________________
: ૪૦૨ :
પઉમચરિય-પદ્મચરિત્ર
પત પરથી વહેતી નદીઓના વેગવાળા પાણીમાંથી ઉત્પન્ન થતા ખળખળ શબ્દોના નિર્દોષવાળા, તીવ્રધા પામેલા એવા શિકારી પ્રાણીએ પરસ્પર એક ખીજાને જ્યાં વિનાશ કરી રહેલા છે, આવા પ્રકારના વ્યવસાય કરતા વિવિધ માંસાહારી શ્વાપઢાવાળી ભયકર અટવીમાં હે સ્વામી! તમારી આજ્ઞાથી મેં સીતાના ત્યાગ કર્યો છે. હે દેવ ! આંખમાંથી અશ્રુજળ વહેવાના કારણે અંધારાયુક્ત નેત્રવાળી આપની મહિલાએ આપને જે સન્દેશા કહેવરાવેલ છે, તે આપને હું નિવેદન કરું છું, તે આપ સાંભળેા ! તેમના ચરણમાં પડીને મારા તરફનાં આ વચન તમે સભળાવજો કે—
હે સ્વામી! જેમ આપે મારા ત્યાગ કર્યો છે, તેમ તમેા લેાકેાના કહેવાથી જિનભક્તિ ન છેડશેા. તમે મારા તરફ આટલા સ્નેહાનુરાગવાળા હતા, છતાં દુનનાં વચનેાથી પરમાના વિચાર કર્યા વગર જેમ મારા ત્યાગ કર્યાં, તેમ ગુણાગુણને સમજ્યા વગર કદાચ જિનધર્મના પણ ત્યાગ કરે. કદાચ તમે ધર્માંના ત્યાગ કરો તા, જેમ નિર્દોષ એવી મને પણ લેાકેાએ દોષિત પ્રકાશિત કરી, તેમ ધરહિત નિ લેાકેા હે રાજન્ ! ધર્મની નિંદા કરવા પણ તત્પર બનશે. મને છેડવામાં એકભવ પૂરતુ તમને દુઃખ થશે, અને ધર્મ છેડશે, તેા સમ્યક્ત્વ, જ્ઞાન અને દનરહિત થવાના કારણે દરેક ભવમાં તમા દુઃખી થશે.. લેાકમાં મનુષ્યને ચુવતી, નિધિ, વિવિધ વાહનાદિક ભાગ-સામગ્રી મળવી સુલભ છે, પરન્તુ રાજ્યના લાભ કરતાં પણુ સમ્યક્ત્વરત્ન પ્રાપ્ત થવું દુષ્કર છે. રાજ્ય ભાગવીને મનુષ્ય નરકે અવશ્ય જવાના, તેમાં શંકાને સ્થાન નથી, જ્યારે સમ્યગ્દર્શનમાં તત્પર બનેલેા ધીર પુરુષ અવશ્ય મેાક્ષસુખ પ્રાપ્ત કરે જ.' હે નરાધિપ ! સ્નેહપૂર્ણ હૃદયવાળી સીતાએ જે પ્રમાણે કહેવરાવેલ છે, તેના સર્વ ટ્રેક સાર મેં આપને નિવેદન કર્યા.’ હે સ્વામી! સ્વભાવથી સ્ત્રીએ ભયવાળી હાય છે, તેમાં ઘણા ફાડી ખાનારા જાનવાના ભયંકર શબ્દવાળી, અધિકાધિક ભય કર મહાઅટવીમાં જનકપુત્રી સીતાનું જીવન ટકવું દુષ્કર માનું છું.'
સેનાપતિનાં વચને સાંભળીને રાઘવને મૂર્છા આવી, પ્રતિ ઉપચાર કરવાથી ભાનમાં આવ્યા અને પ્રિયતમા-વિષયક પ્રલાપેા કરવા લાગ્યા. ચિન્તા કરવા લાગ્યા કે, મેં ખરેખર દુનના વચનથી મૂર્ખ ખની ભયંકર અટવીમાં સીતાને કાઢી મૂકીને મેાતના મુખમાં ધક્કેલી. હે પ્રિયે! હે પદ્મપત્ર-સમાન નેત્રવાળી ! હું કમળ સરખા મુખવાળી! હે ગુણાના ઉત્પત્તિસ્થાન ! હે કમલના ગર્ભ સમાન ગૌરવ વાળી ! હવે હું તને કાં ખાળુ? હે સૌમ્ય ચન્દ્ર સરખા આહ્લાદક વદનવાળી ! હું વેદેહિ ! મને પ્રત્યુત્તર તે આપ, એક વચન તા સભળાવ. તારા વિરહમાં હું કેટલેા કાયર છું, તે તે તું હંમેશાં મારા હૃદયને ઓળખનારી છે. હે મૃગના સરખા નિર્દોષ નેત્રવાળી! ખરેખર મૈં નિય અની ત્રાસ ઉત્પન્ન કરનાર જંગલમાં તારો ત્યાગ કરાવ્યા છે. હવે સમજી શકાતુ' નથી કે, તારી ત્યાં કેવી દુર્દશા થશે? ટોળાંથી વિખૂટી પડેલી હિરણીની જેમ ભૂખ–તરશની વેદના પામેલી, સૂર્યના તાપથી શાષવાતા અંગવાળી ભયંકર અરણ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org