________________
: ૩૯૪ :
પઉમચરિય-પદ્ધચરિત્ર પતિને પૂછયું કે, “સાકેતા કેટલી દૂર છે? અને રામ કક્યાં છે? તે કહે” કૃતાન્તમુખે સીતાને કહ્યું કે, “હે દેવિ! સાકેતા નગરી ઘણી દૂર છે અને તેમને હુકમ ઘણે જ આકરા હોવાથી હવે રામને જેવાને અવકાશ જ ક્યાં રહ્યો?” તો પણ ગાઢનેહવાળી સીતાએ સેનાપતિને કહ્યું કે, “ત્યાં પહોંચીને સર્વાદરથી મારાં આટલાં વચને તેમને સંભળાવવાં કે, “હે રઘુનન્દન ! જે કે તમે નીતિ-વિનય-સંપન્ન છે, ગંભીર, સ્વભાવથી સૌમ્ય દર્શનવાળા છે, ધર્મ–અધર્મના પ્રકારોને જાણનારા છે, સર્વ કળાઓના પારગામી થએલા છે, અભવ્ય-દુર્જન લોકેના વચન ખાતર, અપવાદથી ભય પામી મારા પ્રત્યે તિરસ્કારભાવ ઉત્પન્ન કરી લે સ્વામી! તમે શરણ વગરની નિપુણ્યક મને જંગલમાં રવડતી મેલાવી, મારે ત્યાગ કર્યો!
હે મહાયશ! મારાં પિતાનાં પૂર્વે કરેલાં કર્મના દોષથી જે કે, તમે મારે ત્યાગ કર્યો, તો પણ લોકોનાં આવાં અપવાદનાં વચનો ઉપર તમે ભરેસે ન રાખશે. હે સ્વામિ ! તેમનાં વચને સાચા ન માનતા, સમુદ્રમાં વહાણમાં બેઠેલાનું રત્ન સમુદ્રમાં પ્રમાદથી પડી જાય, તેની ચાહે તેટલી ખેળ કરવામાં આવે, તો પણ ફરી મેળવી શકાતું નથી. અર્થાત્ કયાંથી ફરી મેળવવું? મેળવેલું અમૃતફળ ગાઢ અંધકારવાળા ઉંડા ભયંકર કૂવામાં ફેંકીને જેમ મૂખ પાછળથી પશ્ચાત્તાપ કરે છે અને દુઃખ અનુભવે છે. તે સ્વામિ ! ભલે નિરપરાધી એવી મને લોકોનાં વચનથી ત્યાગ કરી છે, પરન્તુ માનવ સંસારના મહાદુઃખથી જેનાથી મુક્ત થાય છે, એવા પ્રકારના જિનેશ્વરેએ પ્રરૂપેલા મહાકિંમતી જૈનદર્શનને ત્યાગ ન કરશો. જે જેને અનુરૂપ કે અધિક હોય, તે ફાવે તેમ નિરંકુશપણે બોલી શકે છે. અહિં પુરુષથી સમગ્ર કેનાં મુખોને બંધ કરી શકાતાં નથી. હે સેનાપતિ ! મારા કહેવાથી રાઘવને પ્રણામ કરીને કહેજે કે, “બળવાનને દાન આપીને, બધુવને પ્રીતિના ચેગથી, શત્રુને શીલથી અને સદુભાવપૂર્ણ નિઃસ્વાર્થપૂર્ણ સ્નેહથી મિત્રને, આંગણે આવેલા અતિથિને તથા મુનિવરોને સર્વાદર અને પૂર્ણભાવથી સેવજે. ક્ષમાથી કેપને, નમ્રતાના પ્રયોગથી માનને, સરળતાથી માયાને અને સંતેષભાવથી લોભને જિતવા પ્રયત્ન કરે. જે કે તમે ઘણું શાસ્ત્ર અને આગામોમાં કુશળ છે, ન્યાય-નીતિ-વિનય વગેરે ગુણયુક્ત છે. મારી સરખી ચપળ સ્ત્રી તમને ઉપદેશ દેવા લાયક નથી, છતાં નિઃસ્વાર્થ સ્નેહથી આટલું કહેવાઈ જાય છે. લાંબા કાળના સહવાસમાં હે સ્વામિ ! મારાથી કંઈ અવિનય, અપરાધ કે ખોટું વર્તન થઈ ગયું હોય તે, કેમળ મન કરીને સર્વ અપરાધની મને ક્ષમા આપશે. હે સ્વામિ! હવે તમારી સાથે મેળાપ કે દર્શન થાય કે ન થાય, તે પણ મારાથી જે સેંકડો અપરાધો થયા હોય, તે સર્વની હું ક્ષમા માગું છું, તો આપ તેને ખમજો. આટલું બોલીને કઠેર અણીયાલા કાંકરાવાની કર્કશ ભૂમિ ઉપર ઢળી પડી, મૂચ્છથી બીડાઈ ગએલા નેત્રવાળી અતિભયંકર દુઃખ પામી.
ભૂમિ પર ઢળી પડેલી સીતાને જોઈને સેનાપતિ શેક-સાગરમાં ડૂબી ગયા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org