્રેણિક! સાંભળે. આદિત્યાભ નગર, શ્રીમન્દિર, ગુણપ્રધાન, કંચનપુર, મનોહર, શિવમન્દિર, ગ
નગરી, અમરપુર, લક્ષમીપુર, મેઘપુર, નરગીત, ચક્રપુર નૂપુર, શ્રીપ્રભુરવ, શ્રીમલિય, સિંહગુહા નગરી, રવિભૂષા નગરી, હરિવજ, જ્યોતિપુર, શ્રી છાયાપુરી, ગન્ધારપુર, મલય, સિંહપુર, શ્રીવિજય, યક્ષપુર, તિલકપુર, બીજાં પણ અનેક રાજધાનીનાં નગરે હતાં. અનેક વિદ્યારે સહિત નગર અને દેશે લક્ષ્મણે જિતને પૃથ્વી તેમ જ સાત રત્ન પોતાને સ્વાધીન કર્યા. ચક્ર, છત્ર, ધનુષ, શક્તિ, ગદા, મણિ, તલવાર આ દિવ્યરને લક્ષમણે પ્રાપ્ત કર્યા.
શ્રેણિક રાજાએ ફરી ગૌતમસ્વામીને નમીને પૂછયું કે, “હે ભગવન્ત ! રામના પુત્રો લવ અને અંકુશની ઉત્પત્તિ કેવી રીતે થઈ ?, તે મને કહે. તેમ જ લક્ષ્મણને કેટલા પુત્રે, પનીઓ અને પટ્ટરાણીઓ કેટલી હતી?–એ પ્રમાણે પૂછાએલા ગણધર ભગવન્ત કહેવા લાગ્યા કે-“હે મગધાધિપ! સાંભળે, ઉત્તમ પુરુષને ઉત્તમ રાજ્ય-સુખ ભેગવતાં ભોગવતાં ઘણાં વર્ષો અને મહિનાઓ પસાર થાય છે. ઉત્તમકુળમાં જન્મેલી ઉત્તમ રૂપ, ગુણો અને યૌવન ધારણ કરનારી ૧૬ હજાર પત્નીએ લમણને હતી. તેમાં આઠ મહાદેવીઓ વિશેષ ગુણવાળી હતી, તેનાં નામે કહું છું, તે હે નરપતિ! સાવધાન થઈને સાંભળે. દ્રોણઘન રાજાની પુત્રી વિશલ્યા નામની પ્રથમ પટ્ટરાણી, વળી બીજી રૂપમતી, ત્રીજી કલ્યાણમાલા, ચોથી વનમાલા, પાંચમી રતિમાલા, છઠ્ઠી જિતપદમા, સાતમી અભયમતી, છેલ્લી અને આઠમી મહાદેવી મને રમા નામની જાણવી. લક્ષમણને આ રૂપવાળી મનેરમાં ઘણી પ્રિય હતી. રામને આઠ હજાર રૂપવન્તી પત્નીઓ હતી, તેમાં આ ચાર નામવાળી અધિકપ્રિય પત્નીઓ હતી
પ્રથમ મહાદેવી સીતા, બીજી પ્રભાવતી, ત્રીજી રતિનિભા, ચોથી અને છેલી શ્રીદામાનામની પટ્ટરાણી હતી. મોટા ગુણવાળા અઢીસે પુત્રે લક્ષમણને હતા. તેમાંથી કેટલાક પુત્રનાં નામો કહું છું-વૃષભ, ધરણ, ચન્દ્ર, શરમ, મકરવજ, હરિનાથ, શ્રીધર, શ્રેષ્ઠકુમાર મદન. લક્ષમણના આ આઠ ઉત્તમ કુમાર પ્રત્યે લોકે સ્વાભાવિકપણે તેમના ગુણોના અનુરાગી બની વૃતિ કરતા હતા. દ્રોણઘન રાજાની પુત્રીને પરાક્રમી શ્રીધર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org